સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે જો રાફેલની સીબીઆઈ તપાસ થાય તો દેશનું નુકસાન થશે. પાછલી સરકારમાં વિપક્ષના દબાણના પગલે 2જીની સીબીઆઈ તપાસ થઈ હતી. જેપીસી પણ બની હતી. ચાલો, સીબીઆઈ તપાસ ન કરાવો, જેપીસી જ બનાવી લો.
અદાલતમાં સૌથી મજાની વાત તો “ચોરી” વાળી દલીલની હતી. એટર્ની જનરલએ કહ્યું કે ધ હિન્દુની જે રિપોર્ટોના અરજકર્તા હવાલા આપી રહ્યા છે તે ગેર કાનૂની છે. કેકે વેણુગોપાલએ કહ્યું કે હકીકતમાં તે દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી “ચોરી” કરવામાં આવ્યા છે અને સરકાર આની તપાસ કરી રહી છે.
બળતા પર મીઠાની જેમ ધ હિંદુએ આજે પણ એક રિપોર્ટ છાપી દીધી છે. મોદી સરકાર પહેલા મીડિયામાં દસ્તાવેજ છપાવવું “શોધેલી રિપોર્ટ” કહેવામાં આવતી. મોદી સરકારમાં હવે આને “ચોરી” કહેવામાં આવે છે. તફાવત તો છે !
નવાઈની વાત આ છે કે ચોકીદાર દેખરેખ રાખી રહ્યો છે. જો દસ્તાવેજ ચોરી થયા તો ચોકીદાર શું કરી રહ્યો હતો?
સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે ખોટું સોગંદનામું આપ્યું. જેના આધારે સુપ્રીમ કોર્ટે ૧૪ ડિસેમ્બરે નિર્ણય આપ્યો હતો. હવે ફરીથી નવી રીતે સુનાવણી ચાલી રહી છે તો મોદી સરકાર ચોરી, ગેર કાનૂની, દેશનું નુકસાન જેવા જુમલા ફેંકવામાં લાગી ગઈ છે.
સાભારઃ http://www.janamanas.com/ettd/