Monday, November 11, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકશાહી, એક મૃગજળ એક સરળ-માર્ગ!

લોકશાહી, એક મૃગજળ એક સરળ-માર્ગ!

લોકશાહી એક એવી દિલચસ્પ વ્યવસ્થા છે કે જ્યાં લોકો બહુમતીથી કોઈને ચૂંટે છે અને સત્તા સોંપે છે. તેમ છતાં શબ્દ “બહુમતી” સ્વયં પોતાનામાં અસ્પષ્ટ છે. સામાન્ય રીતે “બહુમતી”નો શબ્દ લોકોની મોટી સંખ્યા માટે વપરાય છે. પરંતુ તેનો આ અર્થ સ્હેજેય નથી કે લોકોની મોટી સંખ્યા કે બહુમતીને ટકાવારીના હિસાબે પણ પુરવાર કરી શકાય. હા, આ વાત ખરી છે કે બધી (કે કુલ) સંખ્યાનો સૌથી વધુ ભાગ જે વ્યક્તિ કે સમૂહ-જૂથને હાંસલ થઈ જાય તેને બહુમતી ગણવામાં આવે છે. દા.ત. તમે જુઓ કે એક પાર્ટી કે જેણે ચૂંટણીમાં ભાગ લીધો તેને કુલ મતદાનના ૩૮% મતો મળ્યા, અને બીજી પાર્ટીઓએ તેનાથી ઓછા મતો મેળવ્યા, બાહ્ય રીતે તેણે બીજી તમામ પાર્ટીઓની તુલનામાં સૌથી વધુ મતો અને બેઠકો મેળવી. પરંતુ આ ટકાવારી તથા સફળતાના બે પાસા છે. એક આ કે કુલ મતદાતાઓની સંખ્યા ૬૪ ટકા હતી. એટલે કે ૩૬ ટકા લોકોએ મત જ નથી આપ્યા. આથી જે લોકોએ મત આપ્યા તેમના ૩૮ ટકા કુલ મતદાન (૬૪ ટકાના)એ પાર્ટીને મળ્યા. એટલે કે કુલ મતદાનના ૬૨ ટકા લોકોએ તે પાર્ટીને મત નથી આપ્યા. બીજું પાસું આ કે જા કુલ ૧૦૦ ટકા મતદાર જનતાનો મત-ફાળો કાઢવામાં આવે તો ૨૩.૦૪ ટકા મત જ એ પાર્ટીને મળ્યા કહેવાય. એટલે કે ૭૬.૯૬ ટકા લોકોએ તે પાર્ટીને પસંદ નથી કરી અને તેને મત પણ નથી આપ્યા. પરંતુ મામલો થયેલા મતદાન સંબંધિત છે. આથી એ પાર્ટી “બહુમતી વાળી” બની ગઈ અને સફળ થઈ. બીજી બાજુ અન્ય તમામ પક્ષો, તેમના પ્રતિનિધિ તથા સ્વતંત્ર કે અપક્ષ ઉમેદવાર વિ. બધા મળીને પણ ના-પસંદ થયેલાઓમાં સામેલ થઈ ગયા, અને નિષ્ફળ ઠર્યા. કંઈક આવી જ સ્થિતિ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ તથા તેના પરિણઆમોમાં પણ સામે આવી છે, જ્યાં એક ગઠબંધનને સફળતા, તો બીજા ગઠબંધનને નિષ્ફળતાનો સામનો કરવો પડયો. એ લોકોના ભાગે પણ નિષ્ફળતા જ આવી જેમને ૨૦ થી ૩૦ ટકા કે આનાથી પણ કંઈક વધુ મતો મળ્યા, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા.

જ્યાં લોકશાહી એક દિલચસ્પ વ્યવસ્થા છે ત્યાં જ બાહ્ય રીતે જાતાં જનતાને આ વ્યવસ્થામાં ભરોસો પણ છે. આ ભરોસો વિશ્વાસની હદ સુધી છે, અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે આ વ્યવસ્થામાં વિશ્વાસ રાખવાની મજબૂરી છે? આ સ્વયં પોતાનામાં વર્તમાન યુગનો એક મોટો પ્રશ્ન છે! બીજી બાજુ આ વિશ્વાસની સાથો-સાથ વર્તમાન લોકશાહી વ્યવસ્થા અંગે ઘણાં લોકોને ચિંતા પણ છે. આ ચિંતા જ્યારે પણ સત્તાધીશો સામે વ્યક્ત કરવામાં આવે છે તો એ સૌ પ્રથમ જે વાક્ય ઉચ્ચારે છે તે આ જ હોય છે કે “આ તમામ નિષ્ફળતાની વાતો છે, જા (તેઓ) સફળ થઈ જતા અથવા તેમને આ ચૂંટણી-પદ્ધતિ દ્વારા સફળતા મળી જાય (અથવા મળી જતી) તો પછી, તેઓ આ ચિંતા નહીં કરે (કે કરતા નહીં).” અને આ વાત કેટલીક હદે વાસ્તવિક પર આધારિત પણ છે. કેમકે આ વાતો સામાન્ય રીતે અને મોટેભાગે ત્યારે જ સામે આવે છે કે જ્યારે પાર્ટીઓ તથા પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડે છે. તેમ છતાં આ પણ વાસ્તવિકતા છે કે જ્યારે માણસ મુશ્કેલીમાં મૂકાય છે, અજમાયશનો સામનો કરે છે અને સમસ્યાઓમાં ઘેરાઈ જાય છે, ત્યારે જ તેને આ મોકો પણ ઉપલબ્ધ થાય છે કે તે ભૂલો, ખામીઓ અને નિષ્ફળતાઓનું દરેક રીતે નિરીક્ષણ કરે. આ દરમ્યાન જ્યારે આ સ્પષ્ટ થાય છે કે વાસ્તવમાં જે કાર્ય-પદ્ધતિને અત્યાર સુધી તેણે અપનાવી હતી એમાં ખામીઓ પણ છે, તો તે તેને તરત જ વ્યક્ત કરે છે. અને કદાચ આ જ વાત લોકશાહી વ્યવસ્થા અને લોકતંત્રથી પણ જાડાયેલ છે. લોકશાહી વ્યવસ્થાની ખામીઓ અને ઉણપો તેમજ લોકતંત્રની વર્તમાન ચૂંટણી પદ્ધતિમાં ચિંતાજનક પાસા સામે આવી રહ્યા છે, અથવા આવતા રહ્યા છે, જ્યારે તેમના પર વિચારણા કરવામાં આવે છે તો જણાય છે કે આમનાથી છુટકારો મેળવવો અત્યંત જરૂરી છે. ઉપરાંત આની ખામીઓને સ્પષ્ટ કરવાની પણ જરૂરત છે, કે જેથી ભાવિ પીઢીઓ ફરીથી આ ભૂલોનું પુનરાવર્તન ન કરે. સાથો સાથ સમય પહેલાં સમસ્યાઓનો ઉકેલ પણ શોધી શકાય છે, જા તેમાં બહેતરી કે સુધારો લાવવાનો દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે. આ અંગે સુધારાના હેતુથી Participatory Democracyનો અવાજ પણ ઊઠતો રહ્યો છે. આ પણ લોકશઆહી વ્યવસ્થાનો જ કંઈક સારો-બહેતર રૂપ છે. પરંતુ સામાન્ય રીતે આની ઉપેક્ષા કરવામાં આવે છે. ડેમોક્રેસીની આ એ કાર્યપદ્ધતિ છે કે જ્યાં જનતાને સત્તા પ્રાપ્ત હોય છે કે તેઓ નીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે. સાથે જ પોતાના પ્રમાણની રૂએ ભાગીદારીનો મોકો મળે છે. તેમ છતાં ભારત જેવા દેશમાં અને આજે મામલો માત્ર ભારતનો જ નથી બલ્કે સમગ્ર વિશ્વમાં એક ખાસ સમૂહ-જૂથને આતંકવાદી પુરવાર કરવાનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેના પરિણામે મોટા અને લોકપ્રિય રાજકીય પક્ષો બહુમતી વર્ગને ખુશ કરવા માટે એક ખાસ સમૂહને કે જેની ઓળખ એક શાંતિપ્રિય ધર્મથી છે, તેને એક ખતરારૂપ પુરવાર કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરે છે, ઉપરાંત આ અપીલ પણ કરે છે કે આ ‘ખતરા’નો સામનો કરવા (કે ખતમ કરવા) માટે એમને જ મત આપવામાં આવે, કે જેથી (તેમના મતે) “આતંકવાદી સમૂહ”નું પ્રતિનિધિત્વ કોઈ પણ જગ્યાએ એ રીતે થવા ન પામે કે તેનો અવાજ મજબૂત બને અથવા સાંભળી શકાય. પ્રશ્ન આ છે કે શું જે સમૂહ-જૂથને ધાર્મિક આધારો ઉપર આતંકવાદી પુરવાર કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, વાસ્તવમાં શું તે આતંકવાદી છે? અને જે લોકો તથા આ વિચારધારા અંગે ધરાવનારાઓ આ પ્રયત્નશીલ છે શું તેઓ ખરેખર શાંતિ-પ્રિય છે? આ પ્રશ્નના જવાબમાં જ્યારે તથ્યો શોધવામાં આવે છે, કેસો જાવામાં આવે છે, ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવે છે અને આંકડાઓ એકત્ર કરવામાં આવે છે તો તમને આશ્ચર્ય થશે કે જે લોકો આજે સ્વયંને શાંતિ-પ્રિય કહી રહ્યા છે, વાસ્તવમાં તેઓ પોતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદી ગતિવિધિઓ (કે પ્રવૃત્તિઓ)માં સંડોવાયેલા અને પ્રોત્સાહન આપવામાં સક્રિય છે કે જેના પરિણામે સમાજનો બહુમતી વર્ગ ભયમાં સંડોવાયેલ છે, પ્રશ્નોમાં ઘેરાયેલ છે.

ચર્ચાની પશ્ચાદ્‌ભૂમિમાં કદાચ આ જ કારણ છે કે આજે એક મોટો વર્ગ પ્રચલિત લોકશાહી વ્યવસ્થાને અદ્યોગતિ શીલ વ્યવસ્થા સમજે છે. વાસ્તવિકતા આ છે કે વર્તમાન લોકશાહી વ્યવસ્થામાં એટલી હદે મોટી મોટી ખામીઓ ખુલીને સામે આવી ગઈ છે કે જેના પ્રકાશમાં આ વ્યવસ્થા ધીમે ધીમે સરમુખત્યારશાહીમાં બદલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આઝાદી અને લોકશાહીના વિકાસ માટે કાર્યરત્‌ એક અમેરિકી થિંક ટેન્ક ફ્રિડમ હાઉસના આંતરરાષ્ટ્રીય લોકશાહીના વાર્ષિક નિરીક્ષણ કે સમીક્ષાના પરિણામ મુજબ સમગ્ર વિશ્વમાં લોકશાહીને કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. એ નિરીક્ષણ મુજબ સમગ્ર વિશ્વમાં લોકશાહી વ્યવસ્થા અદ્યોગતિનો ભોગ બનેલ છે. વર્તમાન યુગમાં એ દેશોની સંખ્યા બહુ થઈ ગઈ છે કે જ્યાં રાજકીય હક્કો અને વ્યÂક્તગત સ્વતંત્રતાઓ પર પ્રતિબંધોમાં વધારો થયો છે. જા કે કેટલાક દેશોમાં સંજાગો બહેતર થયા (સુધર્યા) છે, પરંતુ તેમની સંખ્યા બહુ ઓછી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજથી પા સદી પહેલાં કે જ્યારે શીતયુદ્ધ સમાપ્ત થયું તો એવું લાગતું હતું કે હવે સરમુખત્યારશાહી સરકારો ભૂતકાળની કથાઓ બની જશે, અને વીસમી સદીની વિચારસરણીનું મોટું યુદ્ધ અંતે લોકશાહીએ જીતી લીધુ છે, પરંતુ આજે સમગ્ર વિશ્વમાં લોકશાહી અગાઉની તુલનામાં વધુ કમજાર થઈ ચૂકી છે. જે દેશોમાં લોકશાહી અદ્યોગતિની ભોગ બનેલ છે તેમાં બહુમતી એવા દેશોની છે જેમનાથી લોકશાહીના હવાલાથી સારી આશાઓ રાખવામાં આવી રહી હતી. ઈ.સ. ૨૦૧૭માં વિશ્વમાં લોકશાહીને પાછલા કેટલાય દાયકાઓના સૌથી મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો, અને એ દરમ્યાન સ્વતંત્ર તથા ન્યાયી ચૂંટણીઓ, લઘુમતીઓના હક્કો, પ્રેસની આઝાદી તેમજ કાયદાનું શાસન જેવા પાયાના લોકશાહી મૂલ્યો સતત દબાણના શિકાર રહ્યા. વિશ્વના ૭૧ દેશોમાં રાજકીય અધિકારો અને વ્યÂક્તગત સ્વાતંત્ર્યમાં ઘટાડો થયો, જ્યારે કે માત્ર ૩૫ દેશોમાં આ વિભાગોમાં સુધારો જાવા મળ્યો. આ વર્ષ આંતરરાષ્ટ્રીય સ્વતંત્રતાના હવાલાથી સતત એવું ૧૨મું વર્ષ રહ્યું કે જેમાં આ મૂલ્યોમાં અદ્યોગતિ જોવા મળી.

ફ્રિડમ હાઉસનું કહેવું છે કે લોકશાહી દેશોમાં લોકશાહી સામેની સમસ્યાઓનું પરિણામ આ નીકળ્યું છે કે ત્યાં એકલા જન-પ્રિય કે લોકપ્રિય આગેવાનો લોકપ્રિય થતા જઈ રહ્યા છે કે જેઓ દેશવટો ભોગવનારાઓની વિરુદ્ધની છે અને મૂળભૂત માનવ-અધિકારોની પરવા નથી કરતા. નિષ્ણાંતોનું કહેવું છે કે સૌથી વધુ પરેશાનીની વાત આ છે કે આજના યુવાનો કે જેમને ફાસીવાદી શાસકો અને સામ્યવાદી સરકારોની વિરુદ્ધ લોકોના લાંબા સંઘર્ષ વિષે જ્ઞાન નથી, તેમનો લોકશાહી પરથી ભરોસો ઊઠતો જઈ રહ્યો છે, અને તેઓ લોકશાહી ખાતર કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર નથી દેખાતા. આનું પરિણામ આ છે કે નવ-યુવાનોમાં લોકશાહીના હવાલાથી એક ખતરનાક બેદરકારી વધતી જઈ રહી છે, અને તેમના ખ્યાલથી આનાથી કોઈ ફેર નથી પડતો કે તમારે ત્યાં લોકશાહી છે કે નહીં! –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments