કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં લઘુમતી વિદ્યાર્થીઓનો હિસ્સો માત્ર 7.5 ટકા છે, જે ચિંતાજનક પરિસ્થિતિ છે. પાછલા બે ત્રણ દાયકામાં, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા લઘુમતી વિદ્યાર્થીઓ, ખાસ કરીને મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ આ ગાબડું ભરવામાં સરકારની ગંભીરતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. લઘુમતી શિષ્યવૃત્તિ અને મૌલાના આઝાદ ફેલોશિપમાં છેલ્લા છ-સાત વર્ષમાં ઘટાડો એ ઉચ્ચ શિક્ષણમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનું એક મુખ્ય પરિબળ રહ્યું છે. સરકારે આ મુદ્દાની નોંધ લેવી જોઇએ અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ સંદર્ભમાં, શિષ્યવૃત્તિનો વ્યાપ વધારવો જોઈએ, ઉપરાંત લઘુમતીઓની પછાત જાતિઓ માટે પણ અનામતની જોગવાઈ કરવી જોઇએ.