Thursday, May 30, 2024
Homeસમાચારદેશની રાજનૈતિક, સામાજિક, આર્થિક સ્થિતિ અને કોરોના મહામારી પર જમાઅતે ઈસ્લામી હિંદના...

દેશની રાજનૈતિક, સામાજિક, આર્થિક સ્થિતિ અને કોરોના મહામારી પર જમાઅતે ઈસ્લામી હિંદના કેન્દ્રીય સલાહકાર પરિષદે ચિંતા વ્યક્તિ કરી

આપણાં દેશમાં ગરીબી અને બેકારી, ધાર્મિક વિદ્વેશ, અપારદર્શિતા અને અરાજકતામાં વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં વિપક્ષી દળો અને સરકારની વિરુદ્ધ ઉઠનારા અવાજોને દબાવવાનો શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતો જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જિનિયરે આજે વર્ચ્યુલ પ્રેસ કોન્ફરન્સમાં જમાઅતના કેન્દ્રીય સલાહકાર પરિષદના અનુભવો અને પસાર કરેલા પ્રસ્તાવના પરિપ્રેક્ષ્યમાં કહી. જેમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને આ વાત ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી કે વર્તમાન કેન્દ્રીય સરકાર સરકારી તંત્રને, ત્યાં સુધી કે સીબીઆઈ, વહીવટી તંત્ર, ન્યાયપાલિકા અને પોલીસ વ્યવસ્થા જેવી સંસ્થાઓને પણ પોતાના રાજનૈતિક લાભો માટે ઉપયોગ કરીને તેમની સ્વતંત્રતા પર ઈજા પહોંચાડવામાં આવી રહી છે.

સંમેલનમાં દેશના મીડિયાના એક મોટા ભાગનાં ઉત્તરદાયિત્વ વગરના વલણ ઉપર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સલાહકાર દ્વારા આ ચિંતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો કે દેશની અર્થવ્યવસ્થા તબાહીના આરે પહોંચી ગઈ છે. મોંઘવારી ચરમ સીમા પર છે અને બેરોજગારી વધી છે. નોટબંદી અને જીએસટીના લીધે અર્થવ્યવસ્થાની જે કમર તૂટી હતી તેને વૈશ્વિક મહામારી દરમ્યાન અયોગ્ય સંચાલનના કારણે સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખી. દેશની સામાજિક પરિસ્થિતિ નબળા અને પછાત વર્ગો, લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચારમાં વધારો થયો છે. લક્ષદ્વીપની જનતાથી તેમના સાંસ્કૃતિક અધિકારો ઝુંટવાઈ રહ્યા છે અને તેમની જમીનોને મૂડીવાદીઓના હિતો માટે સરકારી કબજામાં લેવામાં આવી રહી છે.

પ્રોફેસર સલીમ એન્જિનિયરે કેન્દ્રીય સલાહકાર પરિષદમાં પસાર પ્રસ્તાવો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે પૂર્વી જેરુસલેમ અને ગાઝા પટ્ટી પર હાલના ઈઝરાયલી હુમલાએ એક વાર ફરી દુનિયાને પેલેસ્ટાઈનની સમસ્યાઓ અને તેમના સ્થાયી અને ન્યાય આધારિત ઉકેલની આવશ્યકતા તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. રમઝાનના અંતિમ દિવસોમાં મસ્જિદે અક્સમાં ઇબાદત કરી રહેલા પેલેસ્ટાઈનના નાગરિકો જેમાં મહિલાઓ, બાળકો અને વયસ્કોને ઈઝરાયલી સેના દ્વારા જુલમ અને અત્યાચારના નિશાન બનાવવામાં આવ્યા. પેલેસ્ટાઈનની વસાહતોને બળજબરીથી ખાલી કરાવવામાં આવી અને વિરોધ કરવા પર અત્યાચાર કરવામાં આવ્યો. આ ઇઝરાયલની વિસ્તારવાદી નીતિ અને સંકલ્પને દર્શાવે છે. ઈઝરાયલના આ અત્યાચારી સંકલ્પના કારણે માનવાધિકાર પરિષદ ઇઝરાયલના યુદ્ધ અપરાધની સમીક્ષા લેવા માટે એક તપાસ સમિતિ ગઠિત કરવાનો નિર્ણય કર્યો છે. આ એક સ્વાગત યોગ્ય પગલું છે.

સંમેલનમાં કોવિડની બીજી લહેરના કારણે વિકરાળ સંકટ અને ઉપજેલી ગંભીર પરિસ્થિતિ પર પણ અત્યંત ચિંતા પ્રકટ કરવામાં આવી. દેશમાં કોવિડથી થનારી તબાહી અને આ બાબતમાં સલાહકાર સમિતિની ચિંતાઓ પર પ્રકાશ પાડતાં જમાઅતના રાષ્ટ્રીય સચિવ મલિક મોત્તસિમ ખાને જમાઅત તરફથી કોવિડ દરમ્યાન રાહતના કામો પર વિસ્તારથી ચર્ચા કરી. જમાઅતે ભારત સરકારથી માંગ કરી છે કે તે કોવિડના મૃતકોને વળતર આપે, બાળકોને શિષ્યવૃતિ આપે અને તેમના શિક્ષણની મફતમાં વ્યવસ્થા કરે. જો પ્રભાવિત પરિજનોમાંથી કોઈ નોકરીને યોગ્ય હોય તો ઓછામાં ઓછી એક વ્યક્તિને નોકરી આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments