Thursday, April 25, 2024
Homeકેમ્પસ વોઇસપરિક્ષા દરમ્યાન ઘરોમાં કર્ફ્યુની પરિસ્થિતિ ન બનાવો

પરિક્ષા દરમ્યાન ઘરોમાં કર્ફ્યુની પરિસ્થિતિ ન બનાવો

“પેરેંટિંગ નમ્રતા સિંહ” ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ પેરેંટિંગ એક્સપર્ટ.

પરીક્ષાનો સમય દરેક માબાપ માટે ટેન્શન ભર્યો હોય છે. તે ઇચ્છે છે કે બાળક શ્રેષ્ઠ ગુણ લાવે, ક્યારેક ક્યારેક બાળકની ભણતરને લઈને અવ્યવસ્થિત બની જાય છે. પરિણામ એ આવે છે કે બાળકથી વધારે માબાપ પોતે ટેન્શનમાં દેખાવા લાગે છે. આટલું જ નહી બાળક વધુમાં વધુ ભણતર ઉપર ધ્યાન આપે તે માટે દરેક નુસ્ખાને અપનાવવા લાગે છે, જેમ કે ટીવી બંધ, મોબાઈલ બંધ, ઘરના બહાર નીકળવું બંધ અને દરેક સમયે ભણવા માટે ટોકા ટોકી શરૂ કરી દે છે. આનાથી એક જાતનું ઘરેલુ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ પેદા થાય છે.

બાળકોને સમય આપો

પરિક્ષાના દિવસોમાં દરેક બાળકમાં ભય અને બેચેની વધી જાય છે. આવામાં ઘણી વખત જોવામાં આવ્યું છે કે બાળક એકલાપણું મહેસૂસ કરી રહ્યો હોય છે અને પોતાની વાતોને ખરી રીતથી નથી કહી શકતા, આથી પરિક્ષાના દિવસોમાં બાળકોની સાથે બેસીએ અને વાતચીત કરીએ. જે માબાપ કાર્યશીલ છે તે પરિક્ષાના દિવસોમાં ક્રમાનુસાર રજા લે અને બાળકની પાસે રહે.

કોમ્યુનિકેશન વધારે

બાળકને દર વખતે બીવડાવવે નહી કે તે નાપાસ થઈ જશે, બીજા બાળકોની તુલના ન કરે, કેમ કે આવામાં બાળક તમને પોતાની વાત નહી કરે અને કંઈ પણ કહેવા માટે ગભરાશે. પ્રયત્ન કરો કે તમારી વાતોથી બાળક રીલેક્સ રહે.

ડાયેટ અને સ્વાસ્થ્ય પર ધ્યાન

બાળકના ખોરાકમાં લિક્વિડ ડાયેટ શામેલ કરે, જેમ કે દૂધ અને જ્યુસની માત્રા વધારે, ખોરાકમાં વધુ હેવી ખોરાક આપે. આની સાથે શારીરિક કસરત જેમ કે સ્પોર્ટ્સ તથા યોગ જેવી વસ્તુઓને પણ દરરોજના શેડ્યુલમાં શામેલ કરે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રાખે

પરિક્ષામાં બાળકોને ટીવી કે મોબાઇલ પર રમવાના સમય પર થોડી સખ્તાઈ રાખે કેમ કે બાળક આ વસ્તુ પર વધુ સમય બરબાદ કરે છે. પ્રયત્ન કરો અા દરમ્યાન પોતે પણ જેમ બને તેમ ઇલેક્ટ્રોનિક ઉપકરણો થી દૂર રહે.

(આભાર : દૈનિક ભાસ્કર, વુમન ભાસ્કર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments