તાજેતરમાં , રાંચી શહેરની પ્રખ્યાત મારવાડી કોલેજના સ્નાતક પદવીદાન સમારંભમાં એક મુસ્લિમ વિદ્યાર્થીની ને માત્ર બુરખાે પહેરેલ હોવાથી ડિગ્રી અને ગોલ્ડમેડલ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. ધ્યાનમાં રહે કે તે વિધાર્થીની સત્ર 2011-2014 ની સ્નાતક (ગણિત)ની ટોપર હોવાની સાથે તે સત્રની ઓવરઓલ બેસ્ટ ગ્રેજ્યુએટ હતી .
એસ.આઈ.ઓ ઝારખંડના પ્રતિનિધિમંડળે આ ઘટનાના સંદર્ભમાં વિદ્યાર્થી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કોલેજ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી ઘટના સંદર્ભે વિધાર્થીઓની નારાજગી અને રોષ વ્યકત કર્યો . એસ.આઈ.ઓ.ના પ્રતિનિધિમંડળે મેમોરેન્ડમ રજુ કરી ને કોલેજ મેનેજમેન્ટ સમક્ષ સ્પષ્ટપણે વાત મૂકી હતી કે કોલેજે પોતાની વિદ્યાર્થીની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરીને તેણે અવેધ રીતે આવૉર્ડ થી દુર રાખીને વિદ્યાર્થીઓનું મનોબળ તોડ્યું છે. તેની સાથે કોલેજે રાજ્યમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર ની શરૂઆત પણ કરી દીધી છે.

ઉપરાંત પ્રતિનિધિમંડળે એ વાત પણ મૂકી કે કોલેજને ડ્રેસ કોડ લાગુ કરવાનો અધિકાર છે અને પ્રતિનિધિમંડળ તેનુ સન્માન કરે છે પરંતુ મેનેજમેન્ટને એ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે તે એક મુસ્લિમ વિદ્યાર્થીની છે તેની ધાર્મિક ભાવના અને ઓળખનું સન્માન કરી તેણીને બુરખાની સાથે એવોર્ડ થી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાની જરૂર હતી. પરંતુ તેના વિરુદ્ધ મેનેજમેન્ટ એ નિરાશાજનક વર્તન દર્શાવ્યું. ડૉ. અનમોલ ( HOD , ગણિત વિભાગ અને સ્નાતક પદવીદાન સમારંભના સંયોજક)એ પ્રતિનિધિમંડળની ભાવનાઓનું સન્માન કરતા કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વધુમાં એમણે કહ્યું કે કોલેજ પોતાના વિધાર્થીઓ ના મૂળભૂત અધિકારોનો આદર કરે છે.