નવી દિલ્હી,
પ્રખ્યાત કહેવત છે, “જો આપણો કોઈ ઇતિહાસ નથી, તો આપણું કોઈ ભવિષ્ય નથી.” આજે પણ આવા લોકો છે, જે આટલી જ ઉત્સાહ સાથે પોતાના ઇતિહાસ પર ગર્વ અનુભવે છે અને તેને પોતાની પેઢી માટે સજાવે છે. ઇતિહાસની મહાન અને સાહસિક ઘટનાઓ હંમેશા પેઢીઓને પ્રેરિત કરે છે. નઈમ અલ હિન્દી, જેમણે હાલમાં જ પોતાની યૂટ્યુબ ચેનલ, મીડિયા ઇફેક્ટ (MEDIA EFFECT) માટે ઇસ્લામી ઇતિહાસના ૫૦ એપિસોડ પૂર્ણ કર્યા. કહેવાય છે કે ઇતિહાસ તમને ભૂલોથી બચવા અને તેમાંથી બોધપાઠ શિખવાડે છે. વાસ્તવમાં ઇતિહાસ તમને પ્રેરિત કરે છે, આપણી આજ અને આવનારી કાલને શણગારવા માટે.
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં હૃદયપુર, ગામમાંથી આવનાર નઈમ અલ હિન્દી પ્રસિદ્ધ ઇસ્લામિક ડીબેટર અહમદ દીદાતથી પ્રેરિત છે. નઈમ લગભગ ૨૦ વર્ષ પહેલાં તબ્લિગ જમાતમાં શામેલ થયો હતો. પરંતુ ઇસ્લામી ઇતિહાસના અધ્યયન માટે તેનાં જુનુને તેને જમાતે ઇસ્લામીમાં જવાનો રસ્તો બનાવ્યો. ૧૭ વર્ષો સુધી વિભિન્ન ક્ષમતાઓમાં ફિલ્મ અને થિયેટર અને ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કર્યા બાદ, નઈમે પોતાની YouTube ચેનલનાં માધ્યમથી ઇસ્લામી ઇતિહાસની નવી પેઢીને જાગૃત કરવા ઇસ્લામ અને મુસ્લિમોની વિરુદ્ધ પ્રચારનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે.
નઈમે કહ્યું કે, “હું શિક્ષણ, તેની સંસ્કૃતિ અને પરંપરા અને જનતા માટે તેમના વિકાસ કાર્યોનાં ક્ષેત્રમાં મુસ્લિમોની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.” તેમણે અફસોસ વ્યકત કરતાં કહ્યું, “શું નવી પેઢીને ખબર છે કે મસ્જિદ બનાવવા માટે શાળા અને હોસ્પિટલ બનાવવું અનિવાર્ય હતું. તેમણે જણાવ્યું કે મુસ્લિમ દિગ્ગજો હંમેશા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે મસ્જિદની નજીક જમીન પસંદ કરતાં હતાં.”
૫૦ એપિસોડની સ્ક્રિપ્ટ લખવા માટે એક વર્ષ અને વિડિયો બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો. “અમે પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ. (૫૭૧)ના આગમનથી ઓટોમન સામ્રાજ્ય (૧૯૨૩)ના અંત સુધીને કવર કરવાનો પ્રયાસ કર્યો છે.” નઈમે કહ્યું કે, “અમારી આગલી પરિયોજના પ્રભાવશાળી વ્યક્તિઓ પર છે, જેમણે માનવ જાતિ પર પ્રભાવ નાંખ્યો.”
નઈમે કહ્યું કે, “મુસ્લિમો આજે ફાજલ મનોરંજનમાં પોતાનો સમય વ્યર્થ કરી રહ્યા છે અને બાળકો કાર્ટૂન, રમત ગમત વગેરેના વ્યસની થઈ ગયાં છે. હું તેમને તેમનાં મગજ અને આત્મા માટે એક વિકલ્પ પ્રદાન કરવાની કોશિશ કરી રહ્યો છું.”
નઈમ અલહિન્દી દ્વારા બનાવેલ ઇસ્લામિક ઇતિહાસ પર કેટલાક વિડિઓઝ નીચે મુજબ છે.
ઐયુબી સલ્તનત