Friday, April 19, 2024
Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના મહિલા વિભાગની બહેનો દ્વારા 'બુલ્લી બાઈ' એપ વિરૂદ્ધ...

જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના મહિલા વિભાગની બહેનો દ્વારા ‘બુલ્લી બાઈ’ એપ વિરૂદ્ધ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Bulli Bai અને Salli deals એવી ઘટનાઓ છે જે ખૂબ ગંભીર નોંધ માંગી લે છે. કોઈ પણ સમાજમાં સડો એની પરાકાષ્ઠાએ પહુંચે ત્યારે આવી ઘટનાઓ બનતી હોઈ છે અને સમાજ પણ તેને કોઈક સામાન્ય કે સહજ ઘટના ગણી આંખ આડા કાન કરે છે. આવી ઘટનાઓ સામે સામજિક સ્તરે દરેક ધર્મના લોકોએ અસંતોષ જાહેર કરવો જોઈએ તેમજ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ મુજબ ના પગલાં ભરવા માટે એડવોકેસી કરવી અને મત ઉભો કરવો અનિવાર્ય થઈ જાય છે. જો અત્યારે આં મુજબના પગલાં ભરવામાં નહીં આવે તો તો સોશ્યલ મીડિયા ઉપરની આં બુરાઈ અને ગુનાહિત પ્રવૃત્તિ કાલે જમીન ઉપર સોસાયટીઓ માં આવી જશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. આ સ્ત્રીઓની આવી ગંભીર માનહાનિ ને ચૂપચાપ અવાજ ઉઠાવ્યા વગર સહન કરવું એક એવા ભવિષ્ય તરફ લઈ જશે જ્યાં આપણી કોઈ પણ બહેન કે જે ભલે ગમે તે સમાજમાંથી આવતી હોઈ તેના માટે સામન્ય જીવન જીવવું નર્ક સમાન બની જશે. આવા લોકો એટલી હિન માનસિકતા ધરાવતા હોઈ છે કે તેમને તેમની વિકૃત માનસિકતા ને પોષવા માટે પોતાની માતા બહેનો ની નિલામી કરવાની આવશે તો અચકાશે નહિ. પરિસ્થિતિ ની ગંભીરતા સમજી આપણે સર્વે ભારતવાસીઓ એ ખભે થી ખભા મિલાવી આના સામે લડત આપવી પડશે.


આવાજ એક પ્રયાસના ભાગરૂપે જમાઅતે ઇસ્લામી હિંદ મોડાસાની મહિલા પાંખે અન્ય સહયોગી સંસ્થાઓ જેવી કે અગમ ફાઉનડેશન , સામજિક ન્યાય મંચ, સામજિક ન્યાય કેન્દ્ર, ચાઇલ્ડ લાઈન વિગેરે સાથે મળીને આજે અરવલ્લી અધિક કલેકટર સાહેબને આં બાબત વિશેનું આવેદનપત્ર આપી સમાજ ની લાગણી ને સરકાર સુધી પહુંચાડી છે. હજુ સિવિલ સોસાયટી ના સદસ્યો, દરેક ધર્મ અને સમાજ ના મુરબ્બીઓ તથા સમાજનો ભણેલા ગણેલા અને જાગૃત વર્ગ તરફથી વધુ પ્રયાસો આં બાબતે થાય અને આપણી માતા બહેનોની માન મર્યાદાની સુરક્ષાને પ્રાથમિકતા મળે તેવા સઘન પ્રયાસો થવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments