ટાઉન હોલ પાસે પાર્ક કરેલી મારી ગાડીમાં ઓટો રિક્ષા ભટકાણી, ઓટોનાં આગલા ટાયરમાં કઈક ટેકનિકલ ગરબળ હસે જેથી એનું સમતોલન ખોરવાઈને કાર સાથે અથડાય.
લગભગ અકસ્માત પછીનાં દોઢ કલાક થયાં પછી મારો ડ્રાઇવર કાર લેવા ગયો અને એને આ અકસ્માત જોઈને મને ફોન કર્યો.
“સાહેબ, હું કાર પાર્ક કરીને એક કામે ગયો હતો અને એક ઓટો આપણી ગાડીમાં ભટકાઈ છે, અને એ ઓટો વારો દોઢ કલાક થી રાહ જોઈ ને ઉભો છે કે ગાડી વારા ભાઈ આવે પછી એની સાથે વાતચીત કરી પછી નીકળીશ”
આજ ચાલુ વાહને એક બીજા ઉપર ગાડી ચડાવી ને ભાગી જવા નાં જમાના માં આવું પણ કોઈ હોઈ શકે એ વાત મને અજુગતી લાગી, માણસાઈ આજે પણ જીવે છે છાતી મારી ગજ ગજ ફૂલી. દિલ માં થી માણસાઈ નાં પારખા કરવાની અને માનવતાના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ.
મારી સૂચના મુજબ ડ્રાઇવર મારો એ ઓટો વાળા ને ઓફિસ લઈને આવ્યો.
મે પૂછ્યું કેમ થયું ભાઈ, એને બોવ વિનમ્ર તા થી જવાબ આપ્યો મારા રિક્ષા નો કોઈ પાર્ટ તૂટી ગયો અને કંટ્રોલ ગુમાવી દીધો ને તમારી ગાડી માં મારાથી ભટકાઈ ગઈ છે,
મે પૂછ્યું હવે શું કરશું,? એને કહ્યું સાહેબ આપ જેમ કહો એમ.
મે કહ્યુ આમાં ખર્ચો તો ઘણો આવશે પણ તમે મને ૧૦,૦૦૦/- આપી દયો બાકી હું જોઈ લઈશ.
“રિક્ષા વાળા એ કહ્યું સાહેબ હું નાનો માણસ છું, ૧૦,૦૦૦ ભેગા કરવામાં મારે થોડો ટાઈમ લાગશે મને થોડો ટાઈમ આપો. પણ હું આ મારી ઓટો આયા મૂકીને જાવ છું. પૈસા આપી જઈશ અને ઓટો લઈ જઈશ”
આના થી વધુ માણસાઈ ની પરીક્ષા લેવાની મારામાં નાં હતી હિમ્મત કે નાં હતી ક્ષમતા….
પછી મે કીધું કે મારે પૈસા નથી જોતા તમ તમારે મજા કરો ચા પાણી પીઓ અને જાવ તમારી રિક્ષા રિપેર કરાવો.
એને પૂછ્યું સાહેબ જો તમારે પૈસા નોતા લેવા તો મને બોલાવ્યો શું કામ?
મે કહ્યુ મારે આટલા હિમ્મત વારા અને સિધ્ધાંત વારા માણસ નાં દર્શન કરવા હતા.
મેલા ઘેલા કપડાં માં અસ્ત વ્યસ્ત વાળ વારો એ માણસ મને બોવ મોટો લાગતો હતો. ઉભા થઈ ને બોવ આદર સાથે એ માણસ ને વિદાઈ આપી ને જતાં જતાં નામ પૂછ્યું એનું.
એ બોલ્યો સાહેબ મારું નામ છે “ઇબ્રાહિમ”
ક્યાંક વાંચેલી લાઈન યાદ આવી ગઈ…
“માણસાઈ કોઈ જ્ઞાતિ કે કોમ ની વિરાસત નથી હોતી, એ તો સમગ્ર માનવ જાત ની ચેતના હોઈ છે”
પ્રકાશ ડોંગાના ફેસબુક પેજના સૌજન્યથી..