ડૉકટરો અને સંશોધકોના સંશોધનોથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે લોકોમાં વધતુ જતુ કમર દર્દની મૂળ આપણી શિક્ષણ વ્યવસ્થા છે. એક સર્વે રિપોર્ટ મુજબ કમર દર્દના રોગીઓમાં તે લોકોની સંખ્યા વધારે છે જેમણે પોતાના વિદ્યાર્થીકાળમાં પુસ્તકો અને નોટબુકોથી ભરેલા વજનદાર બેગ ઉપાડવામાં પાંચ-છ વર્ષ ગાળ્યા હતા. લોકો આ બેગોને હવે અનાજની થેલીઓ કહેવા લાગ્યા છે. તેમનો ખ્યાલ છે કે નજીકના વર્ષોમાં આ થેલાઓ મજુરો ઉપાડીને લઈ જશે અને મજૂરોના તે સંગઠનો જે બપોરના સમયે ઓફિસમાં જમવાના ડબ્બા પરહોંચાડે છે બાળકોના પુસ્તકો પહોંચાડવાની જવાબદારી પણ પોતાના શિરે લઈ લેશે. ગલી-મોહલ્લામાં નિર્ધારિત સમયે હાથલારીઓમાં આ વસ્તુઓ ભેગી કરવામાં આવશે અને ટ્રાફિક પોલીસ પણ આ હાથલારીઓને બીજા વાહનો કરતા પહેલા માર્ગ કરી આપશે. પોલીસવાળાઓ માટે આ હાથલારીઓનું તે જ મહત્વ હશે જે આજે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સનું હોય છે. કેટલાક વાલીઓ આ સાંભળતા પણ જોવા મળ્યા છે કે તેમના સમયમાં બાળકોને સોંટીથી જે સજા આપવામાં આવતી હતી તે આ બેગોની સજા કરતાં સારી હતી. શિક્ષણ પણ સારૃં હતું. સંભવ છે વાલીઓનો આ વિચાર યોગ્ય હોય. તે ઘટના તો તમે સાંભળી હશે જે વિદેશમાં પધારેલા એક શૈક્ષણિક નિષ્ણાંતથી સંબંધિત છે. આ શૈક્ષણિક નિષ્ણાંત જ્યારે ભારત આવ્યા તો પોતાના દિનચર્યાથી ફારેગ થયા પછી એક કોલેજમાં ગયા કે જેથી વ્યક્તિગ રીતે આપણી શિક્ષણ પદ્ધતિની જાણકારી મેળવી શકે. ઉત્તરભારતની આ કોલેજ ન માત્ર વિશાળ પરંતુ ભવ્ય પણ હતી. (આપણે ત્યાં દરેક વસ્તુ સામાન્ય રીતે મહાન જ હોય છે. મહાન કવિ, મહાન વિદ્વાન, મહાન ઇમારતો, મહાન આયોજન અને મહાન વસ્તુઓમાં જે સૌથી મહાન હોય તે છે મહાન બજેટ). ભલે, આ કોલેજના વિશાળ સંકુલમાં લીલા વૃક્ષો, ફૂલોની વેલ, નરમ અને લીલાછમ લૉન, આ બધુ હતું. વૃક્ષોના છાયડામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ સઘળા હાજર હતા. પરમ શાંતિ જેવા માહોલ હતો. ફરક એટલો જ હતો કે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા ન હતા પરંતુ બીજા કાર્યોમાં વ્યસ્ત હતા. નિષ્ણાંત આ દૃશ્ય જોઈને ખુબજ પ્રભાવિત થયો અને જ્યારે તેમણે કોલેજના પ્રિન્સીપાલથી પૂછ્યું કે તમારા કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે તો પ્રિન્સીપાલે જવાબમાં કહ્યું ૧૫ ટકા. સારૃં થયું કે તે નિષ્ણાંતે આ ન પૂછ્યું કે તમારા કોલેજમાં કેટલા પ્રોફેસર ભણાવે છે, તો તેમની ટકાવારી ૧૫થી પણ ઓછી હોત.
આજની સભામાં આ ઘટનાની રજૂઆત ક્યારેય ન કરત. પરંતુ અમુક દિવસો પહેલા મેં પ્રોફેસર આલ મુહમ્મદ સરવરની એક ગઝલ વાંચી હતી જેનો એક શેર ભૂલથી મારા માનસમાં સુરક્ષિત રહી ગયો. આપ પણ સાંભળી લો;
ઇલ્મ કે ઇદારે ભી અભ તો કારખાને હૈં,
ઇલ્મ કે ઇદારોં મેં મારફત નહીં મિલતી.
મારફત (ઓળખ) તો દૂરની વાત છે સંકુલોમાં ‘જ્ઞાન’ નથી જેવી હાલત છે. પ્રોફેસર આલ મુહમ્મદ સરવરનું જીવન તો આ જ જ્ઞાનના ઉદ્યોગોમાં વિત્યું છે તેથી તેમની આ પંક્તિ માત્ર પંક્તિ નથી પરંતુ બોલતો અનુભવ છે. સંજોગાવશત આપણે ત્યાં ઉદ્યોગોમાં બિમાર ઉદ્યોગો વધારે થવા લાગ્યા છે. વિશેષ રૃપે કાપડ મીલો તો કાયમી બિમાર જેવી થઈ ગઈ છે. તેમના નામ જ ‘સીક મિલ્સ’ થઈ ગયું છે. આ ઉદ્યોગો નામ માત્ર ચાલી રહ્યા છે. તેથી વડીલો જ્યારે એક બીજાને મળે અને કોલેજમાં ભણતા પોતાના બાળકો વિશે વાતો કરે તો ખુબજ અફસોસ કરે છે. આ વાતનો અફસોસ નથી કે કોલેજમાં ભણાવતા નથી બલ્કે આ વાતનો અફસોસ કે બાળકોને કેમ કોલેજમાં દાખલ કર્યો. આપણે પોતે કોમ ન ગયા.
લોકો તો હવે એ પણ પૂછવા લાગ્યા છે કે શિક્ષણની જરૃર શી ? આજે પણ વ્યક્તિ શિક્ષણ મેળવીને એવી જ છે જેવી ‘પથ્થર યુગમાં’ હતી. એક મજેદાર વાત આ પણ સાંભળવામાં આવી કે એક જંગલમાં કેટલાક પ્રાણીઓ આપસમાં ઝઘડી રહ્યા હતા. શોરબકોર સાંભળી એક સિંહ પોતાની ગુફામાંથી ગર્જના કરતો બહાર આવ્યો અને બોલ્યો, ‘શું મનુષ્યઓની જેમ ઝઘડી રહ્યા છો, બંદ કરો આ ઇન્સાની નાટક.’
જ્યાં સુધી આપણી શિક્ષણ પ્રણાલીનું સંબંધ છે તેના વિશે કહેવામાં આવ્યું છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં બે વસ્તુઓની અછત છે. એક વ્યવસ્થાની બીજું શિક્ષણની. આ શિક્ષણ વ્યવસ્થા આપણા સરકારી દવાખાનાઓની તે દવા જેવી છે જેમાં માત્ર પાણી હોય છે તે પણ બેકટેરીયાજન્ય. વાસ્તવમાં ટ્રેજડી એ થઈ, ટ્રેજડી નહીં કોમેડી આ થઈ રહી છે કે શિક્ષણ વ્યવસ્થા ઘડવામાં હવે શૈક્ષણિક નિષ્ણાંતોને તકલીફ આપવામાં આવતી નથી. આ વ્યવસ્થા હવે સરકારી અધિકારીઓની કલમની ઉપજ છે. યુનિવર્સિટીઓ પણ સરકારી ઓફિસ જેવી થઈ ગઈ છે. આ વાતથી તમે વાકેફ છો જ કે જ્યારે કોઈ પણ કાયદો બનાવવામાં આવે છે તો તેનો મસોદા જનતાનો અભિપ્રાય લેવા પ્રકાશિત કરવામાં આવે છે. લોકોના મંતવ્યોને જનહિત માટે પ્રકાશિત કરવામાં આવતા નથી અને એકવાર કાયદો લાગૂ કરી દેવામાં આવે તો તેમાં સુધારા-વધારાનો દોર શરૃ થઈ જાય છે અને તેને જનમત માટે પ્રકાશિત કરવામાં આવતો નથી. જનમતને જનહિત માટે પ્રકાશિત કરવાની પાબંદી નથી. આ બિંદુ વિચારવા યોગ્ય છે એટલે જ આપણે ત્યાં જેટલા પણ કાયદા છે તે સુધારાઓ યુક્ત છે અને જનમતથી મુક્ત મૂળ કાયદો ૧૦ પૃષ્ઠોનું અને સુધારા ૧૦૦ પૃષ્ઠોનો, આ એક ગુણ છે જેના થકી યુનિવર્સિટીઓ અને શાળાઓને સરકારી ઓફિસ બનાવી શકાય છે. તેનો એક દાખલો આ છે કે આપણે આપણા વિદ્યાર્થીકાળમાં ભારતનો ઇતિહાસ ભણતી સમય ખૂબ જ મુશ્કેલીથી આ યાદ કર્યો હતો કે જહાંગીર, શાંહજહાંના પિતા હતા કે પુત્ર હવે તેની જરૃર જણાતી નથી. કેમકે યુનિવર્સિટીઓમાં જે ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવે છે તેમાં ‘મોઘલ યુગ’ છે જ નહીં. વિદ્યાર્થીઓને તેનાથી વધારે સરળતા શું આપી શકાય! સુવિધાની વાત આવી તો આ પણ સાંભળી લો કે શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ત્યાં સુધી આપવામાં આવતી નથી જ્યાં સુધી વરસાદની મોસમ ન પતી જાય. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે બાળકો વરસાદના દિવસોમાં શાળાએ જશે તો બધી પલડીને ખરાબ થઈ જશે. એવું પણ બને છે કે કોર્સની પુસ્તકો લખનાર લોકો એટલા ઝડપથી કામ કરે છે કે ગત વર્ષની કોર્સની પુસ્તકો નિકળી બાઈન્ડીંગમાં પહોંચી જાય છે અને આ લોકો કોર્સ બદલી નાંખે છે.
ક્યારેક જ્ઞાનના ઉદ્યોગોમાં હડતાલ પણ થાય છે અને કેમ ન થાય. આપણે ત્યાં હડતાલનો અધિકાર તે દરેક વ્યક્તિને છે તે કામ ન કરતી હોય અને આપણા ત્યાં હડતાલો વાસ્તવિક હડતાલ હોય છે. એવું નથી કે કાર્ય કરી રહ્યા હોય અને કહી રહ્યા હોય કે અમે હડતાલ પર છીએ. હાલમાં જ મારો એક મિત્ર જાપાન જઈને આવ્યો. મારાથી મુલાકાત થઈ તો બોલ્યો, ‘આ જાપાન પણ અદ્ભૂત દેશ છે. એક ઉદ્યોગમાં ગયો તો જોયું કે કામ કરનારા મજુરોએ એક હાથ પર કાળી પટી બાંધી છે મે વિચાર્યું કે કંપનીના ડાયરેક્ટરની વર્ષગાંઠ હશે. પરંતુ જનરલ મેનેજરે બતાવ્યું કે મજુરો હડતાલ પર છે.’ આ પણ કોઈ હડતાલ છે કાર્ય થઈ રહ્યું છે. ઉત્પાદન થઈ રહ્યું છે. બહુ ખરાબ છે. ન ટીયરગેસ છોડવામાં આવી રહ્યા ન સેના ફરી રહી છે અને કહેવાઈ રહ્યું છે કે હડતાલ છે. હડતાલનો બોધ અમો ભારતવાસીઓથી લેવા જોઈએ. શૈક્ષણિક સંકુલોની હડતાલ તો હડતાલ જેવી જ નથી હોતી તેની બનાવટ હોય છે. પહેલા શિક્ષકો હડતાલ પર જાય છે તે પાછા આવે તો સ્ટાફ હડતાલ કરે અને તેઓ ફરે છે ત્યાં તો બધુ વ્યવસ્થિત થાયને વિદ્યાર્થીઓ હડતાલ પર બેસી જાય. આને આપણે ત્રિમૂર્તિ હડતાલ કહી શકીએ. તેને આપણે ત્રિભાષા સૂત્રનું નામપણ આપી શકીએ. ત્રિભાષા સુત્રનો લાભ આ છે કે વ્યક્તિ ત્રણ ભાષા બગાડી શકે છે. હાલમાં જ એક સેમીનારમાં એક પ્રોફેસર સાહેબે કહ્યું તમે તમારા બાળકોને અંગ્રેજી શાળામાં જરૃર મોકલો કેમકે ત્યાં બધુ જ ભણાવવામાં આવે છે માત્ર અંગ્રેજી ભણવાતી નથી.
શૈક્ષણિક સંકુલો પર સરકાર ખૂબ જ મહરબાન છે. જ્યાં પણ બિસ્માર શાળા નજર પડે સમજી લેવું તે મ્યુનિસિપલ ઊર્દુ શાળા છે. તેનો લાભ આ છે કે જ્યારે વરસાદમાં જુની ઇમારતો પડે છે તેમાં શાળાની કોઈ ઈમારત હોતી નથી. કેમકે તે પહેલાથી જ પડી ગયેલી હોય છે. શાળાઓમાં બે વસ્તુઓ જોવા લાયક હોય છે. એક તો તે વસ્તુ જેનું ઉલ્લેખ અહીં યોગ્ય નથી. ત્યાં વિવિધ પ્રકારના વાક્યો લખેલા હોય છે અને બીજુ શાળાનો ફર્નિચર. તેને મે જોવા લાયક એટલા માટે કહ્યું કે તે માત્ર જોઈ શકાય છે. વાપરી શકાય નહીં. કહેવાય છે કે આ ફર્નિચર લોર્ડ મેકાલે યુગમાં તૈયાર કરાયું હતું. શાળાના એક શિક્ષક સાથે એક ઘટના ઘટી તેની ખુરશી તેના હૃદયની જેમ તૂડી પડી. તેણે નવી ખુરશી માટે અરજી કરી અને સાંજે જ તેને ખુરશી મળી ગઈ. શાળાના ઇતિહાસમાં ક્યારેય આવુ થયું જ ન હતું. ખુશીના લીધે તે યુવાન શિક્ષકને ‘હાર્ટએટેક’ થઈ ગયું. તે લોકો જેઓ સરકારના વિશેમાં બુરા ખ્યાલો ધરાવે છે કહેવા લાગ્યા કે હવે શાળાઓમાં જ નહિ આખા દેશમાં જો કોઈ વસ્તુ બચશે તો તે માત્ર ખુરશી હશે.
આપણી શાળાઓમાં એક સારૃ એવું કામ શરૃ થયું છે કે બાળકોને દાખલ કરતા સમય તેમના વાલીઓનો પણ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. બાળકો તો પાસ થઈ જાય છે પરંતુ વાલીઓ નિષ્ફળ થઈ જાય છે અને બાળકના ભાગ્ય પર સ્ટેમ્પ લાગી જાય છે. ઇન્ટરવ્યુની આ પદ્ધતિ એટલા માટે શરૃ કરવામાં આવી કે તેમને ખબર પડી જાય કે વાસ્તવમાં બાળકોને તેમને જ ભણાવવાનું છે. શાળામાં તો માત્ર ફી જમા કરાવતા રહેવાનું છે. હું માત્ર સામાન્ય ફીનો ઉલ્લેખ કરી રહ્યો છું, સ્પર્ધાત્મક ફી વિશે કશું નહી કહું, કેમકે સ્પર્ધાત્મક ફી તો ખૂબ જ પવિત્ર વસ્તુ છે તે શાળાઓમાં જ્યાં વાલીઓનું ઈન્ટરવ્યુ લેવામાં આવતો નથી. મોટી સંખ્યામાં બાળકો શાળા પ્રવેશથી વંચિત રહી જાય છે. અશિક્ષિતપણાને દૂર કરવા તેનાથી સારી વાત શું થઈ શકે. પ્રોઢ શિક્ષણના કેન્દ્રો તેની સાબિતી આપવા માટે પૂરતા છે કે આપણે ત્યાં ભણતરથી વધુ અભણતરની બોલબાલા છે.
અંતમાં એક વાત મારે કહેવાની છે કે ભણેલા અને શિક્ષિત લોકોથી આપણા અશિક્ષિત લોકોને બહુ ફાયદો થાય છે અને વિશેષરૃપ કુટુંબ કલ્યાણના મામલામાં તો આ ફાયદો એટલી વિશાળ દૃઢતાથી પહોંચાડવામાં આવે છે કે શંકા થવા ૭લાગે છે કે આ વિભાગમાં કામ કરનાર લોકો ક્યાંય હાતિમતાઈના વંશજ તો નથી જ્યારે પણ ભણેલી ગણેલી નર્સો ઉચ્ચ શિક્ષિત ડૉક્ટરોની હાજરીમાં કોઈને કુટુંબ કલ્યાણનું ઇંજેકશન આપે છે તો એટલું ભારે પડે છે કે ઇંજેકશન લેનારની અંદરની શ્વાસ અંદર અને બહારની શ્વાસ બહાર રહી જાય છે. કુટુંબ કલ્યાણનું ધ્યેય પણ આ જ છે. “આપણે દરેક મોરચે કેટલા સફળ થઈ રહ્યા છે..”