5 માર્ચએ અમર ઉજાલાએ એક રિપોર્ટ “बालाकोट: मदरसा छात्र ने बताया- रात को हुआ था जबरदस्त धमाका, पाकिस्तानी सेना ने हमें बचाया” શિર્ષક થી પ્રકાશિત કર્યો. આ લેખની સાથે એક બિલ્ડીંગ ઉપર લક્ષ્યના નિશાન વાળી એક છબી પણ હતી જેમાં નીચે લખ્યું હતું, वायुसेना का टारगेट” .
સીરિયા ઉપર અમેરિકી હવાઈ હુમલાની (2014) તસ્વીર
અમર ઉજાલાના લેખ સાથે આપવામાં આવેલી તસ્વીર, સપ્ટેમ્બર 2014માં ISISને લક્ષ્ય બનાવતા એક અમેરીકી હવાઈ હુમલાથી સંબંધિત છે. ડૈલી મેલ દ્વારા 4 ઓકટોબર 2014માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, “આ હુમલાના લક્ષ્ય પર ખુરાસન જુથના લોકો હતા, જેને અમેરિકી સરકાર અલ-કાયદાના યોદ્ધાઓનો એક સેલ માને છે અને જેમણે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના બોર્ડર વિસ્તારથી નિકળીને સીરિયાને પોતાનુ ઠેકાણું બનાવ્યું હતું.” લેખથી સંબંથિત એ તસ્વીરના નીચે કૈપ્શન લખ્યું હતું, “હુમલોઃ સેમ્ટેબરમાં અમેરિકી નેતૃત્વવાળી ગઠબંધન સૈન્યએ, ઇરાક અને સીરિયાના વિસ્તારો ઉપર કબ્જો જમાવી ઉગ્રવાદી સમૂહ ISIS, જેને ઓછા પ્રચલિત સ્વરૂપથી ખુરાસન જુથના નામથી પણ જાણવામાં આવે છે,ના સભ્યો વિરુદ્ધ સીરિયામાં હવાઈ હુમલો શરૂ કર્યો. ” (અનુવાદિત)
અમેરિકી રક્ષા વિભાગ દ્વારા જારી, ISISના વિરુદ્ધ અમેરિકી સૈન્યના હવાઈ હુમલાનો વીડિયો અહીં જોઈ શકાય છે.
નિષ્કર્ષમાં, સીરિયામાં અમેરિકી હવાઈ હુમલાની તસ્વીર ગેરકાયદેસર રીતે બાલાકોટમાં ભારતીય હવાઈ દળના હવાઈ હુમલાના ભાગરૂપે શેયર કરવામાં આવી.
/
આભારસહ: Alt News
તમે મૂળ લેખ અહીં વાંચી શકો છો : https://www.altnews.in/hindi/amar-ujala-uses-an-image-of-2014-us-air-strike-to-represent-iafs-air-strike-target/