(પ્રેસ નોટ)
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ સહારનપુર ડીએમને પત્ર લખીને દારુલ ઉલૂમ દેવબંદની વેબસાઈટ પરનાં કેટલાક ફતવાઓ સામે પગલાં લેવા જણાવ્યું છે, જેમાં બાળકોને દત્તક લેવા સહિત અન્ય મુદ્દાઓ સામેલ છે. NCPCR દ્વારા સહારનપુર જિલ્લા મેજિસ્ટ્રેટને લખેલો પત્ર કેટલાક ફતવાઓના આધારે મદ્રેસાઓ અને તેમના શિક્ષણને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ છે. ફતવા વ્યક્તિગત અને સામાજિક જીવન સાથે સંબંધિત વિવિધ બાબતો પર ધાર્મિક વિદ્વાનોના અંગત મંતવ્યો સિવાય બીજું કશું નથી. વાસ્તવમાં વિદ્વાનો ઘણીવાર ઘણાં મુદ્દાઓ પર જુદા જુદા મંતવ્યો ધરાવે છે અને તેમાંથી કોઈ પણ મંતવ્યને કાનૂની અથવા સંસ્થાકીય મંજૂરી નથી. લોકો તેમની ધર્મની સમજ પ્રમાણે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
તે ભારતમાં કાયદાની એક સ્થાપિત સ્થિતિ છે કે વારસા, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવા અને અન્ય વ્યક્તિગત બાબતોનાં મુદ્દાઓ વિવિધ સમુદાયો અને ધર્મોના સંબંધિત પરંપરાગત કાયદાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. NCPCRનાં અધિકારીઓ ભારતીય કાયદાની આ નિશ્ચિત સ્થિતિથી વાકેફ હોવા જોઈએ, જે બંધારણ દ્વારા સુરક્ષિત છે. પ્રતિષ્ઠિત મુસ્લિમ મદ્રેસાને નિશાન બનાવવું એ માત્ર સંસ્થાને જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ સમુદાયને બદનામ કરવાનો નીચ અને નિર્લજ્જ પ્રયાસ છે.
ફવાઝ શાહીન
રાષ્ટ્રીય સચિવ
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)
media@sio-india.org