Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસપાકિસ્તાની મીડિયાનો દાવોઃ શિખ જવાનોએ ભારત માટે લડવાથી કર્યો ઇન્કાર - શું...

પાકિસ્તાની મીડિયાનો દાવોઃ શિખ જવાનોએ ભારત માટે લડવાથી કર્યો ઇન્કાર – શું છે સત્ય?

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ APBTAKKએ 5 માર્ચ, 2019ના દિવસે, “શિખ રેજીમેન્ટે ભારત માટે લડવાથી કર્યો ઇન્કાર.”ના શિર્ષકથી એક એપીસોડ ચલાવીને દાવો કર્યો કે શિખ જવાનોએ ભારતીય સૈનાના પક્ષમાં પાકિસ્તાનની વિરુદ્ધ હથિયાર ઉઠાવવાથી ઇન્કાર કરી દીધો છે.

APBTAKKએ આ બ્રેકીંગ ન્યૂઝ માટે એક ટ્વીટર હેન્ડલ @GurmeetKaur2020ને આ શ્રેય આપ્યું. આ ચેનલ દ્વારા બતાવવામાં આવ્યું તે ટ્વીટ નીચે પ્રમાણે છે. આ 21 શિખ રેજીમેન્ટના ઇન્કાર વિશે પ્રથમ પોસ્ટ હતી. આ ટ્વીટર હેન્ડલ @GurmeetKaur2020ને ચલાવનાર વ્યક્તિના લોકેશનને ખાલિસ્તાનના રૂપમાં ઓળખવામાં આવ્યું છે. અને તેના પરિચય અનુભાગમાં લખ્યું છે “સ્વતંત્ર ખાલિસ્તાન મેરા સપના હૈ, ભારતીય દમન કે વિરુદ્ધ.”

પાક સોશયલ મીડિયામાં આ દાવો વાયરલ

આના પછી તરત કેટલાય પાકિસ્તાની સોશયલ મીડિયા યુઝર્સે રીપબ્લિક ટીવીની ક્લિપને ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું. (1,2,3,4,5,6)

કેટલાક ફેસબુક યુઝર્સે પણ આ ક્લિપને શેર કરી છે.

ભારતીય પત્રકાર રોહિનિ સિંહ તે લોકોમાંથી હતી જેમણે આ કથિત રીપબ્લિક ટી.વી.ના પ્રસારણને રી-ટ્વિટ કર્યું હતું.

ફોટોશોપ થયેલી ક્લિપ

આ જાણવા માટે કે કથિત રીપબ્લિક ટી.વી.ની ક્લિપ ફોટોશોપન થઈ છે. એક સામાન્ય ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ પર્યાપ્ત છે. આ શોધખોળમાં ગૂગલે અલ્ટન્યૂઝને ન્યૂઝલોન્ડ્રીના મે,2017ના એક લેખ સુધી પહોંચાડ્યું. જેમાં મૂળ ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને તે ચેનલના જૂના પ્રસારણથી લેવામાં આવ્યું હતું.

જો કોઈ આ કોઈ વાયરલ ક્લિપની તુલના ન્યૂઝ લોન્ડ્રી દ્વારા અપલોડ કરવામાં આવેલ ક્લિપથી કરે તો આ એકદમ સ્પષ્ટ છે કે વચમાં આપવામાં આવેલ સમાચાર અને તેના ઉપરના બ્રેકીંગ ન્યૂઝ સિવાય બાકી બધું એક સમાન છે.

રીપબ્લિક ટી.વી.નું આ પ્રસારણ તેની દર્શક સંખ્યા વિશે હતું. આ ચેનલને 13 થી 19 મે, 2017 દરમ્યાન રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે 61 ટકા દર્શક સંખ્યા પ્રાપ્ત કરવાને લઈને ટ્વિટ કરાયું હતું.

પુલવામાં આતંકી હુમલો અને ત્યાર પછી ભારત-પાકિસ્તાન તણાવના સમયમાં પાકિસ્તાની મીડિયા અને સોશ્યલ મીડિયામાં ભારતના બદલો લેવાની કાર્યવાહીને ઓછું દેખાડવા માટે ભ્રામક સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી રહી છે. આ જ પ્રકારે ભારતીય મીડિયા અને સોશ્યલ મીડિયા તંત્રએ પણ સરહદ પારથી પાડોશીને લક્ષ્ય બનાવતાં ખોટા સમાચારો પ્રસારિત કરીને એકસમાન કામ કર્યું છે. /

આભારસહ: Alt News
તમે મૂળ લેખ અહીં વાંચી શકો છો :
https://www.altnews.in/hindi/old-image-viral-as-graves-being-dug-in-pakistan-after-indian-air-force-airstrike/

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments