MANUUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લગતી પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. તેના સંદર્ભમાં એક રેલીને સંબોધન કરતા પ્રમુખ પદના મજબૂત દાવેદાર શેખ ઉમર ફારૂકે કહ્યું કે વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડવાની પાછળનું તેમનું કારણ કોઈ વ્યક્તિગત હિત નથી, પરંતુ કેમ્પસના રાજકારણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ યુનિવર્સિટીમાં સ્વાર્થના રાજકારણને દૂર કરવા સખત પ્રયત્ન કરશે અને સ્વચ્છ રાજકારણ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે, જે સામુહિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની અગ્રતા વિદ્યાર્થીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની અને તેમના પ્રશ્નો હલ કરવાની તેમજ રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવાની રહેશે. તેમણે જણાવ્યું હતું કે “ક્રાંતિની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા થાય છે, અને આ આગામી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં વિદ્યાર્થીઓ નવી ક્રાંતિની પહેલ કરશે અને રાષ્ટ્રિય સ્તરે ચૂંટણીના માહોલમાં નવી ભાવના પેદા કરશે.
પ્રાદેશિકતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે “દેશના બધા મુસ્લિમોએ રાષ્ટ્રની સ્વતંત્રતાની લડતમાં બલિદાન આપ્યું છે, તો યુનિવર્સિટીમાં પ્રાદેશિકતા કેવી રીતે સહન કરી શકાય?” તેમણે કહ્યું કે તે કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે પ્રાદેશિક મતભેદોને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેશે અને તેમની વચ્ચે એકતાને પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં કહ્યું કે આ તે જ કારણ છે કે જેણે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિવિધ પ્રદેશોના પ્રતિનિધિઓને એક સાથે આવવા પ્રેર્યા હતા અને 2017 ચૂંટણી પૂર્વે આઝાદ યુનાઇટેડ સ્ટુડન્ટ્સ ફેડરેશન (AUSF) ની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે પણ AUSF પેનલ ફરીથી તમામ પ્રયત્નો સાથે ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારું સૂત્ર “મૂલ્ય આધારિત રાજકારણ” છે, જે અમને તેમના વિભાગ કે પ્રદેશના પૂર્વગ્રહથી હઠી માત્ર તેમની ક્ષમતાના આધારે યોગ્ય ઉમેદવારો પસંદ કરવા પ્રેરે છે – જે અમને ખાતરી છે કે, પારદર્શક અને નીડર નેતૃત્વ બનાવવામાં મદદ કરશે. અને આ રીતે ઊભરેલું નેતૃત્ત્વ વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓનો અવાજ બનશે, અને ન કે પોતાના હિતોનો પોષક માત્ર.
અમે ‘એકેડેમિક એક્ટિવિઝમ’નું સૂત્ર પણ આપ્યું છે જે MANUUમાં શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહિત કરવા, શૈક્ષણિક ધોરણને અપગ્રેડ કરવા, વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈ કરવા મદદરૂપ થશે – જે તેમનો અધિકાર પણ છે.
તેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી સુવિધાઓ સુધારવી અને શૈક્ષણિક વિષયો પર વિદ્યાર્થીઓ વચ્ચે રચનાત્મક ચર્ચાઓને પ્રોત્સાહન આપવું, અને આ રીતે કેમ્પસનુ સંપૂર્ણ વાતાવરણ શૈક્ષણિક વાતાવરણમાં બદલવું. તેમજ અહીંના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં MANUUનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવા.
આ નિર્ધારિત લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ સાથે અમારી AUSF પેનલ અમારા નિર્ધારોને મજબૂત કરવા માટે અને MANUUમાં પોતાનું વિદ્યાર્થી સંઘ રચવા માટે તમારો કીમતી મત આપવાની અપીલ કરે છે. કે જેથી MANUUમાં કોઈ પણ કિંમતે નકારાત્મક અને અનૈતિક રાજકારણ તેના મૂળિયા મજબૂત કરી શકે નહિ.