Thursday, April 25, 2024
Homeસમાચારકોરોના વાયરસની રસી લગાવવી વૈધ (હલાલ) : શરિયા કાઉન્સિલ જમાઅતે ઇસ્લામી હિંદ

કોરોના વાયરસની રસી લગાવવી વૈધ (હલાલ) : શરિયા કાઉન્સિલ જમાઅતે ઇસ્લામી હિંદ

કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ઘણી રસી માર્કેટમાં આવી ગઈ છે અને સરકારી સ્તરે પણ રસીની ઉપલબ્ધતાની સાથે સાથે રસી લગાવવાની તાકીદ કરવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ઘણાં લોકો સવાલ કરી રહ્યા છે કે શું કોરોના વેક્સિન લગાવવી વૈધ(હલાલ) છે ? જમાતે ઇસ્લામી હિંદની શરિયા કાઉન્સિલમાં આના પર વિચાર કરવામાં આવ્યો અને આ સંબંધમાં નીચે મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું :

  1. કોરોનાથી બચવા માટે જે વેક્સિન વિકસિત કરવામાં આવી છે તે કોઈ સારવાર નથી, આ એક સાવચેત ઉપાય (preventive treatment) છે. દરેક નાગરિકને આને લગાવવાનો અધિકાર પ્રાપ્ત છે.
  2. મુખ્ય વાત, માનવ શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવું છે. ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિની પ્રતિરક્ષા પ્રણાલી રસીકરણ વગર પણ મજબૂત છે તો તે આ બીમારીથી બચી શકે છે.
  3. રસીકરણ બીમારીથી બચવાની આશાને મજબુત કરે છે, આથી આને લગાવી લેવી સારું છે. ખાસ કરીને આધેડ અને વૃદ્ધ લોકો.
  4. શરિયતના જાણકારોએ વેક્સિન લગાવવાની અનુમતિ આપી છે, પછી ભલેને વેક્સિનમાં કોઈ હરામ વસ્તુ હોય. કેમ કે સૌથી પહેલા હરામ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય તો તે હરામ રહેતી નથી. બીજું આ કે અત્યંત જરૂરતના સમયે હરામ વસ્તુનો ઉપયોગ કરવાની અનુમતિ છે.
  5. જો કોઈ મહામારી ફેલાઈ ગઈ છે અથવા બીમાર થવાની પૂર્ણ આશંકા હોય, તો સાવચેત પગલાં ભરવા એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે બીમારીના ફેલાવવા બાદ તેની સારવાર કરાવવી.
  6. જે લોકો એ રસી લગાવેલી નથી, તેને અન્ય સાવધાનીઓ રાખવી પડશે, જેથી તે સંક્રમિત ન થાય અથવા બીમારી ફેલાવવાનું કારણ ન બને.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments