કોઈપણ વ્યક્તિનુ ફકત એટલા માટે કે એનો સંબંધ એક ખાસ વર્ગ સાથે છે આવી ભયાનક રીતે ટોળા હિંસા દ્વારા કત્લ સમગ્ર માનવીય સમાજનુ ક્રૂર અપમાન છે. આ ફકત એક નાગરિક ની હત્યા નથી બલ્કે આપણી સામાજિક વર્તણુક અને વ્યવહાર અને કાયદાના શાસનના સિદ્ધાંત ઉપર એક મોટો ફટકો છે. તે ધ્યાનમાં લીધા વગર કે ઝારખંડના તબરેઝ અન્સારીએ ચોરી અથવા બીજો કોઈ ગુનો આચર્યો હોય જેનો આરોપ તેના ઉપર લગાવવામાં આવ્યો છે, કોઈને અધિકાર પ્રાપ્ત નથી કે આવી ભયાનક રીતે મારપીટ કરીને કોઈની હત્યા કરી દે. આ એટલી નજીવી કે સામાન્ય ઘટના પણ નથી કે એક શંકાસ્પદ ચોર ઉપર ટોળું પોતાનો ગુસ્સો ઉતારી રહી હતી અને બસ! હકીકત એ છે કે હત્યારાઓએ તબરેઝને “જય શ્રી રામ”ના નારા લગાવવા માટે વિવશ કર્યો, તે આ વાતનો પૂરાવો છે કે આ ઘટનાની પ્રકૃતિ સાંપ્રદાયિક છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસના વલણ ઉપર પણ સવાલ ઉઠાવવાની જરૂર છે. પોલીસના ફક્ત આ દુઃખી ઘટના ઉપર કાબુ મેળવવામાં પૂરી રીતે નિષ્ફળ રહી એટલું જ નહિ, બલ્કે સુપ્રીમકોર્ટનુ સ્પષ્ટ માર્ગદર્શન હોવા છતાં તેનુ ઉલ્લંઘન કરતા આ મામલામાં મોબ લિંચિંગ નો કેસ નોંધવામાં પણ નાકામ જોવા મળી.
અત્રે યાદ રહે કે આવા પ્રકારની ઘટના ઝારખંડમાં પહેલા પણ થતી રહી છે. આવી દુર્ઘટનાને રોકવામાં ઝારખંડ સરકારનો પણ રેકોર્ડ ખરાબ રહ્યો છે. સ્પષ્ટ રહે કે ઝારખંડમાં આનાથી પહેલા કેન્દ્રીય મંત્રીઓ પણ લિન્ચિંગના ગુનેગારોનુ સન્માન કરી ચુક્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પરસ્પરના તાલમેલના માધ્યમથી આવા પ્રકારની સાંપ્રદાયિકતા પર આધારિત પ્રવૃત્તિઓને અંજામ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવી પ્રવૃત્તિઓમાં સામેલ ગ્રુપોને પાંચ ઘટનાઓમાં સમર્થન પ્રાપ્ત થયું છે અને તે જાણે છે કે તેઓને નફરતની રાજનીતિને અમલમાં મૂકવાની પુરી સ્વતંત્રતા પ્રાપ્ત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો અને સાથે જ સત્તા પર બેસેલી રાજકીય પાર્ટીને ટોળા દ્વારા હિંસાની ઘટનાઓ અને લો એન્ડ ઓર્ડરની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં અતિશયોક્તિ નથી.
એસ.આઈ.ઓ. દ્રઢતાપૂર્ણ માને છે કે દેશની ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ વધતા પૂર્વગ્રહ અને હિંસાના નિવારણ માટે SC/ST Prevention of atrocities Act મુજબ ધાર્મિક લઘુમતીઓ માટે પણ રાષ્ટ્રીય સ્તરે કાયદો બનાવવામાં આવે.
પ્રચાર-પ્રસાર વિભાગ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા,
સૈયદ અહમદ અલી (રાષ્ટ્રીય સચિવ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા)
ઈમેલ: media@sio-india.org