કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ઘણી રસી માર્કેટમાં આવી ગઈ છે અને સરકારી સ્તરે પણ રસીની ઉપલબ્ધતાની સાથે સાથે રસી લગાવવાની તાકીદ કરવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ઘણાં લોકો સવાલ કરી રહ્યા છે કે શું કોરોના વેક્સિન લગાવવી વૈધ(હલાલ) છે ? જમાતે ઇસ્લામી હિંદની શરિયા કાઉન્સિલમાં આના પર વિચાર કરવામાં આવ્યો અને આ સંબંધમાં નીચે મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું :
- કોરોનાથી બચવા માટે જે વેક્સિન વિકસિત કરવામાં આવી છે તે કોઈ સારવાર નથી, આ એક સાવચેત ઉપાય (preventive treatment) છે. દરેક નાગરિકને આને લગાવવાનો અધિકાર પ્રાપ્ત છે.
- મુખ્ય વાત, માનવ શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવું છે. ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિની પ્રતિરક્ષા પ્રણાલી રસીકરણ વગર પણ મજબૂત છે તો તે આ બીમારીથી બચી શકે છે.
- રસીકરણ બીમારીથી બચવાની આશાને મજબુત કરે છે, આથી આને લગાવી લેવી સારું છે. ખાસ કરીને આધેડ અને વૃદ્ધ લોકો.
- શરિયતના જાણકારોએ વેક્સિન લગાવવાની અનુમતિ આપી છે, પછી ભલેને વેક્સિનમાં કોઈ હરામ વસ્તુ હોય. કેમ કે સૌથી પહેલા હરામ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય તો તે હરામ રહેતી નથી. બીજું આ કે અત્યંત જરૂરતના સમયે હરામ વસ્તુનો ઉપયોગ કરવાની અનુમતિ છે.
- જો કોઈ મહામારી ફેલાઈ ગઈ છે અથવા બીમાર થવાની પૂર્ણ આશંકા હોય, તો સાવચેત પગલાં ભરવા એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે બીમારીના ફેલાવવા બાદ તેની સારવાર કરાવવી.
- જે લોકો એ રસી લગાવેલી નથી, તેને અન્ય સાવધાનીઓ રાખવી પડશે, જેથી તે સંક્રમિત ન થાય અથવા બીમારી ફેલાવવાનું કારણ ન બને.