Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસસત્ય અને ન્યાયની અવગણનાથી વિશ્વ અશાંતિ

સત્ય અને ન્યાયની અવગણનાથી વિશ્વ અશાંતિ

સામાન્ય રીતે લોકો એવું સમઝે છે કે જે જુઠ ન હોય બસ એજ સત્ય છે પરંતુ સત્યની આ પરિભાષા અત્યંત સંકુચિત અને અપૂર્ણ છે, સત્ય પોતાનામાં અનંત અર્થ ધરાવે છે. આ સત્ય છે કે જુઠ ન બોલવું, સત્ય બોલવું એ આપણું કર્તવ્ય છે. લેવડ-દેવડમાં ન્યાયને જાળવી રાખવું, કોઈ પણ વ્યવહાર કરતી વખતે કોઈ પણ વ્યક્તિને ધોખો ન આપવો, આ સત્યની નીતી છે. પરંતુ સત્યનો સંબંધ માત્ર આટલી જ વાતોથી નથી.

જીવન અને જગતની સચ્ચાઈ શું છે? કયો માર્ગ અને કઈ જીવનશૈલી સત્ય છે? જીવનનો કયો માર્ગ જે સત્યને અનુકૂળ નથી પરંતુ તેની વિરૂદ્ધ છે? આ જાણવું પણ આપણું કર્તવ્ય હોય છે. સારાંશ એ કે સત્યને અત્યંત વ્યાપક દૃષ્ટિથી જોવાની જરૃર છે. મનુષ્ય અને પશુઓમાં મૌલિક અંતર જોવા મળે છે. પશુઓનું જીવન માત્ર આટલું જ છે કે ખાવુ-પીવું, આરામ કરવું અને પોતાના કુળને જાળવી રાખવું. ખાવું-પીવું, સુખ-સુવિધાની ચિંતા કરવી અને પોતાના કુળને જાળવી રાખવું, જો આ મનુષ્યના જીવનનો પણ આ જ અર્થ હોય તો તાત્વિક દૃષ્ટિથી માનવ અને પશુઓમાં કોઈ અંતર રહેતું નથી. બંનેમાં અંતરતો એજ સ્થિતિમાં જોવા મળશે કે જ્યારે માનવીનું જીવન સ્તર પશુઓ કરતા ઘણું ભિન્ન અને ઉચ્ચ હોય.

૧. પરમ તત્વની શોઘ: સત્ય અને જીવનના પરમ તત્ત્વની શોધ પશુઓને નથી હોતી, તેમનું સર્જન માત્ર મનુષ્યોની સેવા માટે કરવામાં આવ્યું છે. બસ આ જ તેમના અસ્તિત્વનો ઉદ્દેશ્ય છે. પશુ જ નહીં સૂર્ય, ચન્દ્રમા, પૃથ્વી અને જેટલી વસ્તુઓ પણ જગતમાં જોવા મળે છે બધી જ મનુષ્ય માટે છે. પરંતુ મનુષ્યનું સર્જન એટલા માટે કરવામાં આવ્યું છે કે તે જીવન અને જગતના વાસ્તવિક ઉદ્દેશ્યને જાણે અને તેના તાત્વિક અર્થને સમઝે અને તેનું જીવન પરમ સત્યની છાયામાં પસાર થાય. તે સામાન્યમાં અસામાન્યને જુએ, વર્તમાનમાં તેને શાશ્વતનો પ્રતિત અને જીવનની અનંત સંભાવનાઓનો આભાસ તેને થાય. એનું જીવન બ્રહ્મ-વિહાર બની જાય.

કુઆર્નમાં સત્યને ‘હક’ કહેવામાં આવ્યું છે અને જુદી જુદી જગ્યાઓ પર હક (સત્ય)નો ઉપયોગ થયો છે, તેથી જ્ઞાાત થાય છે કે હક અથવા સત્યનો અર્થ અત્યંત વ્યાપક અને સંગ્રાહક છે. આપણે અહીં સત્યની બાબતે કેટલીક મૌલિક વાતો પર ચર્ચા કરીશું.

૨. તથ્યઃ સત્ય તથ્યાત્મક હોય છે, ભ્રમ નથી હોતુ. તથ્ય સત્ય હોય છે, પરમ સત્ય અને મૌલિક સત્તા ઈશ્વરની છે તે અવ્યય છે. જેનું ક્યારેય પણ નાશ નથી થઈ શકતું. અસ્તિત્વનો મૂળ તત્ત્વ એ જ છે તે નિત્ય છે સદાસર્વદા રહેવાવાળો છે.

ઈશ્વર પર સત્ય છે, તેથી તેનો અવિનાશી છે. તેનો સ્વરૃપ કયારેય બદલી નથી શકતુ. તે પરમ અને અંતિમ સત્ય અને સત્તા છે, અંતઃ તે એક જ અને અદ્વિતિય છે અને કોઈ પણ વસ્તુ તેના સમાન અને સમકક્ષ નથી. કોઈ પણ તેની જગ્યા નથી લઈ શકતો.

ઇશ્વરના બે રૃપ માનવામાં આવે છે. પર અને અપર. એને નિર્ગુણ અને સગુણ પણ કહેવામાં આવે છે. આ એક જ ઈશ્વરની બે વિશેષ્તાઓ છે. સંસારમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ, તે બધુ ઈશ્વરની રચના અને તેની દયાલુતા અને અનુકમ્પા છે. તે જ જગતનો આધાર છે, જગત એક રીતે તેનો પ્રતિક અથવા તેની નિશાની અથવા ચિહ્ન છે. જગત તથા જગતની કોઈ અસાંસારિક અને અલૌકિક વસ્તુ અથવા ભાવ ને દર્શાવે છે. (એની તરફનો સંકેત આપે છે, સાંસારિક વસ્તુઓ માત્ર પ્રતિક છે, તે અંતિમ સત્યને યથાવત પ્રકટ કરવામાં અસમર્થ છે. પ્રતિક માંત્ર ઝાંકી આપવાનું કામ કરે છે. મૂળ તત્ત્વના વિષયમાં વિદ્વાનોની દૃષ્ટિમાં માત્ર અનુભવનો છે, આંખો તેને નહીં પરંતુ તેના દ્વારા જોવે છે. અંતઃકરણ જ તેનું સાક્ષી છે.

ઈશ્વરના પર-રૃપ અથવા નિર્ગુણ હોવાનો અર્થ એ છે કે એની સત્તા રહસ્યમય છે અને રહસ્યમય રહેવાની છે. એને જાણ્યા પછી પણ અજાણ્યું રહેવાય છે. એનું રહસ્ય, તથ્ય અને તેની ઊંડાઈઓને સંપૂર્ણપણે જાણવું અસંભવ છે. આ તેની વિશિષ્ટતા છે. તે આ દિશામાં સંપૂર્ણપણે સર્ગુણ પણ છે કે જીવનમાં એની સાથે આપણો ઘનિષ્ટ સંબંધ છે. એ જ આપણા અસ્તિત્વ અને જીવનનો આધાર છે.

કુઆર્નમાં ઈશ્વરને હક(સત્ય) કહેવામાં આવ્યું છે. (જુઓ – ૨૨ઃ૬, ૨૪ઃ૨૫)

૩. સત્ય વ્યાપક હોય છે: એવું નથી હોતુ કે તે ક્યારેક કે ક્યાંક સત્ય હોય અને ક્યારેક અને ક્યાંક સત્ય ના હોય.

ઈશ્વર સત્ય છે અને તે વ્યાપક અને અનંત પણ છે. સંપૂર્ણ જગત તેના જ પ્રકાશથી પ્રકાશિત છે. દરેકનું અસ્તિત્ત્વ તેની ઉપર જ આધારિત છે. તે આપણું અંગ-સંગ પણ છે અને સૌનો આધાર તે જ છે. અને તે સ્વયં કોઈ સહારો કે આધારની અપેક્ષા નથી રાખતો. કુઆર્નનું કથન છે ઃ- “કહો તે અલ્લાહ છે, ફક્ત એક જ અને અદ્વિતીય. અલ્લાહ સૌથી બેનિયાઝ (નિર્પેક્ષ, નિસ્પૃહ) છે અને સૌ તેના મોહતાજ છે. ન તેની કોઈ સંતાન છે અને ન તે કોઈનું સંતાન. અને કોઈ તેનો સમાન અને બરોબરિયો નથી.” (કુઆર્ન, ૧૧૨ઃ ૧-૪)

સત્ય અને જીવંત પરમ હોય છે. પરમ સત્ય નિર્જીવ નથી હોતું. તેથી તેનાથી આશાઓ રાખવામાં આવે છે. અને તેની કૃપા અને કરૃણાની આશા રાખીએ છીએ. પ્રત્યેક જીવ તેના જીવંત સત્તા હોવાનું પરિમાણ છે. જીવન અને ચેતના ના સ્ત્રોત ક્યારેય નિર્જીવ પદાર્થ નથી હોઈ શકતા. જીવનમાં પ્રેમ પણ હોય છે અને સારા-નરસાની ઓળખ પણ છે. જીવનમાં નૈતિકતાની ભાવના પણ જોવા મળે છે અને કલ્પનાઓ પણ હોય છે. સંવેદનશિલતા અને સુવિચાર અને જાગરૃક્તા પણ એવા જોવા મળે છે. આ વસ્તુઓ નિર્જીવ વસ્તુની ઉપજ નથી થઈ શકતી. કુઆર્નમાં કહેવામાં આવ્યું છે કે ઃ- “અલ્લાહ, તે શાશ્વત જીવંત સત્તા, જે સૃષ્ટિની વ્યવસ્થાને સંભાળી રહી છે, હકીકતમાં તેના સિવાય કોઈ ખુદા નથી.” (કુઆર્નૉ, ૩ઃ૨)

૪. સત્ય હંમેશાથી છે અને હંમેશા રહેશે: સત્ય એ જ છે જેના અભાવની કોઈ કલ્પના કરી નથી શકાતી. કુઆર્નમાં છે- “ધરતી અને આકાશોના રાજ્યનો માલિક તે જ છે, જીવન પ્રદાન કરે છે અને મૃત્યુ આપે છે, અને તેને દરેક વસ્તુ પર સામર્થ્ય પ્રાપ્ત છે. તે જ પ્રથમ અને અંતિમ પણ છે, અને પ્રત્યક્ષ અને પરોક્ષ પણ અને તે દરેક વસ્તુનું જ્ઞાાન ધરાવે છે.” (કુઆર્ન, ૫૭ ઃ ૨-૩)

ઉપરના દરેક ગુણ ઈશ્વર ધરાવે છે,અંતઃ ઈશ્વરજ સત્ય છે અને સત્ય એ ઈશ્વર છે.

૫. એક જ હોવાનો ગુણ: ઇશ્વર પરમ સત્ય છે. તેથી તે એક જ હોઈ શકે છે. એક થી વધુ ઇશ્વરની ધારણાથી સત્ય ખંડિત થઈ જાય છે. અને ઈશ્વરત્વની અપાર શક્તિ વિભાજીત થઈને રહી જાય છે. જે સત્તા અપાર શક્તિ અને સામર્થ નો માલિક ન હોય તે ઈશ્વર ન હોઈ શકે. ઈશ્વર હંમેશા હંમેશથી વિધ્યમાન છે. શાશ્વત ને અનાદી થવા માટે અપાર શક્તિઓની અપેક્ષિત છે. એક થી વધુ ઇશ્વરની માન્યતા શક્તિ વિભાજીત થઈ જાય છે. પછી કોઈ એકની પાસે અપાર શક્તિ અને પ્રતાપ બાકી નથી રહેતુ. અંતઃ સત્ય એ છે કે ઇશ્વરત્વમાં ઇશ્વરનો કોઈ સમકક્ષ નથી હોઈ શકતો. ઈશ્વર એક જ છે અને એક જ રહેશે.

૬. શુભ તથા શિવમ: સત્ય વાસ્તવમાં શુભ, શિવમ અને કલ્યાણકારી હોય છે. તેથી ઈશ્વરને કુઆર્નમાં “ખૈર” (શિવમ) અને “સલામ” (સર્વધા મંગલમય) કહેવામાં આવ્યું છે. (જુઓ: કુઆર્ન, ૨૦ઃ૭૩ અને ૫૯ઃ૨૩)

શુભ અને ભલાઈની આશા અસત્યથી નથી થઈ શકતી. શુભ અને કલ્યાણ દરેક વ્યક્તિની આવશ્યક્તા છે. તેનાથી કોઈને પણ અસંમતી નથી હોઈ શકતી. તેથી આપણી ભલાઈ હિત એમાં જ છે કે આપણે ઈશ્વરથી જોડાઈ જઈએ અને તેનો એક જ હોવાનો ગુણ સ્વિકારી લઈએ. કોઈ પણ રીતે તેની ઇચ્છા ની વિરૂદ્ધ આપણી કોઈ ગતીવિધી કે કાર્ય ન હોય. ઈશ્વરનું જ્ઞાાન અપણને સંયમી બનાવે છે. કુઆર્નમાં બંદગીના અર્થમાં એક મહત્ત્વપૂર્ણ અર્થ એ પણ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાને ઇશ્વરના રંગમાં રંગી લે. કુઆર્નના શબ્દો છે :

“અલ્લાહનો રંગ અપનાવો. તેના રંગથી સારો બીજા કોનો રંગ હશે? અને અમે તેની જ બંદગી કરનારા લોકો છીએ.” (કુઆર્ન, ૨ઃ૧૩૮)

ઇશ્વરનો રંગ ગ્રહણ કરવાનો અર્થ એ છે કે આપણું જીવન ઈશ્વરના ગુણોનું પ્રતિબિંબ હોય. આપણે પણ દયાભાવથી પરિપૂર્ણ હોઈએ. તે ­ઉદાર છે, આપણી અંદર પણ ઉદારતા જોવા મળે. તે સૌને જીવનની દરેક જરૃરિયાતો પુરી પાડે છે, તો આપણે પણ ગરીબો તથા દુઃખી લોકોની પોતાના ધનથી મદદ કરવી જોઈએ. એને અત્યાચાર પસંદનથી તો આપણે પણ અત્યાચારની વિરૂદ્ધ ઊભા થઈએ. આ જ રીતે ઈશ્વરના બીજા ગુણો ને પણ આપણે અંગીકાર કરીએ. આપણું સંપૂર્ણ જીવન તેના ગુણોનો પ્રતિબિંબ હોય. આપણે તેના દર્પણ બનીએ. માનવ જીવનનો પરમ ઉદ્દેશ્ય  પણ આ જ છે અને આ જ મહત્ત્વપૂર્ણ બંદગી છે અને આની જ અંદર બધી ભલાઈઓ છુપાયેલી છે. ઇસ્લામમાં ૫-વખતની નમાઝનો હુકમ એટલા માટે જ છે કે આપણે ઇશ્વરથી જોડાયેલા રહીએ. અને આ ભાવ દરેક ક્ષણે જળવાઈ રહે કે ઈશ્વરથી દૂર થઈ ને આપણા જીવનનું કોઈ મહત્ત્વ નથી.

૭. સોંદર્ય-બોધ : સત્ય શુભ જ નહીં પરંતુ તેમાં સુન્દરતા પણ હોય છે. સત્યની અપેક્ષા એ હોય છે કે આપણું બધું જ સુંદર હોય. ઈશ્વરે તેની દરેક રચનાઓ અને આદેશોમાં સુંદરતાનું વેશેષ ધ્યાન આપ્યું છે. સુંદરતા એ સત્યનો વિશિષ્ટ ગુણ છે. કુઆર્નમાં છે કે ઃ “તેણે ધરતી અને આકાશોને સત્યપૂર્વક પેદા કર્યા છે અને તમારૃ રૃપ બનાવ્યુ અને ખુબ સારૃ બનાવ્યું છે અને તેના જ તરફ છેવટે તમારે પાછા જવાનું છે. ” (કુઆર્ન, ૬૪ઃ૩)

આ સુંદરતાનું વર્ણન એ દેખાડે છે કે સત્ય અને સુંદરતા અભિન્ન છે. હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસ્લ્લમે પણ કહ્યું છે કે: “અલ્લાહ જમીલ (સુંદર) અને સુંદરતાને પસંદ કરે છે.” (હદીષ: મુસ્લિમ)

ઇશ્વરનો સ્વરૃપ આનંદમય, ઉમંગભર્યું અને સુંદર છે. તેની રચનાઓમાં સુંદરતાનું પ્રતિબિંબ જોઈ શકાય છે. તથા આ આયતથી એ પણ જ્ઞાાત થયું કે માનવી પર ઇશ્વરની વિશેષ કૃપા છે. મનુષ્યના જીવન યાત્રાની મંજિલ પોતાને બતાડે છે.

૮. સ્વિકાર્ય: સત્ય સ્વિકાર્ય હોય છે, અસ્વિકાર્ય નહીં. સત્ય એ ઇશ્વરની જ શોધ છે. એને મેળવીનેજ આત્મા પરિપૂર્ણ થાય છે અને તેનાથી પ્રસન્નતા મળે છે. કુઆર્ન (૨૩ઃ૨૮) માં છે કે ઇશ્વરનું સ્મરણ અને તેના જ્ઞાાન થી હૃદયને ચૈન અને આરામ મળે છે. ઇશ્વરના સ્મરણની ઉપેક્ષા કરવી પોતાને નાશ કરવા સિવાય બીજુ શું હોઈ શકે. કુઆર્નમાં છે કે ઃ “ત્યારે તો આ જ અલ્લાહ તમારો સાચો રબ છે, તો સત્ય પછી પથભ્રષ્ટતા સિવાય બીજું શું બાકી રહી ગયું ? છેવટે તમે ક્યાં ફેરવવામાં આવી રહ્યા છો.” (કુઆર્ન, ૧૦ઃ૩૨)

કુઆર્નમાં એક બીજી જગ્યાએ વર્ણન કરવામાં આવ્યું છે કે ઃ “હકીકત એ છે કે તેમના પૈકી ઘણાંખરા લોકો માત્ર અનુમાન અને અટકળ પાછળ ચાલી રહ્યા છે, જો કે અટકળ સત્યની આવશ્યકતાને સહેજ પણ પૂરી કરતી નથી.” (કુઆન, ૧૦ઃ૩૬)

૯. અર્થવત્તા: સત્ય અર્થપૂર્ણ હોય છે. જીવન અને જગતમાં અર્થવત્તાની ઓળખ સત્ય અને જીવનના પરમ આશય દ્વારા જ થાય છે . અને આપણે જાણીએ છીએ કે અર્થવગરનું જીવન કોઈ જીવન નથી. આ જીવનની અવગણના છે. સત્યની ઉપેક્ષા એ પોતાની ઉપેક્ષા છે. આ કોઈ આઘાત થી ઓછું નથી અને આ એક મોટો અપરાધ પણ છે. જેની સજા અવશ્ય ભોગવવી પડશે. જો આપણે આ સત્યથી અજાણ રહ્યા તો આપણું સ્તર માનવ સ્તરથી નીચુ છે અને આના જિમ્મેદાર પણ આપણે જ છીએ.

કુઆર્નમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય એ ઇશ્વરની સર્વોચ્ચ સરંચના છે. અને તે પોતે જ પડવનો હોય તો પછી તેને અધમોથી અધમ બનાવી દેવામાં આવે છે. (જુઓ કુઆર્ન: ૯૫, ૪-૫)

૧૦. ન્યાય: સત્ય એ જ ન્યાય છે. સત્ય ન્યાયની વિરૂદ્ધ નથી હોઈ શકતો.સત્યનો સંબંધ વિચાર, ધારણા, કર્મ અને ભાવ દરેક સાથે હોય છે. પ્રત્યેક વિષયમાં ન્યાયનું ધ્યાન રાખવું સત્યનું અનુસરણ છે. ન્યાય નો ત્યાગ કરનારો ક્યારે પણ સત્યના માર્ગ પર ચાલવા વાળો નથી હોતો. ન્યાય જ સત્યનો તરાજુ છે. ન્યાય થી જ આ જગત ચાલી રહ્યું છે. પ્રત્યેક તારાઓ માટે જે માર્ગ નિયત કરેલો છે તેને છોડીને કોઈ પણ નથી ચાલતુ. નહીં તો આ જગ નષ્ટ થઈ જાય. માનવ જીવનમાં પણ ન્યાયનું પાલન અનિવાર્ય છે. સત્ય અથવા ન્યાય ના ત્યાગ થી જ સંસારમાં બગાડ, અશાન્તિ અને ઉપદ્રવ ઉતપન્ન થાય છે અને સમાજમાં એક બીજા થી પ્રશ્નો ઊભા થાય છે. સત્ય એ સહયોગ ની શિક્ષા આપે છે. તે અસહયોગની શિક્ષા ક્યારે પણ નથી આપતુ.

૧૧. ક્રિયાશીલતા: સત્ય નિષ્ક્રિય નથી હોતુ. એ જીવન્ત હોય છે. તેથી જીવન્ત હોવાને કારણે ઇશ્વર પરમ સત્ય છે. તે પોતાની કુશળતાનો પરિચય પોતાની સંરચનાઓ અને કાર્યો દ્વારા આપે છે. કુઆર્નમાં છે કે  “આ એટલા માટે કે રાતમાંથી દિવસ અને દિવસ માંથી રાત કાઢનાર અલ્લાહ જ છે, અને તે સાંભળનાર અને જોનાર છે. આ એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તેઓ બધા અસત્ય છે જેમને અલ્લાહને છોડીને આ લોકો પોકારે છે. અને અલ્લાહ સર્વોપરી અને મહાન છે.” (કુઆર્ન, ૨૨: ૬૧,૬૨)

જગત અને જીવ વિગેરે તેના સ્પષ્ટ પ્રમાણ છે કે પરમ સત્વ ઇશ્વર નિષ્ક્રિય ક્યારેય નથી હોઈ શકતો. સૃષ્ટિ અને રચના-કાર્ય તેના જીવન્ત, કુશળ અને તત્ત્વદર્શી હોવાને પ્રમાણિત કરે છે.

૧૨. કમનીય હોય છે: પરમ સત્ય ઈશ્વર રમણીય અને સૌંદર્યવાન છે. એ એવો છે કે આપણે એની કામના કરી શકીએ છીએ. વાસ્તવમાં એ જ સત્યવાન અને કામના (ઇચ્છા) યોગ્ય છે. હૃદય જો તેની કામનાથી ખાલી હોય તો હૃદય ક્રૂર થઈ ને રહી જાય છે. પોતાની કામનાઓ અને ચેષ્ટાઓથી માનવીની ઓળખ થાય છે. માનવીની શ્રેષ્ટતાનું વિશેષ કારણ આ છે કે તેને ઈશ-પ્રાપ્તિની કામના પ્રદન કરવામાં આવી છે. કામના એ જ માનવ છે. એની કામના જ નિર્ણાયક છે કે તે શું અને કેવો છે. એનાથી મોટી કામના સંભવનથી કે મનુષ્ય ઇશ્વરના સામિપ્યનો અભિલાષી હોય. ઈશ્વર ઇચ્છે છે કે મનુષ્ય તેના ગુણોં અને આભારોનો પ્રતિબિંબ હોય. અને તેનો કૃતજ્ઞા બની ને રહે. કૃતજ્ઞાતા એ વાતનું લક્ષણ છે કે મનુષ્યએ પોતાના પાલનકર્તા અને તેના ગુણો અને મહાનતા ને જાણી લધા છે.

૧૩. બહુમુલ્ય: જીવનમાં સૌથી બહુમુલ્ય વસ્તુ ઇશ્વરના ગુણો અને તેના સૌંદર્યને ઓળખવનો છે. જીવનમાં દિવ્યતા જગત-સખા ઈશ્વરને ધારણ કરવાથી જ આવે છે. ઈશ્વર આનંદ સ્વરૃપ છે. તેને વિદ્વાનોએ “રસ-સ્વરૃપ” કહ્યું છે. એટલે કે એ એવો છે કે આનંદ બની આપણા જીવનમાં સમ્મિલિત થઈ જાય. એ એવો આનંદ સ્વરૃપ છે કે મનુષ્ય એને પોતાની નજીક મેળવી આનંદિત થઈ જાય. એને એવુ લાગે કે હવે કશું મેળવવાનું બાકી નથી રહેતું. એને બધુ જ મળી ગયું છે.

પરમ સત્ય ઈશ્વર થી સંપર્ક સ્થાપિત કરવું, એ પરમ સાધના છે. ઈશ્વરથી સંપર્ક તત્કાલ સંભવ છે, એમાં થોડીક પણ વાર નથી. એનું સામિપ્ય આપણને જીવનની સાથે પ્રાપ્ત થાય છે. પરંતુ તેનો આપણને અહેસાસ નથી હોતો અને ન તો આપણે તેની તરફ ધ્યાન દઈએ છીએ.

૧૪. શાશ્વતતા: સત્ય શાશ્વતતા ની અપેક્ષા કરે છે. ઈશ્વરે જે યોજના હેઠળ જહત અને જીવનની રચના કરી છે, જો તેનો સંબંધ શાશ્વતથી ન હોય તો એની રચના માત્ર સામાજિક રમત અને ક્રિડા જેવી બનીને રહી જાય. પછી જીવન અને જગતને આપણે ક્યારે સત્ય નથી કહી શકતા. આ ઈશ્વરની મહાનતાની વિરૂદ્ધ છે કે તેના યોજના માત્ર સામયિક હોય. તેથી માનવુ પડે કે ઈશ્વરની યોજના નો સંબંધ શાશ્વતતાથી છે. જગતનું સંચાલન માનવીના હિત માટે છે. જગત રહેલુ બધુ જ માનવ સેવા માટે છે.

એટલે કે આ સંભવ નથી કે જગત બાકી રહે, તેના પર ના પર્વતો ઊભા રહે, નદીઓ વહેતી રહે અને મનુષ્યો એક એક કરીને સમાપ્ત થતા જાય એટલે કે પ્રત્યેક વ્યક્તિનો અંત થઈ જાય.

મૃત્યુ નો અર્થ એ અર્થ નથી કે મૃત્યુ મનુષ્યનો અંત છે. શરીરનો ત્યાગ કર્યા પછી પણ મનુષ્ય પોતાના આત્મિક ગુણો અને પોતાના વ્યક્તિત્ત્વની સાથે જીવીત રહે છે. એની જીવન યાત્રાનો માત્ર સોપાન બદલાઈ જાય છે. તે પરમ લોક તરફ પ્રસ્થાન કરી જાય છે. જો તેણે પોતાના સાંસારિક જીવનમાં સત્ય અને ઈશ્વરની ઈચ્છા મુજબ કાર્યો કર્યા હશે તો તેના શાશ્વત જીવનમાં શુભ અને આનંદમય હશે. નહીં તો તેના શાશ્વત જીવનમાં પીડા અને દુઃખ રહેશે.

સાંસારિક જીવન પછી અંતિમ નિર્ણાયક દિવસ આવશે કે કયા વ્યક્તિને ક્યાં રાખવામાં આવે,સ્વર્ગમાં અથવા નર્કમાં. નિર્ણયના દિવસના માલિક અને અધિકારી એક ઈશ્વર જ હશે. એનો નિર્ણય ન્યાય અને સત્યના અનુસાર જ હશે. એનાથી કોઈ પણ વ્યક્તિનું શુભ કે અશુભ છુપુ નહી રહે. (જુઓ કુઆર્ન, ૧ઃ૩)

૧૫. પ્રામાણિક્તા: સત્યનું પ્રામાણિક હોવુ આવશ્યક છે. નહીતર એની આશંકા રહેશે કે માનવી અસત્યને સત્ય સમઝી લે અને એ ભ્રમમાં રહે કે તે સત્ય માર્ગ પર ચાલી રહ્યો છે. અશુભ ને શુભ અને અસત્ય ને સત્ય સમઝી લેવાથી તે અશુભ ન તો શુભ થઈ શકે છે ન તો અસત્ય, સત્ય થઈ શકે છે. એટલે આ સંદર્ભમાં મનુષ્યને અત્યંત સાવચેત રહેવાની જરૃર છે.

૧૬. ધર્મ: ધર્મ પણ વાસ્તવમાં એક પરમ સત્ય ઈશ્વર પર આધારિત છે. તે ઈશ્વર અને તેના ગુણોનો પ્રતિબિંબ છે. ઈશ્વર એક હોય તો ધર્મ પણ એક જ હશે અને તે ઈશ્વરીય ગુણોને વ્યક્ત કરશે. ઈશ્વર વ્યાપક છે, ધર્મમાં પણ વ્યાપક્તાનો ગુણ હોવો જોઈએ. એ લોકોને એક બીજા સાથે જોડવાની ચેષ્ટા કરશે, લોકોને તોડવાનો નહીં. એની ઇચ્છા એવી હશે કે બધાજ ઈશ્વરના બંદાઓ એક બીજાના ભાઈ ભાઈ બનીને રહે.

ઈશ્વરની બંદગી અને તેનાથી ગાઢ પ્રેમ જ ધર્મ છે. સંપૂર્ણ જીવનમાં એને પરિપૂર્ણ કરવુ એ આપણું કર્તવ્ય છે. આપણે એના સ્વરૃપ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. આપણું જીવન એનું દર્પણ હોય. દાન કરવું એ આપણો સ્વભાવ હોય. કરૃણા અન દયા આપણા હૃદયમાં હોય. આપણું હૃહય વિમલ હોય. તે સંકુચિત ન હોય, વિશાલ હોય. આપણે સપૂર્ણ માનવતાનો હિત વિચારનારા હોઈએ. આપણને લોકોના લોક-પરલોક બંન્નેની ચિંતા હોવી જોઈએ. હૃદયની પવિત્રતા અને કોમલતાને નષ્ટ ન થવા દઈએ. ઈર્ષ્યા, સ્વાર્થ, છલ-કપટ વિગેરે થી દૂર રહીએ. માનવ પ્રેમ, કરૃણા, સહાનુભુતિ, શુભેચ્છા અને પરોપકારને પોતાનો કર્તવ્ય સમઝીએ.

ઈશ્વરની આપણા પર જે કૃપા અને ઉપકાર છે એને ગણી નથી શકાતા. તે આના બદલામાં જો કશુ ઇચ્છતો હોય તો બસ એ કે આપણે એના કૃતજ્ઞા અને આભારી બનીએ. બીજી વસ્તુ જે ઈશ્વર આપણા થી ઇચ્છે છે એ એમ છે કે એના જેવા ગુણો વાળા બનીએ. એટલે કે આપણા જીવનમાં તેના ગુણ દેખાતા હોય. આપણે તેના દર્પણ બનીએ. એ દર્પણમાં તેની છબી પ્રતિબંબિત થાય. એના ગુણોને પોતાના જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીએ. ઈશ્વર જ આપણા જીવનનો લક્ષ્ય હોય. અને તેના ગુણ આપણા માટે માર્ગદર્શક. જરૃરથી ઈશ્વર આપણો સહાયક હશે.

ઉપરોક્ત ચર્ચાથી એ જ્ઞાાત થયું કે સત્ય એ દરેક માટે “મુખ્ય આધાર” છે. સત્યનો વિરોધ સ્વયં પોતાનો વિરોધ છે, ઈશ્વરના ઉપકારોની અવગણના છે અને ક્ષમા ન કરી શકાય એવો અપરાધ છે. *

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments