Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસદરેક વસ્તુ (મુદ્દા)ને નિહાળવા બીજી દૃષ્ટિ પણ હોય છે - 2nd Sight

દરેક વસ્તુ (મુદ્દા)ને નિહાળવા બીજી દૃષ્ટિ પણ હોય છે – 2nd Sight

આપણો દેશ સમસ્યાઓનો ભંડાર છે. આ ભંડારને ખોલીશું તો “બેકારી” મોઢું ખોલીને સામે ઊભી રહેશે. આ સમસ્યા કોઈ નવી નથી, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં આ સમસ્યાએ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે.

NSSOના વર્તમાન આંકડા જણાવે છે કે ૨૦૧૮ના વર્ષમાં બેકારીનો દર છેલ્લા ૪૫ વર્ષોમાં સૌથી વધુ છે. CMIEનો સર્વેક્ષણ જણાવે છે કે બેકારીનો દર ૭ ટકાથી લઈને ૯ ટકા સુધી છે અને વાસ્તવમાં આ એક મોટી સમસ્યા છે.

હિન્દુસ્તાનનું હૃદય તેના ગામડાંઓ છે અને ગામડાંઓમાં બેકારીની માત્રા શહેરો કરતાં ખૂબ જ વધુ છે.

આમ તો લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું કામ સરકારનું નથી, પરંતુ સરકારની નીતિઓ નવા રોજગાર સર્જન કરે છે અને ખોટી નીતિઓ સર્જન થયેલાં અને સર્જન થનારા રોજગારને નાશ કરી નાંખે છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારને બેકારીના નિવારણ માટે હળીમળીને કામ કરવાનું હોય છે. પરંતુ બધી સરકારો પોતાના રાજકીય હિતોને સાધવામાં લાગી છે. બેકારીને નાબૂદ કરવામાં કોઈને પણ દિલચસ્પી નથી.

આજના નવયુવાનમાં શૈક્ષણિક જાગૃતિ આવી છે. શહેરોમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો એમને એમની લાયકાત મુજબ કામ નહીં મળે તો તે નિરાશ થઈ જશે અને ખોટો માર્ગ અપનાવશે, જેથી અન્ય વધુ સામાજિક સમસ્યાઓનું નિર્માણ થશે.

ગામડાનો યુવાન શહેરની તરફ આ આશાથી આવે છે કે ત્યાં તેને કશું કામ મળશે, અને જો સરકાર અર્થ-વ્યવસ્થાને સાચવવામાં નિષ્ફળ રહે અને રોજગારના નવા નવા માધ્યમોનું નિર્માણ નહીં કરે તો આ યુવાધન ક્યાં જશે?

સમાજની ઘણી બધી સામાજિક, આર્થિક અને અનૈતિક સમસ્યાઓને ઉજાગર કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે કોઈ પણ વાતને તેમાં રિપોર્ટ કરી શકો છો, સ્પીચ કરી શકો છો, બુક લખી શકો છો અને તે વાતને ક્રિએટિવ શૈલીમાં પણ રજૂ કરી શકો છો. આજના જમાનામાં તમને ઓછા સમયમાં ક્રિએટિવ શૈલીમાં આપણી વાતને રજૂ કરતાં આવડવી જોઈએ. 2nd Sight YouTube channel અને 2nd Sight Facebook page આ જ હેતુને ધ્યાનમાં ‌રાખીને બનાવવામાં આવ્યા છે.

દરેક વસ્તુ (મુદ્દા)ને નિહાળવા બીજી દૃષ્ટિ પણ હોય છે.

https://www.youtube.com/watch?v=vCwc-UYoBzA
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments