Thursday, November 21, 2024
Homeસમાચાર"આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો ભાગ બનીએ"

“આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો ભાગ બનીએ”

અમદાવાદ,
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે, જનાબ શકીલ અહેમદ રાજપૂત (સેક્રેટરી JIH ગુજરાત), બિ.જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ SIO ગુજરાત) ,જનાબ ઇકબાલ અહેમદ મિર્ઝા (શહેર પ્રમુખ, JIH અહમદાબાદ)અને અન્ય સચિવોએ sioના ઝોનલ હેડકવાર્ટર ખાતે આજરોજ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો
આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો ભાગ બનીએ” . આ રાજ્યવ્યાપી અભિયાન સોહાર્દપૂર્ણ અને લોકતાંત્રિક સમાજ બનાવવા માટે ચાલક બળ તરીકે એકતાને પ્રોત્સાહન આપશે.

લગભગ ચાર દાયકાથી, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનોને ઈશ્વરીય સિદ્ધાંતોથી પ્રેરિત માર્ગને અનુસરીને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે માર્ગદર્શન આપે છે અને આહ્વાન કરે છે..

અભિયાનના સંદેશનું હાર્દ સરળ છે: ચાલો સોહાર્દ, સહાનુભૂતિ,સદ્ભાવના અને શાંતિ ફેલાવવા માટે એકસાથે આગળ વધીએ, જેથી દરેક વર્ગ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરી શકાય. આ અભિયાન ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને વધુ સારા સમાજના પુનઃનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરે છે.

હાલમાં વિભાજન અને દ્વેષપૂર્ણ વાતાવરણમાં ઘેરાયેલા સમાજ માટે ” આવો..ભેગા થઈએ “ એ એકતા અને બંધુત્વ માટે વપરાતું સુંદર સ્લોગન છે.માનવતાના મૂલ્યોની સમાજને જ્યારે સૌથી વધુ જરૂર છે ત્યારે આ તેને ફરીથી જાગૃત કરવાનો નિખાલસ પ્રયાસ છે.

અભિયાનમાં પ્રવચનો,કોનૅર મિટિંગ,જાહેર સભાઓ, અગ્રણી વ્યક્તિઓ સાથે મુલાકાતો અને અન્ય જાહેર કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવશે.

અમે સમાજના તમામ સભ્યોને પરિવર્તન અને પ્રગતિ માટેના આ પ્રેરણાદાયી અભિયાનમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.
આપણે સાથે રહીને,એકબીજાથી જોડાઈને સોહાર્દભર્યા, સકારાત્મક અને સર્વસમાવેશકતા પર આધારિત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.

મીડિયા સંપર્ક:

ઈબ્રાહીમ શેઠ
રાજ્ય સચિવ
SIO ગુજરાત
zs.guj@sio-india.org
07383704291

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments