આપણી શિક્ષણ વ્યવસ્થા વિશે એક સાથે બે વિરોધાભાસી મંતવ્યો રાખી શકાય છે. (૧) આ જુનવાણી છે, ફકત શિક્ષિત બેરોજગારોની ફોજ વધારે છે. (૨) પુસ્તકના આધારે અમોએ અંધકાર અને નાસિપાસ યુગમાં પોતાની લાયકાતો અને કાબેલિયતોના ડંકા વગાડયા. અને નિપુણતા તથા શ્રમના ઝળહળતા ઉદાહરણો સ્થાપિત કર્યા! આજ કાલ સામુહિક રીતે શિક્ષણ સંબંધિત સમસ્યા વિશે આ માંગણી વધી રહી છે કે જેટલું વહેલું શક્ય હોય શિક્ષણ વ્યવસ્થામાં સુધાર થવું જોઈએ. નહીંતર શિક્ષણનો પ્રકાશ ઝાંખો પડી શકે છે, બલ્કે સમાજ સર્વગ્રાહી રીતે બગાડ અને નૈતિક અદ્યોગતિથી ગ્રસ્ત થઈ જશે છે, તેથી વધુ પ્રાણઘાતક પુરવાર થશે. દેખીતુ જ છે કે શિક્ષણના આધારે જ કોઈ સુસંસ્કૃત, સંવેદનશીલ જવાબદારીથી સજ્જ, સુધારણા પ્રાપ્ત સમાજની રચના અને નિર્માણ શક્ય હોય શકે છે. આ વાસ્તવિકતાના પ્રકાશમાં આ વાત સંતોષકારક છે કે લોકો આ વિશે વૈચારિક દૃષ્ટિએ એક જુટ છે કે આપણી શિક્ષણ પ્રણાલી પરિણામ જન્ય માર્ગ પર બની હોત કે જેની છાત્રછાયા હેઠળ યુવા વંશ દેશ અને દુનિયામાં માંથુ ઉચું કરીને જીવન જીવી શકે. શિક્ષણ પ્રણાલીની એક ખામી વિશે વાસ્તવિકતા જાણકાર અને જાગૃત લોકોની ફરિયાદ આ છે કે શાળાના અભ્યાસક્રમમાંથી નૈતિકતાનું તત્વ બહાર કાઢીને આપણા શાસકોએ સારૃ નથી કર્યું. એટલા માટે શાસકોને જ્યારે પણ ફુરસદ મળે તો પ્રાથમિકતાની દૃષ્ટિએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. નૈતિકતાથી સજ્જ થઈને જ નવયુવાનો આગળના સમયમાં વિવિધ જીવન ક્ષેત્રોમાં પોતાની ફરજોના હક્કો સફળતાપુર્વક અદા કરી શકે છે.
આમા બે મત નથી કે શિક્ષણને નૈતિકચારિત્ર્ય ઘડતરની ભૂમિકામાંથી બાકાત કરવાથી યુવાવંશ નકારાત્મક માર્ગે ખૂબ ઝડપથી લપસી રહ્યું છે. આ સામાન્ય બિમારીને રોકવા માટે શિક્ષણ વિભાગ સંબંધિત અમલદારોની પ્રથમ પ્રાથમિકતા આ હોવી જોઈએ કે શાળામાં બાળકો અને બાળકીઓના નૈતિક ચારિત્ર્ય ઘડતરના નિબંધો અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવે. અલબત્ત આ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે આ સમગ્ર વ્યવસ્થાને ચલાવવામાં શિક્ષકોની ભૂમિકા ઘોરીનસની હેસિયત ધરાવે છે. અગર જો તેઓ કર્તવ્ય પાલક હોય, પોતાના કાર્યની પવિત્રતાથી સચેત હોય, નવી યુવાપેઢીના શિક્ષણ-પ્રશિક્ષણ પ્રતિ પોતાની જવાબદારીઓથી ન્યાય કરનારા હોય તો સુધારણા શક્ય છે, નહીંતર કોઈ પણ શિક્ષણ યોજના કેટલીય લાભપ્રદ અને શ્રેષ્ઠ હોય, બધી જ નકામી જશે.
આજની કડવી વાસ્તવિકતા છે કે બીજા સરકારી કર્મચારીઓની જેમ સરકારી શિક્ષકોમાંથી અમુક ગણ્યા ગાંઠીઆને બાદ કરતા, વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર તો દૂરની વાત છે પોતાના ચારિત્ર્યમાં પણ નિચલા સ્તરના દેખાઈ રહ્યા છે. એટલા માટે શૈક્ષણિક અમલદારોના પ્રયાસો ત્યાં સુધી કોઈ રંગ લાવી નહી ંશકશે, જ્યાં સુધી શિક્ષકો સંવેદનશીલ, જાગૃત અને સૌથી વધુ આ કે ભૂતકાળના શિક્ષકો અને ગુરૃઓની જેમ ફરિશ્તા જેવા ગુણો ધરાવતા ન હોય. જે શિક્ષક પોતાના કર્મની ચાવીરૃપ અગત્યતાનો જાણકાર હોય, દિર્ઘદૃષ્ટા હોય, જાગૃત હોય, હમદર્દોથી લિપ્ત હોય તો તેના ભણાવેલા વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે છે. આદર-સત્કારના સિતારાઓ તેમને નતમસ્તક સલામ કરે છે. પ્રેમ અને ગરિમાના પુષ્પો એમના ભાગ્ય બને છે. પરંતુ ખરેખર આ બધુ જ ફરિશ્તા જેવા ગુણો ધરાવતા શિક્ષકોના પ્રયાસોનું પરિણામ હોય છે.
ભૂતકાળમાં આપણે ત્યાં ગંભીર-ચિંતક, નેક સ્વભાવ ધરાવતા શિક્ષકોની ભરમાર હતી. જેમનાથી વિદ્યાર્થીઓ પોત-પોતાની માંગ અને જરૂરત પ્રમાણે લાભ લેતા હતા. તેમનું સમાજમાં માન-સન્માન થતું હતું અને શિક્ષકો વાલિઓથી દૂઆઓ લેતા હતાં. ઈમાનદારી, નિપુણતા, વાત્સલ્યતા, સાદગી, નિખાલસતા અને હમદર્દીના હરતા-ફરતા પુતળા આવા શિક્ષકો જ્વેલ્લેજ જોવા મળે છે. બલ્કે સત્ય આ છે કે આપણા સમાજમાં જીવનના દરેક ક્ષેત્રમાં આવા લોકો દુર્લભ થઈ ગયા છે. અગર જો ખરેખર સમાજમાં શિક્ષકોએ પોતાનું ખોવાએલ સ્થાન અને રૃત્બો બ્હાલ કરવું હોય અને આકાશો તથા ધરતીના માલિકની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેના માટે પરિશ્રમ-એકાગ્રતા તથા તલ્લીનતાના ઈંટનો ગારો, નિખાલસતાની સજાવટ અને સૌથી વધુ આ કે અલ્લાહના બંદાઓની સેવાની મશાલો પ્રજવલિત કરી નૈતિક સમાજનું નિર્માણ કરવું પડશે. પરંતુ આના માટે શિક્ષણમાં સુધાર અને સાચું ચિંતાનાત્મક દૃષ્ટિકોણ ધરાવતું શિક્ષણ જરૂરી છે. *
(દૈનિક ઃ કાશ્મીરે ઉઝમા, શ્રીનગર)