Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆપત્તિ વ્યવસ્થાપનમાં રહેલી તકો

આપત્તિ વ્યવસ્થાપનમાં રહેલી તકો

આપત્તિ એવી અટકાવી ન શકાનારી કુદરતી તથા માનવ-સર્જિત અસર છે જેમને યોગ્ય વ્યવસ્થાપન (Managment)ના વિકલ્પ દ્વારા ઘટાડી શકાય છે. ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને અહીં કુદરતી તથા માનવ-સર્જિત આફતોની અત્યધિક શકયતા છે. ભારતનો ભૂ-ભાગ ૧૩૫.૭૯ મીલિયન વર્ગ કિલોમીટર છે. જે વિશ્વનો ૨.૪ ટકા છે. જ્યારે કે આની વસ્તી વિશ્વની વસ્તીનો ૧૬.૭ ટકા છે. આપણા દેશની ભૂ-વૈજ્ઞાનિક તથા ભૌગોલિક સંરચના એવી છે જે આને આફતોની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. દેશના ઉત્તર તથા પૂર્વોત્તર ભાગમાં એક પર્વત શ્રૃંખલા હિમાલય ખૂબ જ ભૂકંપ, ભૂ-સ્ખલન તથા હિમ-સ્ખલન જનિત ક્ષેત્ર છે. ઉત્તરીય ભારતના ભૂ-ભાગમાં પૂર તથા દુકાળનો ભય હોય છે. આપણો ઉત્તર-પશ્રિમી ભાગ દુકાળ તથા બિન-ઉપજની સંભાવનાવાળો પ્રદેશ છે. જ્યારે કે આપણા તટ-પ્રદેશોમાં સુનામી તથા ચક્રવાતના ખતરા હોય છે. બીજા શબ્દોમાં આપણો દેશ તમામ પ્રકારની આફતો એટલે કે ભૂકંપ, દુકાળ, પૂર, ચક્રવાત, સુનામી,ભૂ-સ્ખલન.હિમ-સ્ખલન, બિન-ઉપજતા, જંગલની આગ તથા ઔધોગિક વાહન (સડક, રેલ, વાયુ) દુર્ઘટનાઓની શકયતાઓવાળો પ્રદેશ છે. વિશ્વમાં ૯૦ ટકા આપત્તિઓ વિકાસશીલ દેશોમાં સર્જાય છે. ભારતમાં ૭૦ ટકા ક્ષેત્ર દુકાળવાળો, ૧૨ ટકા પૂરવાળો, ૬૦ ટકા ભૂકંપવાળો તથા ૮ ટકા ચક્રવતવાળો પ્રદેશ છે. ટકાવારીના આ આંકડાઓ દર્શાવે છે કે આપણને એવી પ્રશિક્ષિત જન-શક્તિની આવશ્યકતા છે કે જે આપત્તિ સમયે સહાયતા કરી શકે અને આપત્તિ નિયંત્રણની યોજનાઓના આયોજન, નિરીક્ષણ તથા વ્યવસ્થાપનમાં મદદ કરી શકે. આજના પરિવર્તનશીલ પ્રાદ્યોગિકી પશ્ચાદ્‌ભૂમિના સંદર્ભમાં, આપણને ઉદ્યૌગ તથા સરકારી તથા ખાનગી સંગઠનો માટે પ્રશિક્ષિત જન-શક્તિની તાત્કાલિક આવશ્યકતા છે.

જલવાયુ પરિવર્તનથી સર્જાયેલ કુદરતી આપત્તિઓના લીધે પૂર, ભૂ-સ્ખલન કે ચક્રવાત જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ મુજબ પાછલા ૨૦ વર્ષોમાં કુદરતી આફતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ દરમ્યાન સમગ્ર વિશ્વમાં લગભગ ૭૩૪૮ મોટી કુદરતી આફતો આવી.
ભારતમાં પણ આ દરમ્યાન અત્યાર સુધી ૩૨૧થી વધુ ખતરનાક આફતો આવી ચૂકી છે, જેમાં લાખો લોકોના જાનમાલને નુકસાન પહોંચ્યું. સામાન્ય રીતે જ્યારે પણ આ પ્રકારની કુદરતી આફતો આવે છે, તો અસરગ્રસ્તી વિસ્તારોમાં બચાવ તથા રાહતકાર્ય કરતા આપણને NDRF – SDRF કે પછી સૈન્ય તથા પોલીસના પ્રશિક્ષિત યુવાનો દેખાઈ આવે છે, પરંતુ દેશમાં કુદરતી આફતો સમયે રાહત-બચાવમાં પ્રશિક્ષિત યુવાનોની ઉપલબ્ધતા એટલી નથી કે દરેક સ્થિતિનો સારી રીતે સામનો કરી શકે. આવામાં આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પૂરતી સંખ્યામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના જાણકારોની સતત જરૂરત અનુભવાતી રહી છે. જોશ, જનૂન અને લાગણીની સાથે સમાજ સેવાની ભાવના ધરાવનારા યુવાઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે કેટલાય પ્રકારના કેરિયર વિકલ્પ છે, જેમાં આકર્ષક વેતનની સાથો સાથ સમાજ અને દેશ માટે કંઈક કરવાની સંતુષ્ટિ પણ સામેલ છે.

વધી રહેલી સંભાવનાઓ : આજના સમયમાં આપત્તિ-વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) એક એવું ઊભરતું ફિલ્ડ છે કે જ્યાં અનેકવિધ કેરિયરની શક્યતાઓ છે. સાથે જ આમાં માનવતા અને દેશ-સેવાનો અસીમ સુખ પણ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ પૂરો કર્યા બાદ યુવાઓ માટે સરકારી અને બિન-સરકારી બંને ક્ષેત્રે નોકરીના ઘણી તકો છે. ઔદ્યોગિક સંસ્થાનો અને કોપોરેટ કંપનીઓમાં પણ આજકાલ આવા પ્રશિક્ષિત લોકોની ખૂબ જ જરૂરત જણાઈ રહી છે. કેમકે આવી જગ્યાઓ પર પાછલા કેટલાક વર્ષોથી કાર્ય-સ્થળની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવાથી આવા પ્રશિક્ષિત લોકોને રાખવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યો છે, જે પોતાની કુશળતાથી કોઈ પણ સંકટની સ્થિતિમાં લોકોની સુરક્ષા કરી શકે.

આ ઉપરાંત, જો તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે તો એન.જી.ઓ.થી લઈ અગ્નિશમન વિભાગ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, કેમિકલ ઇન્ડસ્ટ્રી કે ખાણ તથા પેટ્રોલિયમથી જોડાયેલ કંપનીઓમાં પણ પોતાના માટે નોકરી શોધી શકો છો, જ્યાં સિકયોરિટી એડમિનિસ્ટ્રેટર, સિકયોરિટી મેનેજર તથા સિકયોરિટી એકઝીકયુટીવ જેવી ભૂમિકાઓમાં પોતાની સેવાઓ આપી શકો છો. આટલું જ નહીં, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ કરી લીધા બાદ વલ્ડ્‌ર્ બેંક, એશિયન ડેવલોપમેન્ટ બેંક, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન અને રેડક્રોસ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પણ નોકરી મળી શકે છે. આ કોર્સ કરીને તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટથી જોડાયેલ કોઈ ઇન્સ્ટીટયૂટમાં પ્રશિક્ષક (Trainer) પણ બની શકો છો, અથવા તો પછી સામાજિક કાર્યકર્તાના રૂપમાં આ ક્ષેત્રે પોતાના કેરિયરને આગળ વધારી શકો છો.

સાહસિક લોકો માટે ઉપયુક્ત : આમ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રે કોઈ પણ પૃષ્ઠભૂમિના યુવાનો પોતાનું કેરિયર બનાવી શકે છે, પરંતુ ઝનૂની, સાહસિક અને સમાજ સેવી પ્રવૃત્તિવાળા લોકો માટે આ વધુ ઉપયુક્ત છે, કેમકે ત્યાં રાહત અને બચાવ કાર્ય કરતી વખતે જોખમ પણ લેવો પડે છે. આથી જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ પ્રોફેશનલ્સને માઉન્ટેનિયરિંગ સહિત તમામ પ્રકારનું કડક પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેથી તેઓ કોઈ પણ પ્રકારની વિકટ સ્થિતિમાં કુશળતાપૂર્વક તેનો સામનો કરી શકે. આથી આ ક્ષેત્રે આવવા માટે મે વ્યક્તિગત આનંદ મેળવવાની સાથો સાથ ઝડપથી કેરિયરમાં પણ આગળ વધી શકશો.

કોર્સ તથા લાયકાતો : ઘણી સંસ્થાઓ દ્વારા આજકાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સર્ટિફિકેટથી લઈને સ્નાતક, અનુસ્નાતક કે પી.જી ડિપ્લોમા જેવા કોર્સ કરાવાઈ રહ્યા છે, પરંતુ આ તમામ અભ્યાસક્રમો (કોર્સિસ) માટે લાયકાતો અલગ-અલગ છે. જેમકે જો તમે આમાં અંડરગ્રેજ્યુએટ અથવા સર્ટિફિકેટ કોર્સ કરવા ચાહો છો તો ઓછામાં ઓછી લાયકાત ધોરણ ૧૨ પાસ જરૂરી છે. આવી જ રીતે પી.જી. લેવલના કોર્સ માટે ગ્રેજયુએટ હોવું જરૂરી છે.
આકર્ષક પેકેજ : ઔદ્યોગિક સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ કે પછી એન.જી.ઓ.માં આવા પ્રોફેશનલ્સને આજકાલ સારા સેલરી પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ કોર્સ કર્યા બાદ પ્રોફેશનલ્સને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા સુધીની સેલરી સહેલાઈથી મળી જાય છે. સિકયોરિટી એનલિસ્ટ, સિક્યોરિટી મેનેજર કે સિક્યુરિટી સુપરવાઇઝર જેવા પદો એવા અનુભવી પ્રોફેશનલ્સ લાખ રૂપિયા સુધીની સેલરી મેળવી રહ્યા છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments