દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય છે અર્થાત દરેક વ્યક્તિનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. વિશ્વમાં તમામ માણસોની વચ્ચે અમુક કાર્યોમાં સમાનતા જોવા મળે છે જેમકે આવશ્યક્તાઓ, જરૃરિયાતો, ઇચ્છાઓ, અભિલાષા, મનોઃકામના, ઉત્તેજના વગેરે. પરંતુ વિચારો, લાગણીઓ, વર્તન, યાદશક્તિ, કલ્પનાઓ વગેરેમાં સમાનતા નથી હોતી. જેવી રીતે દરેક વ્યક્તિની આંગળીઓની છાપ જુદી જુદી હોય છે. જો કે બધાની આંગળી આંગળીઓમાં રેખાઓ એક જેવી જ બનેલી હોય છે એવી જ રીતે વ્યક્તિત્વની ઓળખ પણ જુદી જુદી હોય છે, તમો તમારા વ્યક્તિત્વની અથવા બીજાના વ્યક્તિત્વની ઓળખ કરવા ઇચ્છતા હોવ તો સામાન્ય રીતે નીચે પ્રમાણે ચાર રીતો જે નિષ્ણાતોએ વર્ણન કરી છે તે અપનાવી શકો છે.
(૧) ખાસ લક્ષણોઃ
એક જ ઘરમાં ઉછરેલા અને એક જ મા-બાપના બે સંતાનોને ૫૦૦-૫૦૦ રૃપિયા આપીને તેમના લક્ષણોનું અવલોકન કરો. સહેલાઈથી તેમના વ્યક્તિત્વની ઓળખ થઈ શકે.એક તે ૫૦૦ રૃપિયામાંથી થોડીક ટોફી, ચોકલેટ ખરીદીને બાકીની ખાસ્સી રકમ તેના ગલ્લામાં મુકી દેશે. જ્યારે બીજો તેના મિત્રોને બોલાવશે અને ખાવા-પીવામાં આઈસક્રીમ ખરીદવામાં, સીડી ખરીદવામાં, સિનેમાં જોવામાં અને બતાવવામાં બધા રૃપિયા ખર્ચી નાંખશે. આનાથી અંદાજ આવી જશે કે પહેલો કસરકસર વાળો અને બીજો ઊડાઉ સ્વભાવવાળો છે. ફકત આટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ તેમની રીતભાતના વિષયમાં આ આગાહી કરી શકો છો કે પહેલો છોકરો એ સમયે પણ બચત કરશે, જ્યારે તેને ખર્ચ કરવો જરૂરી હશે, બીજો એ સમયે પણ ખર્ચ કરશે જ્યારે તેને ખર્ચ કરવાની આવશ્યકતા નહીં હોય. આ રીત-ભાતથી એ બંનેના વ્યક્તિગતની ઓળખ થઈ શકે છે.
એ છોકરાઓ ઉપર વધારે ચિંતન-મનન કરશો તો તેમનામાં બીજી પણ કેટલીક વિશેષતાઓ દ્રષ્ટિગોચર થશે. તેમના પૈકી પહેલો ઓછા બોલો અને શરમાળ પ્રકૃતિનો હશે. જ્યારે બીજો ચબરાક, વાતોડિયો અને મળતાવડા સ્વભાવનો હશે. એક હંમેશા બીજાઓની આગેવાની હેઠળ ચાલનારો હશે. તો બીજો સામાજીક પરિબળોમાં આગળ રહીને માર્ગદર્શન અને આગેવાનનો રોલ અદા કરશે. એક વ્યાકુળ, ચિંતિત, ઉદાસ અને દુઃખી હશે જ્યારે બીજો હસમુખ અને સંતોષી હશે. એક મોટી તકલીફને પણ ધીરજપૂર્વક સહન કરી લેશે. જ્યારે બીજો સામાન્ય તકલીફને પણ મોટુ સ્વરૃપ આપીને પ્રદર્શિત કરતો રહેશે. એવી જ રીતે જરૃરિયાતો, કાબેલિયતો, લાયકાતો, દુનિયા વિશે દ્રષ્ટિબિંદુ વગેરેમાં દરેક બે વ્યક્તિમાં ફરક દેખાશે. આ ખાસ લક્ષણોનું સમાન રીતે જુદા-જુદા પ્રસંગે પ્રગટિકરણ થતુ રહે તો આ લક્ષણો ચાલ-ચલગત જુદા-જુદા પ્રકારની ખૂબીઓવાળા સંગઠન દ્વારા અસ્તિત્વમાં આવે છે.
દા.ત. જે દૂરદ્રષ્ટિવાળો હશે તે મિલનસાર પણ હશે. અપરિચિતો સાથે પણ આગળ આવીને મળવામાં શરમ નહીં અનુભવે. અણબનાવના પ્રસંગે કોઈ પણ રીતે સુલેહ પ્રસ્થાપિત કરશે. આ અનુભવથી પ્રેરણા અને હિંમત પ્રાપ્ત કરીને તે આગેવાનનો રોલ પણ અદા કરી શકશે. સારૃ પરિણામ આવવાથી વિજયની ખુમારી પણ પોતાની અંદર પેદા કરી દેશે. આ રીતે ખૂબીઓવાળા સંગઠન અને દ્રઢતાના કારણે પણ વ્યક્તિત્વની ઓળખ અમુક પ્રકારથી થવા લાગે છે.
સુકરાતે મનુષ્યના ચાર વર્ગો પાડ્યા છેઃ
* ઉત્સાહી (Sanguine) અર્થાત્ પ્રફુલ્લિત, આત્મવિશ્વાસુ, આશાવાદી.
* ઉદાસ (Melancholic) અર્થાત્ ચિંતિત, દિલગીર, નિરાશાવાદી, મિતભાષી, અપ્રભાવી.
* ક્રોધી (Choleric) અર્થાત્ ઝઘડાળુ, આપત્તિદાયક, ગુસ્સાખોર, ચિડિયલ, ગરમ સ્વભાવ.
* સહિષ્ણુ (Phlegmatic) અર્થાત્ વિનમ્ર, સહનશીલ, ધીર-ગંભીર, ખૂબીઓ (ગુણો)ને શ્રેણીબદ્ધ કરીને અમેરિકન સભ્યતાએ વ્યક્તિના કેટલાક વિભાગો આ પ્રમાણે પાડ્યા છેઃ
– લીડરશીપઃ જે જવાબદારી સાંભળે, અનુયાયીઓ પ્રત્યે સહિણુતા દાખવે, આયોજનબદ્ધ રીતે કામ કરે, અને લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે. એનો વિરોધાભાસી અર્થ છે અનુયાયી.
– ઉદાર (Liberal) : તે જે બંધનોનો સ્વિકાર ન કરે, ધર્મ અને સામાજીક રીત-રિવાજોથી ઉપરવટ થઈને વિચારનારો હોય, બુદ્ધિને ઇશ્વરીય શિક્ષણના તાબે કરવાને બદલે માનવજીવનના માર્ગદર્શન માટે સ્થાન આપતો હોય. તેનો વિરોધાભાષી શબ્દ છે – રૃઢિચુસ્ત, જૂનવાણી વિચારધારક, અથવા પરંપરાનિષ્ઠ (Conservative).
– કામિયાબ (Winner): સફળ તે છે જે જિંદગીની દોડમાં આગળ નિકળી ગયો હોય, ધન, સ્થાન, ઇજ્જત, વૈભવ તેની ઓળખ બની ગઈ હોય. તેનો વિપરીત છે – વંચિંત (Loser).
– દિર્ઘદૃષ્ટા : તે છે જે મળતાવડા અને મિલનસાર સ્વભાવનો હોય, સશક્ત (પાવરફૂલ) હોય, વાક્પટ્ટ હોય. વાચાળ હોય, તેનો વિરોધી છે – અંતર્મુખી, અતડો.
આ અને આ રીતના બીજા પણ પ્રકારો શ્રેણીબદ્ધ કરવામાં આવેલા છે. વ્યક્તિની ઓળખ માટે આ સહેલો ઉપાય છે. પરંતુ વ્યક્તિના સમગ્ર પાસાઓને આવરી લેવા માટે આ ઉપાય અસમર્થ છે. આ રીતે વ્યક્તિની ઓળખ ઇસ્લામી તેહરીકમાં કેટલાક ગુણોના આધારે કરવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે દ્રઢ મનોબળ, શિક્ષિત, ત્યાગ અને બલિદાનની ભાવનાવાળો, નિશ્ચિત ધ્યેયવાળો વગેરે. કુઆર્નમાં પણ ઘણી જગ્યાએ સારા અને દુષ્ટ વ્યક્તિત્વની ઓળખ ગુણોના આધારે આપી છે. દ્રષ્ટાંત તરીકે કુઆર્ન કહે છે,
“આ લોકો ધૈર્યવાન, સત્યનિષ્ઠ, આજ્ઞાંકિત અને દાનશીલ છે અને રાત્રિના અંતિમ પહોરમાં અલ્લાહ પાસે મગફિરત (ક્ષમા અને મુક્તિ) માટે દુઆઓ માંગ્યા કરેછે.” (સૂરઃ આલે ઇમરાન-૧૭)
“અલ્લાહ તરફ વારંવાર પલટનારા, તેની બંદગી કરનારા, તેના ગુણગાન કરનારા, તેના માટે ધરતી ઉપર ભ્રમણ કરનારા, તેના આગળ રુકૂઅ અને સિજદો કરનારા, ભલાઈની આજ્ઞા આપનારા, બૂરાઈથી રોકનારા અને અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓની રક્ષા કરનારા, (એ શાનના હોય છે તે ઈમાનવાળાઓ જેઓ અલ્લાહ સાથે આ સોદો નક્કી કરે છે) અને હે નબી ! આ ઈમાનવાળાઓને ખુશખબર આપી દો.” (સૂરઃ તૌબા-૧૧૨)
આવી જ રીતે દુષ્કર્મોની ઓળખ પણ કુઆર્ન ગુણોના આધારે જ કરાવે છે. દ્રષ્ટાંત તરીકે,
“તમે જોયો તે માણસને જે પરલોક (આખિરત)ના ઈનામ અને સજાને ખોટાં ઠેરવે છે ? તે જ તો છે જે અનાથને ધક્કા મારે છે, અને ગરીબને ભોજન આપવા માટે પ્રેરિત કરતો નથી.” (સૂરઃ અલ-માઊન -૧,૨,૩)
વ્યક્તિની ઓળખ પણ કુઆર્ન ગુણો દ્વારા જ કરાવે છે, દૃષ્ટાંતરૃપે –
“હકીકતમાં ઇબ્રાહીમ ખૂબ જ સહનશીલ અને નરમ દિલનો માણસ હતો અને દરેક હાલતમાં અમારા તરફ રજૂ થતો હતો.” (સૂરઃ હૂદ-૭૫)
“હે પયગંબર ! ધીરજ રાખો, તે વાતો પર જ ે આ લોકો બનાવે છે, અને આ લોકોના સામે અમારા બંદા દાઊદનો કિસ્સો વર્ણવો, જે ઘણી શક્તિઓ ધરાવતો હતો. દરેક બાબતમાં અલ્લાહ તરફ રજૂ થનાર હતો.” (સૂરઃ સૉદ-૧૭)
“અને દાઊદને અમે સુલૈમાન (જેવો પુત્ર) પ્રદાન કર્યો, સર્વશ્રેષ્ઠ બંદો ! પુષ્કળ પ્રમાણમાં પોતાના રબ (પ્રભુ) તરફ રજૂ થનાર.” (સૂરઃ સૉદ-૩૦)
“જ્યારે કોઈ સૂરઃ ઉતરે છે તો આ લોકો એક-બીજા સાથે આંખોના ઇશારાથી વાતો કરે છે કે કયાંક કોઈ તેમને જોઈ તો નથી રહ્યું, પછી ચુપકેથી સરકી જાય છે. અલ્લાહે તેમના હૃદય ફેરવી દીધા છે, કેમ કે તેઓ નાસમજ લોકો છે.” (સૂરઃ તૌબા-૧૨૭)
(૨) આંતરિક ગતિશીલતા અથવા ગતિશીલ કલ્પનાઓઃ
માનવીના વ્યક્તિત્વની ઓળખનો બીજો સિદ્ધાંત ગતિ, ઊર્જા, શસ્ત્ર કહેવામાં આવે છે. ગુણોના સિદ્ધાંતના પ્રમાણે માણસોના પ્રકારની ગોઠવણી કેટલાક ગુણોના આધારે કરવામાં આવે છે. અમલી સ્વરૃપનું પ્રદર્શન બાહ્ય જગતમાં થાય છે. પરંતુ એ જરૂરી નથી કે વ્યક્તિત્વ જે પ્રમાણે દેખાય છે તે પ્રમાણે જ હોય. મોટાભાગે માનવીના અંતઃકરણમાં લાગણીઓ, આવશ્યકતાઓ, આંદોલન, ઉમંગ, જિજ્ઞાસા વચ્ચે એક ક્રમવાર અમલ થાય છે, જે મોટાભાગે દૃષ્ટિગોચર થતું નથી. આ બધી જ એક બીજા ઉપર અસરકર્તા હોય છે. ત્યાર પછી કોઈ વ્યક્તિની કાર્યપદ્ધતિ નક્કી થાય છે. આ પાસાથી જોવામાં આવે તો વ્યક્તિત્વ હુબહુ એ પ્રમાણે જ નથી હોતુ જે જાહેરમાં દ્રષ્ટિગોચર થાય છે. પરંતુ થોડી ઝીણવટથી કામ લેવામાં આવે તો લાગણીઓ, ઉમંગોના પાછળનું વ્યક્તિત્વ નજરમાં આવવા લાગે છે. આંતરમનના વિચારો, અને લાગણીઓની ઓળખ તો શક્ય નથી, પરંતુ તે વિચારો અને લાગણીઓ આચરણ રૃપે પ્રગત થાય છે. આ પ્રગટ થનાર આચરણનો જ્યારે અર્થ સમજવામાં આવે તો વાસ્તવિક વ્યક્તિત્વની ઓળખ થાય છે. આમાં એ વાતની આશંકા જરૂરી રહેલી છે કે આપણે હેતુ સિદ્ધ કરવામાં ભૂલ કરી બેસીએ, પરંતુ અનુભવ અને અભ્યાસ કર્યા પછી માણસને ખબર પડી જાય છે કે જાહેરમાં વ્યક્તિત્વ જેવું દેખાય છે, તેનાથી અલગ પણ છે. નીચે કેટલાક દ્રષ્ટાંતો સમજવા માટે આપવામાં આવે છે, જેથી વાત સમજવામાં સરળતા પડે. કોઈના વિષે કોઈ નિશ્ચિત નિર્ણય લાગુ પાડવાનો હેતુ નથી અને આ અનુમાન ખોટુ હોવાનો પણ સો ટકા સંભવ છે.
* મહિલાઓની ચોટલી : મોટાભાગે મહિલાઓના વ્યક્તિત્વની ઓળખ તેમના વાળની સ્ટાઈલના આધારે કરી શકાય છે. દા.ત. જે ચોટલી વાળે છે તે મોટાભાગે ઘરેલૂ ખાતૂન હોય છે અને કૌટુંબિક બંધનમાં પોતાની જાતને ફીટ કરવાના સ્વભાવવાળી હોય છે. ખુલ્લા, લાંબાવાળ વાળી સ્ત્રી મોટાભાગે આઝાદ સ્વભાવ અને આઝાદ ખ્યાલવાળી હોય છે. કોઈ બંધન કે નિયમની તે પાબંદ નથી હોતી. ઈશ્કબાજ હશે, જે મહિલા વાળ કટ કરાવે છે. તે વિચારોની સૃષ્ટિમાં પોતાને તે કામોમાં પુરુષની સમોવડી સમજતી હોય છે. જેમાં વાસ્તવમાં તે સમાન નથી હોતી. જે પુરુષોની જેમ વાળ કટ કરતી હોય તે પોતાને પુરુષોથી ચડિયાતી સમજતી હોય છે. આવી જ રીતે હીલ ચપ્પલ પહેરનાર સ્ત્રી પોતાની ઊંચાઈથી નાખૂશ અને લઘુતાગ્રંથીથી પીડાતી હોય છે.
* પુરુષોનું વાળ રંગવું: પુરુષોમાં મોટાભાગે ચાળીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી માથાના અને દાઢીના વાળ સફેદ થવા લાગે છે. વધારે પડતા લોકો તેને એવા જ રહેવા દે છે. પરંતુ કેટલાક તેને ડાઈ કરવા લાગે છે અને આ ક્રમ ૯૦ વર્ષના ઘરડાઓ સુદ્ધાંમાં જોવા મળે છે. અમુક વિચારો અને લાગણીઓના ગતિમાન આવેગોના કારણે વ્યક્તિ આવું કરતો હોય છે. રંગવાળાને પણ ખબર હોય છે કે તે ઘડપણમાં પગ મૂકી ચુક્યો છે, અને સામેવાળા પણ જાણે છે કે આ વ્યક્તિ ઉપર ઘડપણનો પડછાયો પડી ચુક્યો છે, તો પણ તેના માથાના અને દાઢીના વાળ કાળા દેખાય છે. જરૃર આ વ્યક્તિ યુવાન નથી. જેવો તે દેખાય છે. પરંતુ તે પોતાનો એબ અથવા નબળાઈને છુપાવવા ઇચ્છતો હોય છે. આ ચર્ચાને આગળ વધારીએ તો જરૃર નથી કે તે પોતાની ફકત એક નબળાઈને છુપાવે પરંતુ કેટલીય નબળાઈઓને તે છુપાવતો હોય છે. તે જાહેરમાં જેવા દેખાય છે, અંદરખાને પણ તેવો જ હશે તે નિશ્ચિતપણે કહી શકાય નહીં. જ્યારે માણસ જાહેરમાં કંઇક અને અંદરખાને કંઇક હોય તો પછી તેની સાથે વ્યવહાર કરવા માટે દિલ તૈયાર નહીં થાય. કારણ કે કઇ ઘડીએ તેનું વર્તન કેવું હશે. બીજી વાત એ પણ છે કે જે વ્યક્તિ આ માનવા માટે તૈયાર ન હોય કે હવે તેની ઉંમર ઢળી રહી છે. તે વ્યવહારમાં પણ વાસ્તવિક્તાનો સ્વિકાર કરવાવાળો બની શકતો નથી.
માનવીના અંતઃ કરણમાં નફસે અમ્મારા અને નફસે લવ્વામા વચ્ચે હંમેશા પરસ્પર સંઘર્ષ ચાલતો રહે છે. કોઈનો નફસે અમ્મારા બળવાન હોય છે, તો તે તેના ઉપર કાબૂ મેળવી લે છે, પરંતુ અંતઃકરણથી તો તે નફસે લવ્વામાનો વાર્તાલાપ સાંભળી રહ્યો હોય છે. તેનાથી વિપરીત કોઈનો નફસે લવ્વામા જાહેરમાં વ્યક્તિત્વ પર પ્રભાવી દ્રષ્ટિગોચર થાય છે. પરંતુ અંતરમનમાં તેનો નફસે અમ્મારા ઉછાળા મારી રહ્યો હોય છે. તેની ઝલક વ્યક્તિત્વમાં પ્રદર્શિત થઈ જાય છે. સંક્ષિપ્તમાં વ્યક્તિત્વની ઓળખ કેટલાક આંતરિક આવેગો પ્રદર્શિત કરતા રહેતા હોય છે. ઇસ્લામી પરિભાષામાં ‘નિયત’ તેની ઓળખ હોય છે. જાહેરમાં લાગે છે કે એક વ્યક્તિ ઘણો સખી છે. બીજો એક વ્યક્તિ દીનનો મોટો ખિદમતગુઝાર અને સક્રિય કારકૂન છે. ત્રીજો એક વ્યક્તિ મર્દે મુજાહિદ છે, પરંતુ તેનું વ્યક્તિત્વ અંદરખાને એટલું નથી જેટલું તે જાહેરમાં છે. વાસ્તવમાં આ આંતરિક આવેગો, દેખાડો, પ્રસિદ્ધી, અને નામના માટેની ભાવના જ હોય છે. હદીષમાં છે કે ક્યામતના દિવસે એવા વ્યક્તિઓને ઊંઘા મોઢે ઘસડીને જહન્નમમાં ફેંકવામાં આવશે. તેમના આંતરિક આવેગો ફકત આખેરતના દિવસે જ જાહેર નહીં થાય, પરંતુ દુનિયામાં પણ તે આવેગો કામ કરી રહ્યા હોય છે. એ આવેગોને જાહેર પરસ્ત અને બાહ્ય સ્વરૃપને જ જોનારા લોકોં તો દેખી શકતા નથી, પરંતુ જોે દીર્ધદ્રષ્ટિ હોય તો એવા વ્યક્તિને ઓળખી શકે છે.
સંક્ષિપ્તમાં વ્યક્તિત્વની ઓળખ માટેની આ પણ એક રીત છે કે વ્યક્તિત્વના બાહ્ય આચરણના પાછળ ક્યા ગતિશીલ પરિબળો કામ કરી રહ્યા છે તે પણ નજર સમક્ષ રાખવું જોઇએ. આ ગતિશીલ પરિબળો લાભદાયક પણ હોય છે. દા.ત. શુભેચ્છાની મનોઃકામના, નિખાલસતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે અને નુકસાનકારક પણ હોય છે, જેવા કે લઘુતાગ્રંથી, મોટાઈની કામના, આડંબર અને દેખાડાની ભાવના, નબળાઈઓને છુપાવવાની ચિંતા, કામ-વાસના, કીર્તિની ઝંખના વગેરે…