અખબાર યાદી
અમે પેલેસ્ટાઇન નાગરિકો ઉપર ઇઝરાઈલના આક્રમણ અને અત્યાચારોની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ, આ પ્રકારની આતંકવાદી કાર્યવાહી હવે ઇઝરાઈલના વાર્ષિક નિત્યકર્મ બની ગયા છે. મસ્જિદે અકસા અને સંપૂર્ણ જેરૂસલેમ સંબંધે ઇઝરાઈલની નિયત એજ દિવસથી ખરાબ છે જે દિવસથી તેણે પેલેસ્ટાઇનની ધરતી ઉપર કબ્જો જમાવ્યો છે. તે આરબ અને જોર્ડનના વિશાળ વિસ્તાર ઉપર કબ્જો કરીને તેને પોતાની અંદર ભેળવી લેવા માંગે છે અને જેરૂસલેમના ઐતિહાસિક અસ્તિત્વ, ભૌગોલિક અને વસ્તી નિયંત્રણને બદલીને તેની ઉપર સંપૂર્ણ કબ્જો કરવાને માટે પ્રયત્નશીલ છે. વર્તમાન ઘર્ષણ અને જેરૂસલેમમાં પેલેસ્ટેનીઓના દેખાવોનું કારણ પણ ઇઝરાઈલની ક્રૂર વિસ્તારવાદી કાર્યવાહી છે. અશાંતિનો તણખો એ વખતે ફૂટ્યો કે જ્યારે ઈઝરાઈલી સરકારે બધાજ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કરારોનું ઉલંઘન કરતાં મસ્જિદે અકસાની સમીપ પ્રાચીન પેલેસ્ટિનિઓ ને તેમના મૂળ વતન શેખજરરાહ વગેરે માથી હાંકી કાઢવાનું અભિયાન આદર્યું. ઇઝરાઈલ એક પછી એક પેલેસ્ટાઇન વિસ્તારો ઉપર કબ્જો કરીને, તેમના ઘરો અને જમીનો ઉપર ગેરકાયદેસર અતિક્રમણ કરીને, તેમને બેઘર કરીને ત્યાં પુનર્વસનની નવી વસાહતો ઊભી કરી રહ્યું છે. યહૂદી શાસનના આ બળજબરી પૂર્વક ના અપરાધો અને તેની બર્બરતાની વિરુધ્ધ પેલેસ્ટિનીઓ એ તે વખતે કાર્યવાહી કરી, જ્યારે તેણે જેરૂસલેમના પ્રાચિન નાગરિકોને ત્યાંથી બળજબરી પૂર્વક હાંકી કાઢવા અને તેમની ઉપર અત્યાચારો નો નવો દૌર શરૂ કર્યો.
પેલેસ્ટિનીઓના પ્રદર્શનો અને વર્તમાન ઘર્ષણનું કારણ પેલેસ્ટાઇન સમસ્યાનું આજ પાસું છે, ગાઝા ઉપર તેના હુમલાઓ, પેલેસ્ટિની શહેરો ઉપર તેના દરરોજના અત્યાચારો અને મધ્યપૂર્વમાં તેના ખાનગી અને જાહેર રાજનીતિક કાર્યવાહીઓનો આજ એકમાત્ર ઉદેશ્ય છે. ઇઝરાઈલ સંયુક્ત રાષ્ટ્રના ઘણા બધા નિર્ણયોની અને માનવઅધિકારના ચાર્ટરનું ઉલંઘન કરતું રહ્યું છે. અને બંને તરફના કરારો માં પણ તે પોતે જે બાબતોનો સ્વીકાર કરે છે, પછી તેનાથી મોઢું ફેરવી લે છે. સ્થાનિક રાજકીય લાભો હેઠળ ત્યાંના રાજકીય આગેવાનો અને શાસકો પોતાની ક્રૂરતા / બર્બરતા સમયની સાથે સાથે તીવ્ર કરી નાખે છે. ઇઝરાઈલના આ બધા અત્યાચારોનો લાંબો ઇતિહાસ છે.
મસ્જિદે અકસા દુનિયાના બધાજ મુસ્લિમોને માટે પવિત્ર સ્થળ છે અને તેની સાથે તેમની ધાર્મિક લાગણી જોડાયેલી છે. જેરૂસલેમ દુનિયાના ત્રણ ધર્મોને માટે મહત્વ ધરાવે છે. એટલા માટે તે વિસ્તારની વસ્તી નિયંત્રણ અને તેના દરજ્જાને પરીવર્તન કરવાનો કોઈ અધિકાર ઇઝરાઈલને પ્રાપ્ત નથી. ઇઝરાઈલની કાર્યવાહી તદ્દન ગેર-કાયદેસર, બધાજ આંતરરાષ્ટ્રીય કરારોની વિરુધ્ધ અને સમગ્ર માનવતાની વિરુધ્ધ યુધ્ધની ઓળખ બની ગયા છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દુનિયાથી છુપાવવામાં આવી રહી છે અને પેલેસ્ટિનિઓની વળતી કાર્યવાહીઓને એક પક્ષીય અને ખોટી રીતે પ્રચારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દુનિયાને વાસ્તવિક્તા થી અજાણ રાખવાને માટે જે રીતે પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની ઓફિસોને તોડી પાડવામાં આવી રહી છે. આ બધુજ સ્વતંત્ર દુનિયાને માટે ગંભીર ચેતવણી છે. આપણાં દેશના સક્ષમ પત્રકાર સંઘો, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, પ્રેસ કાઉનશીલ ઓફ ઈન્ડિયા વગેરેને તેની જે રીતે ભર્ત્સના કરી છે અમે તેનું સમર્થન કરીએ છીએ અને સમગ્ર દુનિયાના પત્રકારોથી આગ્રહ કરીએ છીએ કે તેઓ આ બર્બરતાની વિરુધ્ધમાં એકમત થઈને પોતાનો અવાજ બુલંદ કરે.
આ સમસ્યાનો ત્વરિત ઉકેલ આ જ છે કે અલ-અકસા અને અન્ય પેલેસ્ટિનિ વિસ્તારોને ઇઝરાઈલના કબ્જામાથી તરતજ મુક્ત કરવામાં આવે અને ઇઝરાઈલને તેના બધાજ અત્યાચાર અને બળજબરી ઈરાદાઓ અને કાર્યવાહીઓ થી રોકવા માટે મજબૂર કરવામાં આવે. અમે આરબ મુસ્લિમ દેશોથી આ માંગણી કરીએ છીએ કે તેઓ સંગઠિત થઈને પેલેસ્ટાઇન અને મસ્જિદે અકસાની સુરક્ષા ને માટે આગળ આવે અને સક્રિય રાજનીતિક ભાગ ભજવીને ઇઝરાઈલને તેના અત્યાચારોથી દૂર રહેવાને માટે મજબૂર કરે.
અમે દુનિયાના બધાજ ન્યાયપ્રિય દેશોથી માંગણી કરીએ છીએ કે તેઓ આ નિર્દયી બર્બરતાની વિરુધ્ધ માત્ર નિંદા કરતાં નિવેદનો ને પર્યાપ્ત ન સમજે બલ્કે તેઓ બધાજ પગલાઓ ભરે, જેનો માનવતાના શત્રુ અને કાયદાના ઉલંઘન દેશોની વિરુધ્ધ, સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર અધિકાર આપે છે. ઇઝરાઈલ ઉપર દબાણ લાવે, તેની વિરુધ્ધ સખત આર્થિક તેમજરાજનૈતિક પ્રતિબંધો લગાવે. યહૂદી શાસકો અને સેનાએ ગાઝા અને અન્ય પેલેસ્ટાઇન વિસ્તારોમાં જે યુધ્ધ ગુનાહો આચર્યા છે, તેની ઉપર આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાયદેસરની કાર્યવાહી કરે અને યુધ્ધ અપરાધના કઠેડા માં તેમને ઊભા કરે.
ભારત સરકાર હંમેશા સામ્રાજ્યવાદી શક્તિઓના મનસૂબાઓની વિરુધ્ધ રહી છે અને આ પોલિસી મુજબ તેને હંમેશા પેલેસ્ટિનની સ્વતંત્રતા ચળવળ અને પીડિત પેલેસ્ટિનિઓના અધિકારોનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ.ત્રિમૂર્તિ ના આ નિવેદનનું અમે સ્વાગત કરીએ છીએ ભારત પેલેસ્ટિનના આંદોલન અને તેમની યોગ્ય માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે આપણી સરકારથી આ વાતની અપેક્ષા રાખીએ છીએ અને માંગણી કરીએ છીએ કે આ ઐતિહાસિક જાહેરાતની તકેદારીમાં, તેઓ પેલેસ્ટિન ઉપર ઇઝરાઈલના અત્યાચારને નાબૂદ કરવાને માટે મુખ્ય અને અસરકારક ભાગ ભજવે.
————- સહી કરનાર ————-
Maulana Khalid Saifullah Rahmani
Acting General Secretary, All India Muslim Personal Law Board (Convener)
Mr. K.C.Tyagi
Member of Executive Committee of Parliamentarians for Al Quds
Maharishi Bhrigu Pithadhishwar Goswami Sushil Ji Maharaj
National Convener of Bhartiya Sarva Dharma Sansad
Mr. Syed Saadatullah Hussaini
President of Jamaat-e-Islami Hind
Mr. Vinay Kumar
Secretary-General of Press Club of India
Mr. Santosh Bhartiya
Senior journalist and commentator
Maulana Mahmood Madani
General Secretary of Jamiat Ulema-e-Hind
Dr. M D Thomas
Founder Director of Institute of Harmony & Peace Studies, New Delhi
Maulana Khalil-ur-Rehman Sajjad Nomani
Director, Imam Shah Waliullah Academy
Dr. Manzoor Alam
General Secretary, All India Milli Council
Maulana Muhammad Sufyan Qasmi
Head of Darul Uloom Waqf Deoband