Thursday, November 21, 2024
Homeસમાચાર"સમાજનું રસોડું" મોડલ કોઈપણ આર્થિક સહાય વગર આખા ભારતમાં લાગુ કરી શકાય...

“સમાજનું રસોડું” મોડલ કોઈપણ આર્થિક સહાય વગર આખા ભારતમાં લાગુ કરી શકાય છે : વાસિફ હુસૈન

નોવેલ કોરોના વાયરસને ડામવા માટે સરકાર તરફથી લોકડાઉનની ઘોષણા બાદ ઘણા બધા પરિવારો અને રોજગાર માટે આવેલા પરપ્રાંતીય લોકો માટે એક ટંક ભોજન મેળવવું પણ દોહ્યલું બની ગયું છે. આવી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જમાઅતે ઇસ્લામી હિંદ અમદાવાદ-પૂર્વ અને રખિયાલ-બાપુનગરના જવારબદાર અને જાગૃત નાગરિકોએ આહવાન કર્યું છે કે, વિસ્તારના સક્ષમ પરિવારો એકથી બે વ્યક્તિનું વધુ રાંધે અને તે ખોરાકને રખિયાલ-બાપુરનગરના જે-તે સેન્ટર પર જમા કરાવી ભૂખ્યાને અન્ન પહોંચાડવામાં પોતાનાથી થતી યથા-યોગ્ય મદદ કરે.

વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર નબીઉલ્લાહ ખાને જણાવ્યુ હતુ કે, “કોરોનાને લીધે બધાંને અસર થઈ છે પરંતુ સૌથી વધુ અસર પરપ્રાંતીય લોકોને થઈ છે. વ્યવસાય-ધંધા માટે ગુજરાત આવનારા આ લોકો મોટી સંખ્યામાં હોટેલ કે બહાર જમતા હોય છે અને લૉકડાઉનની પરિસ્થિતિમાં હોટલો બંધ હોવાથી તેમને જમવાની સમસ્યા થાય છે. જેથી આર્થિક રીતે સક્ષમ વર્ગને મદદ માટે અમે હાકલ કરીએ છીએ કે, ઘરમાં બે લોકોનું જમવાનું વધારે બનાવવામાં આવે.”

જમાઅતે ઇસ્લામી હિંદ, અમદાવાદ પૂર્વના સ્થાનિક પ્રમુખ વાસિફ હુસૈને કહ્યું કે, અમે ત્રણ સ્ટેપ મોડેલ રજૂ કરવામાં સફળ રહ્યા છીએ. આ સ્ટેપને “સમાજનું રસોડું” નામ આપી શકાય છે. અમે વિનંતી કરી રહ્યા છીએ કે વિસ્તારના દરેક ઘર એમની સાથે બીજા બે વ્યક્તિ દીઠ વધુ ભોજન રાંધવામાં આવે છે . પછી સમયાંતરે અમારા સેવકો ઘરે ઘરે જઈ ને તેને એકઠું કરે છે. અને છેલ્લે અમારી વિતરણ ટીમ વિગતવાર જરૂરતમંદ સુધી તેમના બારણે ફૂડ પેકેટ પહોંચાડે છે . અમે આ મોડેલ સાથે રખિયાલ, ગોમતીપુર, બાપુનગર સહિત અમદાવાદ પૂર્વમાં લોકડાઉન થયું ત્યારથી આજ સુધી દિવસ અને રાત બંને સમયે ૩૦૦૦થી વધારે પરિવારો અને વ્યક્તિઓને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે.”

વાસિફ હુસૈને વધુમાં જણાવ્યું કે, અમારા આકલન પ્રમાણે સમાજના દરેક વ્યક્તિના સાથ- સહકાર થકી જ આ પદ્ધતિ વિકટ પરિસ્થિતિમાં ખુબ જ કારગર સાબિત છે. અને કોઈ આર્થિક સહાય વગર આ મોડલને આખા ભારતમાં લાગુ કરી શકાય છે.

માનવીની માનવ માટેની આ માનવતાભરી મહેંક રેલાવતી મદદ દરેક લોકો માટે અનન્ય અને પ્રેરણાદાયક બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments