Wednesday, June 12, 2024
HomeસમાચારJIH-મોડાસા દ્વારા ૭૫મા સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી

JIH-મોડાસા દ્વારા ૭૫મા સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી

દેશ જ્યારે પોતાના ૭૫મા સ્વતંત્રતા દિવસને અમૃત મહોત્સવના રૂપમાં ઉજવી રહ્યો છે, ત્યારે જમાઅર્ંઈે ઇસ્લામી હિન્દ, મોડાસા દ્વારા આ દિવસને ‘સદ્‌ભાવના પર્વ’ના રૂપમાં ઉજવ્યો હતો. આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાઅતે ઇસ્લામી હિંદ મોડાસા શાખાના પ્રમુખ ડૉ. ઇફ્તિખાર મલેકે પ્રસંગને અનુરૂપ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વાસ્તવમાં આઝાદીની લડતનો ઉદ્દેશ્ય માનવ ગરિમાને પ્રસ્થાપિત કરવાનો હતો, અને દરકે ધર્મ, જાતિ-ક્ષાતિ અને સંપ્રદાયના આપણા વડવાઓએ ખભે-ખભા મેળવીને, કુરબાનીઓ આપીને આઝાદીના બસો વર્ષના સંઘર્ષના અંતે અઝાદી પ્રાપ્ત કરી અને દેશમાં ફરી એકવાર માનવ-ગરિમાને પ્રસ્થાપિત કરી.

સ્વતંત્રતા દિવસની સવારે શહેરની શાળાઓ જેવી કે શ્રી સરસ્વતિ હાઈસ્કૂલ, મખદૂમ હાઈસ્કૂલ, મંદબુદ્ધિ બાળકોની નીવનદીપ શાળા અને રેડિયન્સ ઈંગ્લિશ મીડિયા સ્કૂલમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બિસ્કિટ અને સ્વતંત્રતાના એકતા અને ભાઈચારાના સંદેશ આપતા ગિફ્ટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. જ. મુહમ્મદ હબીબ શેઠ, મુહમ્મદ હુસૈન બુલા, નૂરઅબ્બાસ અન્સારી, ઝૈનુલ આબેદીન તેમજ એસ.આઈ.ઓ.ના કાર્યક્રરો હમઝા મલેક, સાજિદ કાંકરોલિયા, સજ્જાદ અન્સારી, મુઝક્કીર પટીવાલા, ફુરકાન શેઠ વગેરેએ આ સમગ્ર કામગીરી ખૂબ સુંદરતાથી નિભાવી હતી. તમામ શાળાઓએ કાર્યકરોને ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

આઝાદીની પૂર્વ-સંધ્યાએ જમાઅતે ઇસ્લામી હિંદ-મોડાસાની મહિલા પાંખ દ્વારા મહિલાઓ માટે એક ‘સ્નેહ-મિલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબહેન પટેલ, કુલ-કિડ્‌સ સ્કૂલના હેતલબેન પંડ્યા, વિદ્યાર્થી ટ્રેઈનર મોહસીના દાદુ, મહિલા પાંખના કન્વીનર ઝીનતબહેન મલેક, અને હલીમાબહેન મલેકે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આવા સંમેલનો થતા રહેવા જાેઈએ એવી લાગણી વ્યક્તિ કરી હતી.

સ્વતંત્રતા દિવસે મળેલા સ્નેહ-મિલન સમારંભમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જમાઅતના આઝાદી પર્વને ખૂબ ઉત્સાહભેર આ સમગ્ર આયોજનને આવકાર્યું હતું. શીણોલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી મહેતા સાહેબ, પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ શ્રી રાકેશભાઈ જાેષી, બી.એસ.એન.એલ. શ્રી નાઈ સાહેબ, ઘાંચી આરોગ્ય મંડળના શ્રી અબ્દુલ રહીમ ભાયલા, મોડાસા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી વેપારી શ્રી સલીમભાઈ દાદુ, નિવૃત્ત શિક્ષક શ્રી કનુભાઈ ખાંટ, અગ્રણી શ્રી અમૃત પટેલ, શ્રી જમાલ પટીવાલા વગેરે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવીને સમાજમાં એકતા અને સદ્‌ભાવના પ્રસરે તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શ્રી ઉપાધ્યાય સાહેબે એક ગીત રજૂ કરીને સમગ્ર વાતાવરણને હળવું બનાવ્યું હતું. કાર્યક્રમનું સમાપન કરતાં જમાઅતે ઇસ્લામી હિંદ-મોડાસાના પ્રમુખ ડૉ. ઇફતિખાર મલેકે એકતા અને સદ્‌ભાવનાના વિચારને વધારે વ્યાપક અને સ્વીકૃત બનાવવાની અપીલ કરી હતી અને કાર્યક્રમ થકી આ વિચાર સદ્‌ભાવના ફોરમમાં પરિવર્તિત થાય તેના માટે બધાએ નક્કર પ્રયાસો કરે તેવું જણાવ્યું હતું. ઉમંગ, ઉત્સાહ અને હળવારથી ભરેલા આ સ્નેહ-મિલનના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અબ્દુલ લતીફ શેઠે કર્યું હતું.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments