જી. નાગેન્દ્ર બિહાર કે યુપીના નથી. તેલંગાણાનો વિદ્યાર્થી છે. બોર્ડની પરીક્ષામાં ગણિતમાં જ નાપાસ થઈ ગયો. જે તેનો પ્રિય વિષય હતો. આઘાત સહન ન થયો તો જી નાગેન્દ્ર એ આત્મહત્યા કરી લીધી. એક અન્ય વિદ્યાર્થીએ બે વિષયોમાં નાપાસ થવાના લીધે ઝેર ખાઈ લીધું. પરિણામ આવ્યાના એક સપ્તાહના અંદર ૧૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. ૧૧મી અને ૧૨મીની પરીક્ષામાં ૯.૭૪ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ૩ લાખ ૨૮ હજાર નાપાસ થયા. તેલંગાણામાં અભિભાવ સંઘ આંદોલન કરી રહ્યા છે. કોર્ટના આદેશના લીધે ત્રણ લાખ કોપીની ફરીથી તપાસ થશે.
રાજ્યમાં પરિક્ષા કરાવવાનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં હવે તે ધીમે ધીમે થવા માંડ્યું છે. પરિક્ષા બોર્ડની પોતાની જવાબદારી હોય છે. સરકારો આને મજબૂત કરવાને બદલે ખાનગી કંપનીઓને પરીક્ષા કરાવવાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે. હોય શકે છે કે એમની પાસે શ્રેષ્ઠ ઉપાય હોય, પરંતુ સરકાર આ પ્રાથમિક કાર્ય પોતે કેમ નથી કરી શકતી. તેલંગાણામાં ગ્લોબરેના ટેક્નોલોજી નામક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આના પર ગોટાળાના આરોપો લાગી રહ્યા છે. જી નવ્યાને તેલુગુ કોપીમાં ઝીરો માર્ક્સ મળ્યા હતાં. ફરી તપાસ થઈ તો ૯૯ મળ્યા. ઇન્ડિયન એક્સપ્રેસની શ્રીનિવાસ જાન્યલાના સમાચાર થી આ ખબર પડે છે.
પાછલા વર્ષે મુંબઈ યુનિવર્સિટીનું પરિણામ પણ ઘણા મહિનાઓ સુધી આવી રીતે નિષ્ફળ રહ્યું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પરિણામમાં હેરાફેરી થઈ ગઈ. વિદ્યાર્થીઓને પોતાના પરિણામો માટે આંદોલન કરવું પડ્યું. તમે જરા ઇન્ટરનેટ પર સર્ચ તો કરો. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં પણ પ્રશ્નપત્ર લીક હોવાનો મામલો હતો. જ્યારે દિલ્હી પોલીસે તપાસ કરી તો પ્રાઇવેટ કંપનીએ માન્યું કે એમની સિસ્ટમ ફૂલ પ્રૂફ નથી. વિદ્યાર્થીઓનું જીવન બરબાદ થયું અને ખાનગી કંપનીઓને ફાયદો. ધીમે ધીમે સરકારી પરીક્ષાઓ મોંઘી થતી જઈ રહી છે. ફોર્મ ભરવાની ફી બે હજારથી ત્રણ હજાર સુધી થવા લાગી છે.
ભારતની જનતા પર એક જીદ સવાર છે. તે રાજનીતિમાં નેતાનો શોખ તો પૂરો કરી દે છે પરંતુ પોતાના પ્રશ્નો ભૂલી જાય છે. ખરાબ શિક્ષણ વ્યવસ્થાનું આર્થિક નુકસાન કેટલુ થાય છે, તેનો હિસાબ બધાએ કરવો જોઈએ. અલબત્ત, અભિભાવકોનું દળ હિન્દુ મુસ્લિમની જાળ માં ફંસાઈ ચૂક્યું છે, પરંતુ તે જાળમાં ફસાયેલા અભિભાવકોના પણ પ્રશ્ન થી લડવું પડશે. કેટલાક લોકો લડી પણ રહ્યા છે. તેમ છતાં ચુંટણીઓને આ મુદ્દાઓથી અલગ કરવાવાળા લોકો ભૂલો કરી રહ્યા છે. કોઈ નહિ. ચુંટણી પછી ઓછામાં ઓછું આની પર પરત આવી જઈએ તો ઘણું છે. આ જરૂરી કામ છે.
જિલ્લાઓ અને કસ્બાઓમાં ભણનારા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે. તેમને “બેટી બચાઓ બેટી પઢાઓ”નું બનાવટી સૂત્ર પકડાવી દીધું છે. ભણતર માટે શાળા અને કોલેજોનું સ્તર એકદમ નિમ્ન બનાવી દીધું છે. પરિણામ એ આવશે કે યુવતી કે યુવક બીએ તો પાસ હશે પરંતુ કોઈ લાયક નહિ હોય. ભણવા માટે પલાયન કરવું પડે છે અને કોચિંગો પર લાખો લૂટાવા પડે છે.
હમણાં નહી તો ચુંટણી પછીના સમય માટે આ મુદ્દાઓ ને લઈને તૈયારી કરી લે. ભાજપા હોય કે કોંગ્રેસ કે કોઈ પણ ક્ષત્રિય દળ, તેની પર દબાણ કરે. પોતે જાણકારી મેળવે, તેની પર ચર્ચા કરે. વિચારો, નવું રાજ્ય બન્યું છે તેલંગાણા. તેને તો આશાઓથી લબાલબ હોવું જોઈએ. સરકારો જનતા માટે નથી બનતી, પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે બને છે, જેથી તેમના પૈસા લઈને ફરી સત્તામાં આવી શકે. આપણે જાણે અજાણે એક એવું તંત્ર બનાવી રહ્યા છીએ જેના શિકાર આપણે જ હશું. શિક્ષણનો પ્રશ્ન રાજનૈતિક પ્રશ્ન છે. આ ચુંટણી તો ગોબર થઈ ગઈ પરંતુ તેના પછીના માટે આ વિષયો પર તૈયારી કરો અને નવી સરકાર પર સચોટ પરિણામ લાવવા માટે દબાણ બનાવો. તેના પછી જોઈ લેજો.
સાભારઃ રવિશ કુમાર