સરકારે અંતિમ કેબિનેટ મિટિંગમાં વિશ્વવિદ્યાલયોમાં 13 પોઇન્ટ રોસ્ટરને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે કેબિનેટે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષકોની નિયુક્તિ માટે 200 પોઇન્ટ રોસ્ટરને મંજૂરી આપી દીધી છે.
સરકારે આજે અધિનિયમ લાવીને 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. આજે કેબિનેટ મિટિંગમાં આ અધિનિયમ પાસ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પછી રિઝર્વ કેટેગરીમાં SC, ST અને OBCને વિશ્વવિદ્યાલય ફેકલ્ટીમાં નોકરી માટે યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકશે.
દેશના વિવિધ સંગઠનોએ 5 માર્ચે ભારત બંધનો આહ્વાન કર્યો હતો, જેની અસર આખા દેશમાં જોવા મળી. આનાથી અગાઉ ઘણી વખત 13 પોઇન્ટ રોસ્ટરને નાબૂદ કરવા માટે દેશમાં આંદોલન થયા હતાં.
5 માર્ચના રોજ ભારત બંધ થવાના પ્રસંગે જંતર મંતર પરના સંમેલનમાં સંબોધન કરતા રાજદના રાજ્યસભા સાંસદ અને દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મનોજ ઝાએ કહ્યું હતું કે જો સરકાર 24 કલાકની અંદર અધિનિયમ લાવીને 200 પોઇન્ટ રોસ્ટર અમલમાં નહી લાવે તો રસ્તાઓ ઉપર અંધાધૂંધી ફેલાશે.
/ સાભાર :vimarsh.org