Friday, November 22, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણની વ્યાપક અવધારણા

શિક્ષણની વ્યાપક અવધારણા

શ્યામોલી સિંહ
(જવાહરલાલ નેહરુ, વિશ્વ વિદ્યાલય, દિલ્હી)

જ્યારે મને શિક્ષા પર કંઈક લખવાનું કહેવામાં આવ્યું તો મે પ્રથમ એ વિચાર્યું કે વર્ષના અંતે જે કાનૂન પસાર કરવામાં આવ્યા છે તેના ઉપર અથવા શિક્ષણ સંબંધે કંઈક લખું, પરંતુ આ વાતો ઘણી વખત લખાઈ ગઈ છે. પછી મેં ફરીથી વિચાર્યું કે તાલીમ કે શિક્ષાનો મારી દૈનિક જીંદગીથી શું સંબંધ છે. તેના ઉપર લખવું જાેઈએ. એક તરફ તો એ છે કે હું પણ એક સ્ટૂડન્ટ છું, રીસર્ચ સ્કોલર કહી શકાય, પરંતુ શિક્ષણને સમજવા માટે આ સૌથી ટુંકો રસ્તો છે. આપણી શિક્ષણ વ્યવસ્થાની હાલતના કારણે રિસર્ચ સ્કોલર હોવું પોતાનામાં ન તો સાચું શિક્ષણ આપે છે, ન પોતાના સમાજને સમજવામાં વધારે લાભદાયક હોય છે. ક્યારેક ક્યારેક અમે પોતાની જાતને સ્કોલર કહી દઈએ છીએ અને એક્ટિવિસ્ટ પણ, પરંતુ આપણી દૃષ્ટિ ઘણી ટુંકી બની જાય છે.

જાે કોઈએ મને સાચુ શિક્ષણ ને તાલીમ આપી છે, તો તે બે મહિલાઓ છે, એક મારી દાદી અને બીજી મારી સાસુ, આ બંને મહિલાઓ, બે તદ્દન ભિન્ન દુનિયા, ભિન્ન ધર્મ અને ભિન્ન ઇલાકામાં રહેનારા… એક હિન્દુ છે અને બીજી મુસ્લિમ. કદાચ આ લેખ ઘણા લોકોને બાળકો જેવો લાગી રહ્યો હોય, પરંતુ આ વાર્તા સાચી તો છે જ.. જાે કોઈનાથી તાલીમ વિશે કે શિક્ષણના મર્મ વિશે મેં શિખ્યું છે તો તે આ બંને છે. આ બંનેનું જીવન તાલીમ અને શિક્ષાનો ઔપચારિક અર્થ અને વાસ્તવિક અર્થનો ફરક બતાવે છે. મારી દાદીમા વધુ નથી ભણ્યા. સ્કૂલની વાત કરીએં તો તેમને ભણવા જ ન દેવાયા. તેઓ મને કહેતા હતા કે તે અને તેમની નાની બહેન ચોખાના ડબ્બામાં તમિલ મેગેઝીન છુપાવીને વાંચતા હતા. તેમના ઘરના પાસે જ એક ક્રિશ્ચીયન સ્કૂલ હતી, તે સ્કૂલવાળા વારંવાર કહેતા હતા કે તેમને ત્યાં ભણ્વા મોકલો, પરંતુ પરિવારના મોટાઓ ઇન્કાર કરી દેતા. આવું ઘણીવાર થયું હતું. પણ ના-હામાં બદલાતી જ નહીં, તેમ છતાં તેઓ ભણતા-વાંચતા રહ્યા. મને બાળપણથી તેમણે લખતા-વાંચતા શિખવ્યું. જેમકે ચિઠ્ઠી કેવી રીતે અને કેમ લખવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે તેમણે સામાજિક મહેણાં વિશે કદાપી ન વિચાર્યું. જે સામાન્ય રીતે છોકરીઓ માટે ખાસ કહેવામાં આવે છે…લગ્ન-શાદી ક્યારે થશે, કેવી રીતે થશે, આટલું ભણશે તો શું થશે? ભણીને શું કરશે? વિગેરે.. આજ કાલ તેઓ ખૂબ બિમાર રહે છે, પરંતુ ઘણા મહિનાઓ પછી મેં તેને ફરીથી જાેયા. તામીલ મેગેઝીન તેમના હાથમાં હતું. તેમની આંખોમાં મોતીયો આવી ગયો હતો અને વધારામાં બીમારી પણ… તેમને વાંચવાથી રોકી શકતી ન હતી.. જ્યારે મે તેમને પોતાનું M.Phil બતાવ્યું તો તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.

જે લોકો માટે શિક્ષણનો માર્ગ સમાજે બંધ કર્યો હોય છે, તેમનાથી વધારે શિક્ષાનું મહત્ત્વ કોણ સમજી શકે? પરંતુ લોકો પોતાનો માર્ગ શોધી લે છે. કુઆર્નમાં છે કે, “અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીથી પૂછવામાં આવશે, કે તેને કયા અપરાધ માટે મારી નાંખવામાં આવી?” (સૂરઃતકવીર).

મારા એક મિત્ર નિકહત ફાતિમા એ ફેસબુક પર લખ્યું હતુંઃ “Do not kill your daughters, also means… to not kill their dreams, to not bury their aspirations, to not stop them from following their personal and academic pursuits, to not question their ability of decision making and most importantly to not value sons over them.” બાળકીઓને જીવતા રાખવાનો અર્થ માત્ર એ નથી કે તેમના શરીરને જીવંત રહેવા દો, તેનો એ અર્થ પણ છે કે તેમના સ્વપ્નને જીવતા દાટી ન દો, શિક્ષણ એટલા માટે સ્વપ્ન નથી કે લોકો માત્ર ડીગ્રીઓ લઈ શકે અથવા એક નોકરી શોધે, શિક્ષણ પોતાના આસપાસની દુનિયાને સમજવાનો એક માર્ગ પણ છે, અને પોતાની જાતને સમજવાનો પણ.

બીજી મહિલા જેનો હું ઉલ્લેખ કરવા માંગુ છું તે છે મારી સાસુ. મારી શાદી એક વર્ષ પહેલાં થઈ છે.

હું તેમને એટલી નથી જાણતી જેટલા ઊંડાણથી મેં મારી દાદીને જાેયા છે. પરંતુ આ એક વર્ષમાં મેં ઘણું બધું શીખ્યું છે. તેમને સવારની નમાઝ પછી જાેઈને.. ઘણી વાર એવું થાય છે કે હું પાછી સુવા જતી રહું છું.

યુનિવર્સિટીની ઘણી આદતો એવી છે જે જલ્દી છૂટતી નથી. પરંતુ સાસુમાને મેં જાેયા છે, તે સમયે જ્યારે ચારે તરફ સન્નાટો હોય છે. કુઆર્ન હોય કે કોઈ બીજું પુસ્તક, તેઓ સંપૂર્ણ તન્મયતા સાથે વાંચતી રહે છે. મને મારી સુસ્તીનો અહેસાસ થાય છે કે જ્યારે અસાઈનમેન્ટ હોય કે સબમીશન, ત્યારે જ હું આવું કરી શકું છું એ પણ માત્ર મજબૂરીમાં જ કે કામ થઈ જાય, કામ પતી જાય, નહીંતર તેમના જેવી તલ્લીનતા આવતી જ નથી. દરરોજ આદત પાડીને તાલીમ પ્રાપ્ત કરવી, એક યુનિવર્સિટી અને સ્કૂલના સંકૂલના બહાર, જે ખાલી સમય મળે છે તેમાં વાંચવું, વિચારવું, તેના ઉપર જીવનમાં અમલ કરવો, આ અમે યુનિવર્સિટીમાં એટલું નથી વિચારતા જેટલું સાસુમા વિચારે છે.. સાસુમા એ વિચારે છે કે પોતાના પરિવાર અન ેપોતાના આસપાસના લોકોને કેવી રીતે ફાયદો થાય, કેવી રીતે તેઓ માત્ર આ દુનિયામાં જ ખોવાયેલા ન રહે અને આખિરત (પરલોક) વિશે વિચારે. અમે લોકો આંદોલન અને “આઈડેન્ટીટી પોલીટિસ્‌” (Identity Politics)ની પણ વાત કરીએ છીએ. આજકાલ યુનિવર્સિટીમાં, ઘણીવાર અમે કહીએ છીએ કે મુસ્લિમ મહિલાઓએ પોતાના અધિકાર માટે લડવાનું છે. અંતિમ એક વર્ષમાં અમે આવા ઘણા દૃષ્ટાંતો જાેયા, જામિયાથી, જેએનયુથી અને દિલ્હીના અલગઅલગ ખૂણાથી. પરંતુ જ્યારે આપણે મુસ્લિમ મહિલાઓ વિશે વિચારીએ છીએં, ત્યારે.. તેમાં આપણે ઘણી વખત ભૂલથી કે જાણીજાેઈને પણ. માત્ર એક યુનિવર્સિટીથી ભણેલી, અંગ્રેજી બોલનારી અને વિરોધમાં અવાજ ઉઠાવનારી મહિલાના વિશે વિચારીએ છીએં. વિરોધ પ્રદર્શનો તો એ પણ છે જે શાહીનબાગમાં આપણે જાેયા. ઘણાં લોકો ત્યાંની વૃદ્ધ મહિલાઓના વિશે લેખો છાપી દે છે. કદાચ આપણે પણ વિચારતા હતા કે તેઓ અત્યંત નાદાન છે અને કદાચ થીયરીમાં કંઈ વધારે જાણતી નથી. શું તેઓ માત્ર સડક પર બેસી રહેવા માટે આવી હતી કે પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભાષણ સાંભળવા? ઘણા લોકો તેમને દર્શકની રીતે જાેઈને જતા રહ્યા, ગણગણાટ સાથે.. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે તે પણ એક પ્રકારની તાલીમ જ હતી. શિક્ષણ હતું.. તે પણ એક સ્કૂલ હતી, જ્યાં મુસ્લિમ મહિલાઓ પોતાની જાતને અને એકમેકને શિખાવી રહી હતી કે નાગરિકતા શું હોય છે, અને એનઆરસી શું છે.. સીએએ શું છે .. અધિકાર શું છે?!

૨૦૨૦ એક લાંબુ વર્ષ રહ્યું, પરંતુ આ વર્ષમાં ઘણું બધુંુ શિખવા મળ્યું. આ પણ એક શીખ હોવી જાેઈએ કે જે વર્ષમાં કોરોના મહામારીના કારણે મોટાભાગની સ્કૂલો અને કોલેજાે બંધ રહી, પણ શિક્ષણ તો ન રોકાયુ. લોકો પોતાના ઘરોમાં, સડકો ઉપર, પરિવારોમાં ભણતા રહ્યા, શિખતા રહ્યા, તાલીમનો જે આઈડીયા છે જે પરિકલ્પના છે, તેને આપણે સમજયા જ નહીં. જાે આપણે આપણા ઘરમાં અને આપણા જ પરિવારમાં ઝાંકીને જાેઈએ તો કદાચ આપણને આનો જવાબ મળી જશે.. –•–

  • કાન્તિ માસિકના સૌજન્યથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments