Friday, March 29, 2024
Homeમનોમથંનલોકસભા ચૂંટણીઓ અને સોશ્યલ મીડિયા

લોકસભા ચૂંટણીઓ અને સોશ્યલ મીડિયા

લોકશાહીમાં મીડિયા મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. રાજકીય મુદ્દાઓને જનતા સમક્ષ જાહેર કરવા તેમજ સત્તાના દુરુપયોગની સામે વોચડોગ તરીકે કામ કરે છે. ચૂંટણી અભિયાન દરમ્યાન મીડિયા રાજકીય પક્ષોના કાર્યક્રમો, નીતિઓ, ઉમેદવારો અને પ્રદર્શન વિશે માહિતી અને વિશ્લેષણ પ્રદાન કરે છે.

સોશ્યલ મીડિયા કેવી રીતે ચૂંટણીઓ જીતે છે?

સોશ્યલ મીડિયા ભારતીય લોકશાહીમાં નોંધપાત્ર નવી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની બદલાતી રાજનીતિ સાથે રાજકીય પક્ષો અને રાજકારણીઓએ યુવા અને મહત્ત્વકાંક્ષી જનતા સુધી પહોંચવાની નવી રીતો શોધી કાઢી છે.

પરંતુ શું સોશ્યલ મીડિયા ચૂંટણીઓ જીતાડી શકે છે?

ભારતીય રાજકારણમાં સમયાંતરે પરિવર્તનના વમળો જાવા મળી રહ્યા છે. અને લોકો સાથે જાડાવા માટે સોશ્યલ મીડિયા પર નિર્ભરતા જાવા મળી રહી છે. તેની વૈવિધ્યસભર ગુણવત્તા પ્રમાણે, કુલ વસ્તીના ૪૦ ટકા ભારતીય યુવાવર્ગનો સમૂહ છે. પ્રચલિત પ્રણાલીને સ્વીકારતા, ભારતીય રાજકીય પક્ષો તેમના એજન્ડા અને રાજકીય ઇવેન્ટ્‌સમાં યુવાનો સાથે જાડાવા માટે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરે છે.

ભારતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના ટ્‌વીટર યુઝર્સ ૪.૩ કરોડ છે, જે દેશનો ૨૦માંથી એક મતદાર છે.

ભારતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના ફેસબૂક યુઝર્સ ૨૪.૧ કરોડ છે. જે દેશનો ૪માંથી એક મતદાર છે.

ભારતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના વોટ્‌સએપ યુઝર્સ ૩૭.૯ કરોડ છે. જે દેશનો ૩માંથી એેક મતદાર છે.

ભારતમાં ૧૮ વર્ષની ઉપરની વયના ઇન્ટરનેટ યુઝર્સ ૪૦.૭ કરોડ છે. જે દેશનો ૨માંથી એક મતદાર છે.


ભારતની પ્રખ્યાત ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓનું અવલોકન કરતાં માલૂમ પડે છે કે, સોશ્યલ મીડિયા વિવિધ રાજકીય ઝુંબેશની યુદ્ધભૂમિ હતી અને ત્યાં વિભિન્ન રાજકીય મંતવ્યોનો પ્રવાહ હતો. ૨૦૧૪માં ભારતમાં ૨૫ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા. આજે ૫૬ કરોડથી વધુ લોકો ઓનલાઈન છે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં કોઈપણ રાજકીય ઝુંબેશ માટે યુવાનો અને તેમના મગજમાં સોશ્યલ મીડિયા દ્વારા જાશ વધારવામાં આવતો હતો, અને બંને પ્રસંગોએ આ બાબત નોંધવામાં આવી હતીઃ સ્થાનિક તેમજ રાજ્યકક્ષાની ચૂંટણીઓમાં.

આ વખતનું ચૂંટણી ગણિત

આ વખતનું ચૂંટણી ગણિત એવું છે કે, ભાજપ સામે બળવાખોર વલણની સાથે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન લોકસભા ચૂંટણી જીતવાની શક્યતાઓ છે.

જ્યારે વિકટરી માર્જિન પાતળી હોય છે, ત્યારે સોશ્યલ મીડિયા દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા નિર્ણાયક બની જાય છે, તે ચૂંટણીના પરિણામોને બદલી શકે છે.

ભારતની છેલ્લી ચૂંટણીમાં, સોશ્યલ મીડિયાનો ઉપયોગ એક સાધન તરીએક કરવામાં આવ્યો હતો. આ વખતે તે એક શ† બની શકે છે. હવે ૨૦૧૯ છે, એક નવી સામાન્ય ચૂંટણીઓ માથા પર છે. ભાગ ભજવનાર જનતાનો હિસ્સો ઘણો વધારે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જ્યાં ૧૦ કરોડ જેટલા મતદારો ૧૧ એપ્રિલ ૨૦૧૯થી શરૂ થનારી આ ચૂંટણીઓમાં મત આપીને ૫૪૩ સાંસદો ચૂંટશે. જે પક્ષ કે ગઠબંધન ૨૭૨થી વધુ સીટો મેળવેશે તે સરકાર રચશે.
મતદારોની હેરફેર કરવા માટે સોશ્યલ મીડિયાના દુરૂપયોગની તક સૌથી વધુ છે. ૯૦ કરોડ મતદારો છે અને “કોણ ઉપર છે અને કોણ નીચે, કોણ સ્માર્ટ છે અને કોણ નથી…” તે એજન્ડા સોશ્યલ મીડિયા દ્વારા સેટ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ટીવી ક્યારેય કરી શક્યું નથી.

રાજકીય પક્ષો અને સોશ્યલ મીડિયાઃ

આગામી ચૂંટણીમાં સોશ્યલ મીડિયા ૧૬૦ જેટલી લોકસભા સીટો પર અસરકારક નીવડશેઃ અભ્યાસનું તારણ

૨૦૧૮માં ભારતીય રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મીડિયાના ઉપયોગમાં ઘણો વધારો થયો છે. આગામી લોકસભાની ચૂંટણીઓને સામે રાખીને રાજકીય પક્ષો મતદારોને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે ફેસબુક અને વોટ્‌સએપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જાકે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ નવો નહીં રાજકીય લાભો માટે તેના ઉપયોગનો છેલ્લા થોડા વર્ષોમાં વિસ્ફોટ થયો છે.

કેટલાય રાજકીય પક્ષોએ હરીફ પક્ષોના નેતાઓ પર પેરોડી બનાવવાની શરૂઆત કરી દીધી છે. જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપ દ્વારા ઓળખ જાહેર કર્યા વિના ફેલાવવામાં આવી રહ્યાં છે.

પક્ષો સોશ્યલ મીડિયા વારરૂમ બનાવે છે, અસંખ્ય સ્વયંસેવકોની ભરતી કરે છે, અને રાજકીય યુદ્ધને જીતવા ઓનલાઈન સંસાધનો પર લાખો રૂપિયા ખર્ચે છે.

ભાજપ અને કોંગ્રેસ બંને સોશ્યલ મીડિયા માર્કેટીંગ પર બહોળો ખર્ચ કરે છે.
–––––
કુલ ચૂંટણી બજેટના ૫-૭ ટકા

અમિત શાહે ‘બીજેપી સાઇબર વોરિયર્સ’ને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓની જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું

તો, ૨૦૧૯ માટે શું છે તેમની સોશ્યલ મીડિયા વ્યૂહરચના?

૨૦૧૪ની ચૂંટણીમાં બહોળા પ્રમાણમાં વાપરેલ સોશ્યલ મીડિયાની શક્તિનો વ્યાપ વધારવા માટે આતુર, ભારતનો શાસક પક્ષ ભાજપ જમીની સ્તરે સ્માર્ટફોન ધરાવતા મતદારોને લક્ષ્ય બનાવવાની કોશિશ કરી રહી છે. લગભગ ૯ લાખથી વધુ સ્વયંસેવી સેલફોન પ્રમુખો પોતાના નજીકના મતદારોના વોટ્‌સએપ ગ્રુપ બનાવી ભાજપની વિવિધ વિકાસ સિદ્ધિઓની માહિતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના અભિયાનોની પ્રવૃત્તિઓ લોકો સુધી ફેલાવે છે. દરમ્યાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેની ‘ડિજીટલ સાથી’ એપ્લીકેશનની લોંચ અને સ્થાનિક ડિજિટલ ઝુંબેશોનું સંકલન કરવા તેમના સ્વયંસેવકોની નિમણૂંક કરી રહી છે.

ડિજિટલ રાજકારણ અને જાહેર ક્ષેત્રની વચ્ચે ઊભરતા જાડાણોને આપણે વધુ સારી રીતે સમજવાની જરૂર છે. સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી માહિતીઓ કે ભ્રમણાઓ, પરંપરાગત રાજકીય ઝુંબેશો જેવી કે ડોર ટુ ડોર મુલાકાત, રેલીઓ, ભાષણો વગેરે સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? અને જુદા જુદા ક્ષેત્રો રાજકીય ભાગીદારીઓ અને વફાદારીઓને કેવી રીતે પ્રભાવિત કરે છે?

૨૦૧૯ માટે બીજેપીની યોજના – દરેક બુથ માટે એક સોશ્યલ મીડિયા કો-ઓર્ડિનેટર

‘જેમ ચૂંટણીઓ વધુ નજીક આવશે તેમ, આ (ભ્રમણાઓ) વધુ તીવ્ર બનશે અને હંમેશાં તેની ભીતિ છે કે તે કોઈના જીવન અથવા સંપત્તિ માટે વિનાશરૂપ સાબિત થશે.’ ઓલ્ટ ન્યૂઝના સ્થાપક પ્રતિક સિન્હા કહે છે. તેઓ આગળ કહે છે કે ‘ચૂંટણીઓની ગરમાગરમીમાં આવી અફવાઓ કોઈ પ્રકારની હિંસાને ભડકાવશે.’

સોશ્યલ મીડિયાની અફવાઓ ચૂંટણી પર અસરોઃ

ભ્રમણાઓ અને અફવાઓ ફેલાવવા માટે ભારતમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ એ ચિંતાનો વિષય છે. ચેડા કરેલ વીડિયો અને ભ્રમણાઓ, ટોળા હિંસા અને ક્યારેક હુલ્લડો માટે જવાબદાર બને છે. રાજકીય પક્ષો અવારનવાર એકબીજા પર સામાજિક અશાંતિ ફેલાવવા અને રાજકીય લાભ લેવા માટે ભ્રમણાઓ ફેલાવવાના આરોપ મૂકતા રહે છે.

ભારતની વોટ્સએપ ચૂંટણીઃ

૨૦૧૯ ચૂંટણીઓ વોટ્‌સએપ ચૂંટણીઓ હશે

૨૫ કરોડથી વધુ યુઝર્સને લીધે, વોટ્‌સએપનો વ્યાપ ભારતમાં સૌથી વધુ છે. અને આ પ્લેટફોર્મ ભ્રમણાઓ અને અફવાઓ ફેલાવવા માટે જાણીતું છે. પરંતુ વોટ્‌સએપની વ્યાપક લોકપ્રિયતા ભારતમાં ચૂંટણી પર નુકસાનકારક અસર કરી શકે . ૨૦૧૮ની બ્રાઝીલની ચૂંટણી અને તાજેતરની ભારતના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા મતદારોને ભ્રમિત કરાવા કેવી રીતે વોટ્‌સએપ સંદેશાઓનો ઉપયોગ થાય તે ખુલ્લું પડ્યું છે.

ભારતની ૨૦૧૯ની ચૂંટણીઓને વ્યાપક રીતે ‘વોટ્‌સએપ ચૂંટણીઓ’ તરીકે મૂલવવામાં આવે છે. ઇન્ટરનેટ કનેકટીવીટી અને વધતાં સ્માર્ટફોનના ઉપયોગમાં ઝડપથી સુધારો કરવાના પગલે, ખાનગી મેસેજીંગ સેવાનો ઉપયોગ કરતાં લોકોની સંખ્યામાં ઘણો ઉમેરો થયો છે. અને હવે દેશના રાજકીય પક્ષો આ સમૂહસંચાર ચેનલ પર મૂડીરોકાણ માટે આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ અને ભાજપનું મોટું નેટવર્ક ફેસબુક કે ટ્‌વીટર નહીં પરંતુ વોટ્‌સએપ છે

પરંતુ પહેલાં કહ્યું તેમ અન્ય ચૂંટણીઓમાં આ વોટ્‌સએપને ભ્રમણાઓ અને અફવાઓ ફેલાવવાના ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને તે ભારતમાં ગંભીર હિંસા તરફ દોરી જાય છે. ત્યાં આ પણ ભય છે કે તે લોકશાહી પ્રક્રિયા પર જાખમ ઊભું કરી શકે છે.

આખરે, ભારતીય રાજકારણમાં, વોટ્‌સએપની ભૂમિકાને વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ સાથે ટેકનોલોજીની ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા સમજવાની જરૂર છે. વોટ્‌સએપ એ એક સાધન છે જે ભારતીય સમાજમાં પહેલેથી હાજર વલણને વધુ ઘેરૂં બનાવે છે. ઉદાહરણ તરીકે, હિંસાના છુટા છવાયા બનાવો એ મેસેજીંગ એપની અફવાઓના લીધે જ નહીં પરંતુ તેનો સંબંધ વિભાજીત સમાજના હિંસાત્મક વલણ સાથે છે. તે જ રીતે ધર્મ, જાતિ કે જ્ઞાતિ વિરુદ્ધ નફરત ફેલાવતા સંદેશા સામાજિક વિભાજનને દર્શાવે છે.

સોશ્યલ મીડિયાઃ યુવાઓ સુધીની પહોંચનો માર્ગ

તે સત્ય છુપું નથી કે આજનો યુવા રાજનીતિમાં બહોળો રસ ધરાવે છે અને વિચારશીલ પણ છે. સોશ્યલ મીડિયા લોકોના અવાજનું પ્લેટફોર્મ બન્યું છે. જા કે રાજનેતાઓ પોતાની ઝુંબેશમાં પોસ્ટર, હો‹ડગ્સ, ગ્રાફિક્સ વગેરેનો ઉપયોગ ભલે કરતાં હોય. તેમના ડિજિટલ અભિયાનોએ ભારત અને તેના રાજકારણને બદલ્યું છે. કેટલાક સર્વે અને રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૪ની ચૂંટણીઓ પછી ઝુંબેશ માટે સોશ્યલ મીડિયા પાછળ આશરે ૨.૫ ટકા બજેટ લગાવવામાં આવે છે. (જે મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષો માટે ૪૦૦-૫૦૦ કરોડ થાય છે.)

નવા અને ફ્લોટીંગ મતદારો સાથે જાડાવવા યુવાઓ સાથે જાડાઈ તેમને મિશન માટે પ્રોત્સાહિત કરવા.

સોશ્યલ મીડિયાએ વાસ્તવમાં શારિરીક અને સામાજિક અંંતરાયોને દફનાવ્યા છે. તેમને સંચારના હોરિઝેન્ટ મીડિયા પણ ગણવામાં આવે છે. તેઓ આધુનિક સમાજમાં સહભાગી લોકશાહી અને વિકાસના લાભો પ્રદાન કરે છે. આધુનિક રાજકીય પક્ષોએ તેમને રાજકીય વ્યુહરચના વધારવા અને જાહેર સમર્થન મેળવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

• સામાન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવતાં મુદ્દાઓને પ્રકાશિત કરવા
• અનિશ્ચિત મતદારોને માહિતી આપવી અને સંમત કરવા
• સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને ભાવિ સંભાવનાઓમાં રસ અને ઇચ્છા ઉત્પન્ન કરવા


હાલમાં, રાજકીય પક્ષો અને લોકો વચ્ચેના કાયમી સંબંધોની સ્થાપના પર ભાર મૂકવામાં આવે છે. સોશ્યલ મીડિયા પ્રેકટીસ એ રાજકીય સંચારના ઘણાં સ્વરૂપોમાંથી એક છે. અને તેને ‘સોશ્યલ એન્જીનીયરીંગ’ના દૃષ્ટિકોણથી સમજવાની જરૂર છે. આ પરિવર્તનના યુગમાં, સંસદની ચૂંટણીના વિશિષ્ટ સંદર્ભમાં ચૂંટણી પ્રક્રિયા પર લોકોનું આકર્ષણ મેળવવા માટે નવી મીડિયા પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

નિષ્કર્ષઃ

રાજકીય પ્રવૃત્તિઓમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ લોકોની રાજકીય અસરકારકતા, રાજકીય જ્ઞાન અને રાજકીય ભાગીદારીને પ્રભાવિત કરે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ સોશ્યલ મીડિયામાં રાજકીય પ્રવૃત્તિઓને જુએ છે અને આ રીતે તેમનું રાજકીય જ્ઞાન વધુ તીવ્ર બને છે, તેમની રાજકીય અસરકારકતામાં વધારો થાય છે અને તેમની રાજકીય ભાગીદારી પણ વધે છે. વધુમાં રાજકીય પ્રવૃત્તિઓ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ સામાન્ય સોશ્યલ મીડિયાના ઉપયોગથી પ્રભાવિત થાય છે. તેઓ જેટલો વધુ સોશ્યલ મીડિયાનો સામાન્ય ઉપયોગ વધારે છે તેટલો જ તેમનો રાજકીય પ્રવૃત્તિઓ સંબંધિત સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments