ન્યૂઝીલેન્ડમાં જુમ્આની નમાઝ પહેલા બે મસ્જિદોમાં આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરીને રાખી દીધું છે. આ હુમલામાં માસૂમ બાળકો અને મહિલાઓ સહિત અત્યાર સુધી ૪૯ લોકોની માર્યા જવાની પુષ્ટિ થઈ ચૂકી છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રતિ પોતાની સંવેદના પ્રકટ કરતા SIO (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફી એ કહ્યું કે આ એક બર્બરતાપૂર્ણ હુમલો છે તેમજ આ પૂરી રીતે માનવતા વિરુદ્ધ છે.
તાત્કાલિક તપાસ તથા ગુનેગારોને સખત સજાની માંગ કરતા એમણે કહ્યું કે આ પ્રકારના હુમલા, વધતા જતાં ઇસ્લામોફોબિયાને દર્શાવે છે. વૈશ્વિક સ્તર પર આ હુમલાના કારકોમાં શરણાર્થીઓથી ઘૃણા, જ્ઞાન તેમજ વિવેકનો અભાવ મોટું કારણ છે.
લબીદ શાફીએ આ પણ કહ્યું કે વૈશ્વિક મીડિયા પણ ઇસ્લામોફોબિયા ફેલાવવામાં નકારાત્મક ભૂમિકા અદા કરી રહ્યા છે. ૨૦૧૭માં ૧૬ હજાર નિવાસીઓ પર ઓટાગો યુનિવર્સિટીના સંશોધનમાં સિદ્ધ થયું છે કે મીડિયાના લીધે ખોટી છબી રજૂ કરવાના લીધે મુસલમાનો પ્રતિ નકારાત્મક વલણ સર્જાયો છે. લબિદ શાફીએ માંગ કરતા કહ્યું કે મીડિયાની બાબતમાં તાત્કાલિક પ્રભાવિત પગલાં લે જેથી ધર્મ તેમજ સમુદાય વિશેષના લોકોની સામે ભડકાઉ તેમજ ઘૃણાત્મક સામગ્રી પીરસવામાં મીડિયાને રોકી શકીએ.
લબીદ શાફીએ દુઃખ પ્રકટ કરતા કહ્યું છે કે શરણાર્થીઓને હિંસા તેમજ ઘૃણાના શિકાર બનાવવું હવે એક વૈશ્વિક ટ્રેન્ડ બની ચૂક્યો છે. તેમણે કહ્યું કે સરકારો પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે શરણાર્થીઓને આરોપિત કરે છે. તેમણે માંગ કરી છે કે આવા સમયમાં જ્યારે કે વિશ્વ ગ્લોબલાઇઝ બની ચૂક્યું છે, આ પ્રથા પર તાત્કાલિક રોક લગાવી જોઈએ. આપણે વિવિધતાને વિકસિત કરવી જોઈએ તથા બહુલતાવાદી સમાજમાં એકબીજાની સેવાઓનો સ્વીકાર કરી સહાનુભૂતિ તેમજ સદ્ભાવ નું પ્રદર્શન કરવું જોઈએ.
પ્રસ્તુતકર્તાઃ મીડિયા વિભાગ, એસઆઈઓ ઓફ ઇન્ડિયા