રાષ્ટ્રીય સ્તરે સક્રિય રિફા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આજે એક વિશેષ સમારોહમાં અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારીઓને ઉદ્યોગ સાહસિકતા માટે આમંત્રિત કર્યા હતા. અમદાવાદની બીનોરી હોટલ, એસજી હાઈવે ખાતે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બિઝનેસ નેટવર્ક ને વિકસાવવા માટેનો હતો. કાર્યક્રમની શરૂઆત મોહમ્મદ ઉમર મન્સૂરીના કુરાન પઠનથી કરવામાં આવી ત્યારબાદ રિફા અમદાવાદ યુનિટના પ્રમુખ ઉમર મનીઆર દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું.
“નેટવર્કિંગના ખ્યાલનો પરિચય” વિશે વસીમ સામદજી (ફ્લોરા ફોઉનટેન, વરિષ્ઠ બીએનાઈ નિયામક)એ તેમના માહિતીપ્રદ પ્રેઝન્ટેશનમાં નેટવર્કિંગના કાયદા વિશે જણાવ્યું હતું કે, નેટવર્કિંગનો કાયદો છે કે “હું તમને તમારા વ્યવસાયમાં મદદ કરું છું, તમે મને મારા વ્યવસાયમાં મદદ કરો”. વધુમાં તેમણે પોતાના સ્ટાર્ટઅપ અથવા વેપારનો કેવી રીતે પરિચય કરાવવો એ વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં એક સત્ર નેટવર્કિંગ સેશનનો પણ હતો જેમાં બધા સભ્યોએ પોતાનો અને પોતાના વેપાર ધંધા નો પરિચય કરાવ્યો હતો.
દિલ્હીથી ખાસ પધારેલા રિફાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના રાષ્ટ્રીય સંચાલક દ્વારા રિફાહના મિશન અને વિઝન ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. તેમણે તેમના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે “રિફાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઉદ્યોગ સાહસિકોને તેમની નેટવર્કિંગ જરૂરિયાતો, વ્યાપારને લગતા માર્ગદર્શન અને આ અંગે કોઈપણ સમસ્યાઓના નિરાકરણ માટે એક અનોખું પ્લેટફોર્મ છે. રિફાહ દેશના ૧૭ રાજ્યોમાં કાર્યરત છે અને તેમના હજારો સહયોગીઓ માટે નેટવર્કિંગ મીટીંગ, પ્રદર્શનો, ઉદ્યોગ મુલાકાતો, સેમિનાર અને પ્રશિક્ષણ કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ કરે છે.” વધુમાં જણાવ્યું કે રિફાહ તેના સાહસિકો ની જરૂરિયાતો પૂરી કરવા માટે rifahmart.com અને rifahjobs.com જેવા પ્લેટફોર્મ છે. કોઈ પણ વ્યક્તિને માટે રિફાહના સભ્ય બનવું ખુબજ સરળ છે.
કાર્યક્રમના અંતે નેટવર્કિંગ માટે પ્રેક્ટીકલ સેશન રાખવામાં આવ્યું હતું. રિફાહ અમદાવાદ યુનિટના અલ્તાફ મન્સૂરીના આભાર વિધિથી સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના પ્રયોજક MYCO Group અને Hearty Mart હતા. અમદાવાદ અને આસપાસના વિસ્તારના ૭૫થી વધુ ઉદ્યોગસાહસિકતો ભેગા થયા હતા.