જમાઅતે ઈસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને આપેલા તેમના એક નિવેદનમાં કહ્યું કે, “યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ પર અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ. દુનિયા હજુ કોરોનાના કહેરથી બહાર નીકળી નથી અને હવે લોકો પર જંગ થોપવામાં આવી રહી છે. સંપૂર્ણ આશંકાઓ છે કે આ સૈન્ય કાર્યવાહી જંગનું રૂપ લઈ લે. જો આવું થયું તો દુનિયા માટે વિનાશનું કારણ સાબિત થશે. આપણે એક સભ્ય દુનિયામાં રહીએ છીએ, જ્યાં રાષ્ટ્રોની વચ્ચે મતભેદો અને સંઘર્ષોને કૂટનીતિ અને વાતચીત દ્વારા નિવારવી જોઈએ.”
ભારત સરકારથી માંગ કરતા તેમણે કહ્યું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ ભારત સરકાર થી આ વિવાદ ને નિવારવા માટે સકારાત્મક કૂટનીતિક ભૂમિકા ભજવવા અને હુમલાવર દેશો પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાનો આગ્રહ કરે છે. જેથી તેમને તાત્કાલિક યુદ્ધવિરામ માટે રાજી કરી શકાય અને વિવાદના નિવારણ માટે વાતચીતનો રસ્તો અપનાવે.” તેમણે કહ્યું કે, “અમે ભારત સરકાર પાસે આ પણ માંગ કરીએ છીએ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે યથાસંભવ પ્રયાસ કરે. અમે ત્યાં ફસાયેલા 20,000થી વધુ વિદ્યાર્થીઓ વિશે વિશેષ રૂપે ચિંતિત છીએ અને ઈચ્છીએ છીએ કે તમામ સંભવિત ભૂમિ માર્ગો અને હવાઈ માર્ગોનો ઉપયોગ કરીને તેમને શક્ય તેટલા ઝડપથી વિનામૂલ્યે પરત લાવવામાં આવે. વિદ્યાર્થી હવાઈ યાત્રા નો ઉચ્ચ ખર્ચ વહન કરી શકતા નથી. આથી યાત્રા વ્યવસ્થા અને યાત્રા ખર્ચ બંનેમાં સરકારનો તત્કાલ અને પૂર્ણ સહયોગ આવશ્યક થઈ ગયો છે.”
વધુમાં તેમણે કહ્યું કે, “આ વિવાદે ફરી એક વખત વિશ્વ શક્તિઓના પાખંડને બેનકાબ કર્યો છે. એ જ તાકતો જેમણે હાલના દિવસોમાં ઈરાક, અફઘાનિસ્તાન અને અન્ય દેશોને વિનાશ કર્યા હતા, હવે રશિયા આક્રમણ પર વિલાપ કરી રહી છે. મહાશક્તિઓના આ બેવડા માપદંડ વૈશ્વિક અશાંતિનું સૌથી મોટું કારણ છે. હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓને લોકતાંત્રિક અને માનવીય આધાર પર પુનર્ગઠન કરવામાં આવે અને દુનિયા અત્યાચારી અને પીડિત વચ્ચે ભેદ કર્યા વગર સિદ્ધાંતોના આધાર પર સમાન દ્રષ્ટિકોણ તરફ આગળ વધે.”