Saturday, October 5, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઓલ્ટ ન્યૂઝ વિશ્લેષણ : ફેસબૂક પર રાજનૈતિક જાહેરાતમાં ભાજપા સમર્થક પેજોનો ભાગ...

ઓલ્ટ ન્યૂઝ વિશ્લેષણ : ફેસબૂક પર રાજનૈતિક જાહેરાતમાં ભાજપા સમર્થક પેજોનો ભાગ ૭૦ ટકા

ફેસબુકે હાલમાં જ પોતાની એડ લાયબ્રેરી રિપોર્ટ રજૂ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં “રાજનીતિ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓથી સંબંધિત જાહેરાત જેને ફેસબૂક કે ઇંસ્ટાગ્રામ પર ચલાવવામાં આવેલ છે.”ના આંકડા શોધી શકાય છે. ઓલ્ટ ન્યૂઝે આ રીપોર્ટનું વિશ્લેષણ કર્યું, જેનાથી ખ્યાલ આવ્યો કે ૭ ફેબ્રુઆરી થી ૨ માર્ચ ૨૦૧૯ના વચ્ચે ફેસબૂક દ્વારા સાર્વજનિક કરવામાં આવેલ કુલ જાહેરાત મહેસૂલી આવકનો સૌથી વધુ લગભગ ૭૦ ટકા ખર્ચ ભારતીય જનતા પાર્ટી, ભાજપા સમર્થક પેજો અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

પદ્ધતિ

ફેસબૂક દ્વારા પ્રકાશિત સંપૂર્ણ આંકડાઓમાં ૨૫૦૦ પેજ છે જેમાં ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૯ દરમ્યાન ૪.૧ કરોડ રૂપિયાથી વધુની જાહેરાતો ચલાવવામાં આવી છે.

ઓલ્ટ ન્યુઝે એ પેજોનું વિશ્લેષણ કર્યું જેણે આ મર્યાદામાં ૧૦૦૦૦ રૂપિયાથી વધારે ખર્ચ કર્યા છે. આવા ૨૨૧ પેજ હતા, જેમાં જાહેરાતો પર ૩.૮ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યા હતા.

આ ૨૨૧ પેજોનાં વિશ્લેષણથી ખ્યાલ આવ્યો કે ભાજપા, તેના સમર્થક પેજ અને કેન્દ્ર સરકારે, ફેસબૂક જાહેરાતો પર કુલ ખર્ચના ૬૯.૫૭ ટકા અથવા ૨.૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

ભાજપા પેજોનો સૌથી વધુ ખર્ચ

ભાજપા સદસ્યો અને મંત્રીઓના ફેસબૂક પેજો અને સીધા આ પાર્ટી દ્વારા સંચાલિત પ્રચાર માટે ઉપયોગ થયેલા પેજોનો રાજનૈતિક જાહેરાતો પર ૧.૫ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ હતો. એક ભાજપા સમર્થક પેજ ‘ભારતના મનની વાત’એ એકલા ૧.૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ‘ભારતના મનની વાત’ ભાજપાનું એક અભિયાન છે જેને ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું. દેશભરના ૧૦ કરોડથી વધારે લોકોના અભિપ્રાય લઈને સહાયતા કરવી આ અભિયાનનું લક્ષ્ય છે.

દ્વિતીય સ્થાન પર બીજેડી હતું. જેનો કુલ ખર્ચ ૮.૬ લાખ રૂપિયાથી વધારે છે. ૫.૬ લાખ રૂપિયાથી વધુ ખર્ચાની સાથે કોંગ્રેસ ત્રીજા સ્થાન પર રહી. તેના પછી YSR Congress (૨.૮ લાખ રૂપિયા), ટીડીપી (૧.૯ લાખ રૂપિયા) AIADMK (૩૨,૮૧૨ રૂપિયા), આમ આદમી પાર્ટી (૨૬,૫૩૭ રૂપિયા), બીએસપી (૧૧,૪૭૮) રૂપિયા અને શિવસેના (૧૦,૦૦૦) રૂપિયા રહ્યા.

ઉપરોક્ત સંખ્યાઓને જો આપણે કેન્દ્ર સરકાર અને ભાજપા સરકારો દ્વારા કરેલા ખર્ચથી મેળવી દઇએ ત્યારે પણ ભાજપા સૌથી ઉપર રહે છે. કેન્દ્ર સરકારના હિસાબમાં સૌથી વધુ ખર્ચ સરકારી પેજોનો રહ્યોં, જેમાં એકલા ‘My Gov India’ ના પેજ થકી ફેસબુકે ૩૪ લાખ રૂપિયાની મહેસુલી આવક રળી.

સરકારી પેજો સહિત સૌથી મોટા ૧૦ રાજનૈતિક વિજ્ઞાપનદાતા થકી આઠ પેજ ભાજપાથી સંબંધીત રહ્યા, જેમાં લગભગ ૨.૩ કરોડ રૂપિયા ફેસબૂક જાહેરાતો પર ખર્ચ કર્યા.

તેનાથી ઉલ્ટું, સૌથી વધુ ખર્ચ કરનારા વિપક્ષનું પેજ કર્ણાટક સરકારની પહેલ હતી, જેણે કુલ ૭ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા, જ્યારે કે ઓરિસ્સાના મુખ્યમંત્રી બીજેડીના નવીન પટનાયકના આધિકારીક પેજએ કુલ ૮.૫ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. નીચે આપવામાં આવેલા કોષ્ટકમાં સૌથી વધુ ખર્ચ કરનારા ૧૦ વિપક્ષના પેજ છે જેમની રાજનૈતિક જાહેરાતોમાં સંયુક્ત રૂપે ૨૧ લાખ રૂપિયાથી વધારે નો ખર્ચ થયો છે.

તે ઉપરાંત, અન્ય પણ ઘણી મોટી રકમ ખર્ચ કરનારા ફેસબૂક પેજ એવા હતા જેમનો કોઈ પણ પાર્ટીથી પ્રત્યક્ષ સંબંધ નહોતો.

ભાજપા સમર્થક પેજોનો સૌથી વધુ ખર્ચ

અમે ૧૨૬ પેજ એવા જોયા, જેમની કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે પોતાના પ્રત્યક્ષ સંબંધોને જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ કોઈ ખાસ પાર્ટીના સમર્થનમાં જાહેરાતો ચલાવવામાં આવેલી. તેમાં,૧૧૫ પેજ ભાજપા સમર્થક (ખર્ચ ૭૪ લાખ રૂપિયાથી વધુ), ૬ પેજ કોંગ્રેસ સમર્થક (ખર્ચ ૨ લાખ રૂપિયાથી વધુ), ત્રણ આમ આદમી પાર્ટી સમર્થક પેજ (ખર્ચ ૮૦,૫૦૫ રૂપિયા) અને બે તૃણમૂલ કોંગ્રેસ સમર્થક પેજ (ખર્ચ ૨૪,૩૩૯ રૂપિયા) હતા.

ભાજપા સમર્થક ૧૧૫ પેજોમાંથી એકલા “Nation with NaMo” એ ૬૪ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ ૬૪ લાખ રૂપિયામાંથી ૫૨,૨૪,૨૮૬ રૂપિયાની જાહેરાત વિગતો વગરની હતી. ફેસબુકના નિયમાનુસાર, જો કોઈ જાહેરાત, રાજનીતિ તથા રાષ્ટ્રીય મુદ્દા સંબંધિત છે તો વિજ્ઞાપનદાતાને જણાવવું પડશે કે તેના માટે કોણ ચુકવણી કરે છે. જો તે આને પૂર્ણ નથી કરી શકતા તો ફેસબૂક જાહેરાત હટાવી દે છે.

આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ (ફેસબૂક)એ જ્યારે એ જાણ્યું કે “Nation with NaMo” પેજ વિગત આપ્યા વગર જાહેરાત ચલાવી રહ્યા હતા, ત્યારે ફેસબુકે આ પેજ દ્વારા પ્રાયોજિત જાહેરાત હટાવી નાંખી. (જેમ કે ઉપર આપેલ સ્ક્રીનશોટમાં જણાય છે). જો કે અમે જોયું કે ૨૮ ફેબ્રઆરી ૨૦૧૯ પછી આ પેજ વિજ્ઞાપનદાતાની વિગત દેખાડી રહ્યા હતા.

વિજ્ઞાપનદાતાની વિગત ન બતાડવી, ફક્ત ભાજપા સુધી મર્યાદિત નથી. ઘણા વિપક્ષ – સમર્થક પેજોએ પણ રાજનૈતિક જાહેરાત વિગત વગર પ્રાયોજિત કરી હતી.

નીચે આપવામાં આવેલ કોષ્ટકમાં સૌથી મોટા ૧૦ પાર્ટી સમર્થક પેજ આપ્યા છે, જેમાં ૮ ભાજપના સમર્થક છે. નીચે જાંબલી રંગમાં દેખાઈ રહેલા બધા પેજ‌ એવા છે જે વિજ્ઞાપનદાતા વિષે વગર જણાવ્યે રાજનૈતિક સામગ્રી પ્રાયોજિત કરે છે. તેમાં “Nation with NaMo” નથી જેણે હાલમાં જ વિજ્ઞાપનદાતાઓ વિશે જણાવવાનું શરૂ કર્યું અને આમ આદમી પાર્ટી સમર્થક પેજ “Fans of Harmohan Dhawan” છે જે વિજ્ઞાપનદાતાની વિગત આપે છે.

ભાજપા અને તેના સમર્થક પેજો દ્વારા રાજનૈતિક સામગ્રી પ્રાયોજિત કરતા એક મહિનામાં જ ૨.૭ કરોડ રૂપિયા ખર્ચ કરવા એ દર્શાવે છે કે રાજનૈતિક દળો માટે સોશ્યલ મીડિયાનું શું મહત્વ છે. આ સ્પષ્ટ છે કે પાર્ટીઓ, યુવા મતદારોને પ્રભાવિત કરનારા આ જાહેરાતોની મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાયને આકાર આપવા માટે મોટી રકમ ખર્ચ કરવાની ઈચ્છામાં છે.

આપણે તે પેજો પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂરત છે, જેમણે કોઈ પણ પાર્ટીથી પોતાનો સંબંધ જાહેર નથી કર્યો, પરંતુ તેના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. ઉદાહરણ માટે જેવું કે અમે આ વિશ્લેષણમાં બતાડ્યું કે ભાજપા સમર્થક પેજોએ એક મહિનામાં પ્રાયોજિત સામગ્રી પર ૭૪ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. આ પેજોના ફંડનો સ્ત્રોત અસ્પષ્ટ છે જેને સામે લાવવાની જરૂરત છે. જો આ પેજ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપથી રાજનૈતિક દળો દ્વારા સંચાલિત છે, તો તેના ખર્ચનો ભારતની ચૂંટણી કમીશનની સમક્ષ ખરી રીતથી ખુલાસો થવો જોઈએ.

સાભારઃ altnews hindi

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments