મર્કઝ જમાઅતે ઇસ્લામી હિંદમાં યોજાયેલ ઉલ્માએ કિરામના ૮ દિવસીય કાર્યક્રમમાં વિદ્વાનો અને બોદ્ધિકોએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો
જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રમાં ‘સમાજ સુધારણા વિભાગ’ દ્વારા આયોજિત ઉલ્માએ કિરામ,મદ્રસાઓના ફારેગીન, મસ્જિદના ઇમામો અને શિક્ષકોનો ૮ દિવસીય કાર્યક્રમ (૭ થી ૧૪ સેપ્ટેમ્બર ૨૦૧૭) યોજાઈ ગયો. આ અવસરે જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રીએ સંબોધન કર્યું અને દેશના બધા જ રાજ્યોથી વિવિધ દીની મદ્રસાઓથી ફારેગ થયેલા લગભગ ૨૦૦ ઉલ્માએ કિરામ જે પોતપોતાના મુકામે મકતબ અને મદ્રસાઓમાં શિક્ષણ અને મસ્જિદોમાં ઇમામત અને ઉપદેશ આપવાની ફરજ અદા કરી રહ્યા છે, હાજરી આપી.
કાર્યક્રમમાં દેશના પ્રસિદ્ધ ઉલ્માએ કિરામોએ કીંમતી પ્રવચનો આપ્યા, અને વિદ્વાનોએ વિવિધ વિષયો ઉપર ચર્ચાઓનું આયોજન કર્યું. આના સિવાય સહભાગીઓને પ્રશ્ન-ઉત્તર આપવાનો અવસર મળ્યો. કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ‘ઉમ્મતની એકતા’ સમયનો તકાદો છે. ઇસ્લામ અને મુસલમાનોના શત્રુઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમ્મતમાં અરાજકતા ઊભી કરવાનું આયોજનમાં વ્યસ્ત છે અને તેના ઉપર અનુસરણ પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉલ્માએ કિરામને આ જવાબદારી યાદ કરાવવામાં આવી કે તેઓ કુઆર્ન અને સીરતે પાક સ.અ.વ.ને આધાર બનાવી ઉમ્મતમાં એકતા ઊભી કરાવાનો પ્રયત્ન કરે. વિવિધ મુસ્લિમ દેશો વચ્ચે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉલ્માએ કિરામના આ પ્રોગ્રામમાં આ પરિસ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને મુસ્લિમ શાસકોથી અપીલ કરવામાં આવી કે તેઓ વાતચીતના માધ્યમથી સમસ્યાને હલ કરવાના પ્રયત્નો કરે. ભારતમાં મુસ્લિમ ઉમ્મત વિવિધ ફિર્કાઓમાં વહેંચાઈ ગઈ છે. આ ફિર્કાઓને માનનારા વચ્ચે સમાયાંતરે વિવાદો ઉભા થાય છે. આ ઉલ્માએ કિરામની જવાબદારી છે કે તેઓ ફિર્કાવાદથી ઉપર ઉઠી જનતાને બતાવે કે બધા જ સત્ય ઉપર છે, તેથી તે આધાર ઉપર એકબીજાની સાથે લડવાનું બંધ કરે.
ઉલ્માએ કિરામની મનસબી જવાબદારી છે કે તેઓ ઉમ્મતની સુધારણા માટે તત્પર રહે. મુસલમાનોની મોટી સંખ્યા દીનથી દૂર અને વિવિધ અન્ય વિધિઓના ફંદાઓમાં ફંસાયેલી છે. ઉલ્માએ કિરામથી વિનંતી કરવામાં આવે છે કે મુસ્લિમ ઉમ્મતની સામે કુઆર્ન અને હદીસના પ્રકાસમાં વાસ્તવિક ઇસ્લામ રજૂ કરે અને ખોટા રિવાજોની બૂરી અસરોથી સચેત કરે. મુસ્લિમોના વ્યક્તિગત કાયદાઓ (મુસ્લિમ પર્સનલ લૉ) ઉપર વર્તમાન સ્થિતિમાં વાંધાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે અને તેના ઉપર પ્રતિબંધ મૂકવાની વાતો ચાલે છે. તેનું એક મૂળભૂત કારણ આ પણ છે વાસ્તવિક દીનના શિક્ષણથી ઘણા મુસલમાનો અમલ ન કરવાથી બીજાઓ સુધી ખોટો સંદેશ જઈ રહ્યો છે. તેથી તેનો વાસ્તવિક ઉત્તર આપે. સમારંભ કે બીજા મહત્ત્વના કાર્યક્રમમાં મુસ્લિમોને નિકાહ, તલાક અને વિરાસતના સંદર્ભમાં ઇસ્લામી શિક્ષણથી વાકેફ કરે, સરળ રીતથી નિકાહને પ્રોત્સાહન આપે અને યુવતીઓને દહેજના બદલે વિરાસતમાં હક્ક આપવાનો અભિયાન ચલાવે.
સમાજ સુધારણામાં મહિલાઓની ખાસ ભૂમિકા હોય છે. સામાન્ય રીતે તેમના આગ્રહ અને હસ્તક્ષેપના કારણે સમાજમાં ઘણા કુરિવાજો વિકસે છે. ઉલ્માએ કિરામનું આ જવાબદારીઓ તરફ ધ્યાન અપાવવામાં આવ્યું કે મુસ્લિમ મહિલાઓની સુધારણા, પ્રશિક્ષણ અને ઇસ્લામી શિક્ષણ મુજબ તેમના વિચારો બદલવાના પ્રયત્નો કરવામાં આવે. તેઓની ખાસ સભાનું આયોજન કરવામાં આવે અને સમાજ સુધારણાના અભિયાનોમાં મહિલાઓની મદદ લેવામાં આવે.
ઉલ્માએ કિરામના આ કાર્યક્રમમાં આ જરૂરતની અભિવ્યક્તિ કરવામાં આવી કે યુવાઓનું માર્ગદર્શન કરવામાં આવે અને તેમનામાં સંતુલિત વિચારોનું પોષણ કરવામાં આવે જેથી તેઓ સમાજના શત્રુઓ અને અંતિમવાદીઓથી બચી શકે. કાર્યક્રમમાં આ જરૂરતનો પણ એહસાસ કરવામાં આવ્યો કે દેશબાંધવોમાં દા’વતી સંપર્કો ઊભા કરવામાં આવે અને પોતાની જીભ અને ચારિત્રથી ઇસ્લામનું વાસ્તવિક શિક્ષણ રજૂ કરવામાં આવે. દેશમાં ન્યાય અને શાંતિની સ્થાપના માટે જરૂરી છે કે સાંપ્રદાયિક સંંવાદિતાનું વાતાવરણ ઉભું કરવામાં આવે. વિવિધ ધર્મોના પ્રતિનિધિઓથી સંપર્ક બનાવવામાં આવે અને તેમની સાથે મળીને બધા જ વર્ગો અને બધા ધર્મોમાં માનવીય ભાઈચારાના વાતાવરણને પ્રોત્સાહન આપવામાં આવે.