Thursday, November 7, 2024
Homeમનોમથંનબેરોજગારીનો પ્રહાર : ધ્યાન માગતી સમસ્યા

બેરોજગારીનો પ્રહાર : ધ્યાન માગતી સમસ્યા

દેશમાં કાશ્મીર જીતી લેવાની ભવ્ય ઉજવણી કરતાં કરતાં બેરોજગારો જાગ્યા ખરા! ધર્મના નામે સત્તા ટકાવી રાખવા અને ચોક્કસ ધર્મના લોકોને દેશનો દુશ્મન ચીતરીને બહુમતી જનતાને મૂર્ખ બનાવવી અને બનવી કેટલું વાજબી છે એ દેશની જનતાએ નક્કી કરવું પડશે. કાશ્મીર એક સમસ્યા હોઈ શકે, તેના સમાધાનરૂપે કેટલાક પગલા લેવા એ દેશહિતમાં હોય તેનો ઇન્કાર કરી શકાય નહીં, પરંતુ તેને એકમાત્ર દેશની ચિંતા અને સમસ્યા ગણાવવી બિલકુલ ગેરવાજબી છે. અર્થશાસ્ત્રમાં એવું ભણાવવામાં આવે છે કે દેશની પ્રાથમિક અને મૂળભૂત સમસ્યા રોટી છે, અને રોટી રોજગાર સાથે જાડાયેલ છે. જૂન ૨૦૧૯માં Periodic Labour Force Surveyમાં બેરોજગારીના પ્રમાણમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે કે દેશમાં ૨૦૧૮માં ગ્રામીણ વિસ્તારમાં ૫.૩% અને શહેરી વિસ્તારમાં ૭.૮% બેરોજગારીનું પ્રમાણ છે.

દેશ બેરોજગારીના ખૂબ જ નાજૂક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઓટો સેકટરના વેચાણમાં ૧૯%નો ઘટાડો નોંધાયો છે, દેશનો સુપ્રસિદ્ધ બિસ્કિટ પારલે-જીમાં લગભગ ૭૦૦૦ જેટલા લોકોની છટણી કરવામાં આવી છે, મારૂતી સુઝૂકીના વેચાણમાં ઘટાડો નોંધાતાં ૩૦૦૦ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. આમ જુલાઈ ૨૦૧૯માં પેસેન્જર વ્હેકલની ડિમાન્ડમાં ૩૧%નો ઘટાડો નોંધાયો છે. બેરોજગારીનો સીધો સંબંધ દેશની અર્થવ્યવસ્થા સાથે છે અને દેશની અર્થવ્યવસ્થા ગંભીર મંદીના ઘેરામાં છે, તેવું નિવેદન આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસએ પણ કર્યું છે. દેશના એક બીજી મહત્ત્વની વ્યક્તિ જે એલ.એન્ડ.ટી.ના ચેરમેન છે અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટના પણ ચેરમેન છે, તેઓ કહે છે કે ‘મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ’ નિષ્ફળ નીવડયું છે. હજી ઘણું રોજગાર ઉત્પન્ન કરવાનું બાકી છે. અશોક લેલેન્ડ જે ટ્રક ઉત્પાદનમાં મોટું નામ છે તેમણે કર્મચારીઓને નોકરીનો બીજા ઓપ્શન શોધી લેવા કહી દીધું છે. સૂરતનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઘોર મંદીના માહોલમાં સપડાયેલ એક યુવાન પોતાની કિડની વેચવા સિવિલ હોસ્પિટલ આવ્યો હતો, જેનો અહેવાલ ૨૧-૮-૨૦૧૯ના દૈનિકમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે.! મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીમાં મંદી અને બેરોજગારીના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઘણી બધી ફેકટરીઓ બંધ થઈ ગઈ છે, જ્યારે કેટલીક બંધ થવાની અણી પર છે.

આ પરિસ્થિતિ સુધી પહોંચવાનું મુખ્ય કારણ આ છે કે સરકારને કોઈ સવાલ પૂછનાર નથી. જે પ્રજાએ વોટ આપ્યો છે તે વિકાસના નામે નહીં પરંતુ ધર્મ અને નફરતના નામે આપેલ છે. તેઓ સરકારને પ્રશ્ન કરી શકવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ‘ગોદી’ મીડિયા છે જે ‘મંદી કો ન દેખો, મોદી કો દેખો’ ના મથાળા સાથે કાર્યક્રમ બનાવે છે. તેમનામાં હિંમત જ નથી કે સરકારને પ્રશ્ન કરી શકે. વિનોદ દુઆ અને રવિશ કુમાર જેવા કેટલાક પત્રકારો છે જે સરકારને પ્રશ્ન પૂછી તેમની સાથે બાથ ભીડે છે. નહિંતર દલાલ મીડિયાને ગરીબો, કિસાનો અને બેરોજગારોથી શું લેવા-દેવા?

સરકારની કોર્પોરેટ પોલીસી પણ તદ્દન બેરોજગારી ઉપજાવે તેવી છે. સરકારી કંપનીઓ જેવી કે BHEL (ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિમિટેડ) અને BSNLનું પરફોર્મન્સ સતત નીચે ગયું છે. જેમકે BHELનું ૨૦૧૩-૧૪માં ટર્નઓવર ૩૮૩૮૯ કરોડ હતું, જ્યારે ૨૦૧૭-૧૮માં તેનું ટર્નઓવર ઘટીને ૨૭૮૫૦ કરોડ થઈ ગયું છે. EPS ૨૦૧૩-૧૪માં ૯.૪૩ હતું જે ૨૦૧૭-૧૮માં ઘટીને ૨.૨૦ થઈ ગયું છે. BSNLના ગ્રાહકોની સંખ્યા સતત ઘટતી જાય છે. કેમકે પ્રધાનમંત્રી શ્રી JIOના વિજ્ઞાપનમાં દેખાય છે BSNLના વિજ્ઞાપનમાં નહીં. જીએસટીના કારણે મોટી કંપનીઓને ખૂબ ફાયદો થયો પરંતુ નાના ઉદ્યોગોને ખૂબ માર પડી. તેઓ સરકારની ટેક્સની નીતિઓ સામે ટકી શક્યા નહીં. અને આડેધડ નાના ઉદ્યોગો બંધ થવા લાગ્યા. ગુજરાતમાં ઉત્તર ભારત (ઉત્તરપ્રદેશ અને બિહાર)થી મોટી સંખ્યામાં લોકો મજૂરી કરવા આવે છે. નાની ફેકટરીઓ બંધ થવાના કારણે તેઓ બિલકુલ બેકાર થઈ ગયા છે. જા આની આ  જ સ્થિતિ આગળ રહેશે તો દેશ બેરોજગારીની એવી ખીણમાં પટકાઈ જશે જ્યાંથી નીકળતા વર્ષો લાગશે. અને આ વર્ષોં દરમ્યાન દેશની પ્રજાને કેવા દિવસો જાવાના આવશે એ કહેવું મુશ્કેલ છે.

ભારત ચીનની બરાબરી કે તેની સાથે સ્પર્ધા કરે છે, કરવી જાઈએ, બિલકુલ કરવી જાઈએ. પરંતુ આપણી પાસે ધર્મના નામે આયોજન છે, દેશની સૌથી મોટી લઘુમતીને પરેશાન કરવાનું  આયોજન છે,  દલિતો માટે તેમની શ્રદ્ધા સાથે રમત કરવાનું આયોજન છે, મીડિયામાં પોતાનો દલાલોનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું આયોજન છે, પોતાના રાજકીય દુશ્મનોને કઈ રીતે કેસોમાં ફસાવવા તેનું આયોજન છે, તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાનું અને રાજનૈતિક પ્રતિસ્પર્ધીને હંમેશ માટે ખતમ કરવાનું આયોજન છે, તો દેશને બેરોજગારીમાંથી ઉગારવાનું આયોજન કેમ ન હોઈ શકે?

ચીનને જેમણે જાયું છે તેમને ખ્યાલ આવશે કે ચીન ભારતથી ખૂબ આગળ નીકળી ગયું છે. તેની માળખાગત સુવિધાઓ, ઉત્પાદન, વસ્તી નિયંત્રણ અને શાંતિમય વાતાવરણ પૂરૂં પાડવાની કટિબદ્ધતા અને અમલ જબરદસ્ત છે.

દેશને વિકાસના પાટે ચઢાવવું હોય તો સરકારે ગંભીરતાથી વિચારવું જાઈએ. દેશમાં દરેકના વિકાસ થકી જ દેશનો વિકાસ થશે. આ વાત ભાજપે સ્વીકારી લેવી જાઈએ. ફકત ચૂંટણીની જુમલાબાજી ઉચ્ચારવાથી વિકાસ થઈ જતો નથી. દેશની જનતા ધર્માંધ ભક્ત બની બેરોજગારીથી વિમુખ ક્યાં સુધી રહેશે? આ રાષ્ટ્રભક્તિનું અફીણ હજી કેટલા દિવસ કામ કરશે? વિચારજા.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments