Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઆંખોને કમજોર કરી શકે છે તમારી ટેવો

આંખોને કમજોર કરી શકે છે તમારી ટેવો

તમે જાણો છો કે આંખો કેટલી અમૂલ્ય હોય છે. તેમ છતાં આના પ્રત્યે બેદરકારી દરેક માણસ કરી જ બેશે છે, પછી એ અજાણતામાં કરાયેલ ભૂલ જ કેમ ન હોય, પરંતુ હવે આ ભૂલ કરવાની નથી, કેમકે એક નાની સરખી ભૂલ તમારા જીવનને મુશ્કેલીમાં નાખી શકે છે. આથી આજથી કોઈ ભૂલ ન કરો. પૂરી દરકાર રાખો. આવો, જાણીએ કે એ કઈ કઈ ટેવો છે જેમને તમે રૂટીનના આધારે અજાણતામાં કરો છો. આમના વિષે જાણીને તમે અવશ્ય ચોંકી જશો, જેમનાથી આપણી આંખોને નુકસાન પહોંચે છે. ઓછા પ્રકાશમાં કે સૂઈને વાંચવાની ટેવ. ઓછા પ્રકાશમાં કે સૂઈને વાંચવાની ટેવ પણ આંખોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અંધારામાં વાંચવાથી આંખોને આગળ જતાં નુકસાન થઈ શકે છે, કેમકે ઓછા પ્રકાશના લીધે આંખોની કીકીઓ ફેલાઈ (પહોળી થઈ) જાય છે, જેનું પરિણામ આ આવે છે કે દૃષ્ટિ-ક્ષેત્રની તીવ્રતા એટલે કે આંખના ફોકસમાં નજીક અને દૂરની વસ્તુઓની વચ્ચેનો તફાવત ઘટતો જાય છે.

સ્ક્રીન ટાઈમ
આંખના કેટલાક ડોકટરો મુજબ ઇલેકટ્રોનિક સ્ક્રીન, જેમકે આપણા કોમ્પ્યુટર, ટેબ્લેટ્‌સ અને સ્માર્ટ ફોનથી નીકળતો વાદળી પ્રકાશ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જેમ હાનિકારક હોઈ શકે છે. આ ઉપરાંત કોમ્પ્યુટર અને લેપટોપના સ્ક્રીનથી નીકળતા વાદળી પ્રકાશથી આંખો ખરાબ થવાની સાથો સાથ મોતિયા જેવો નેત્રરોગ થઈ શકે છે. કેટલાક લોકો આ કારણથી અનિદ્રાના પણ શિકાર થઈ જાય છે. મોબાઇલ અને કોમ્પ્યુટર આપણી આંખો સાથે સીધા જ સંપર્કમાં રહે છે, આથી સૌથી વધુ નુકસાન આંખોને જ થાય છે. કોમ્પ્યુટર અને મોબાઇલથી આપણી આંખોનું અંતર ઓછું થાય છે, જેનાથી આંખોની મૂવમેન્ટ ઓછી થાય છે. આ કારણે લાંબા સમય સુધી આંખો એક જ પ્વાઇન્ટ પર ફોક્સ રહે છે. મોબાઇલ અને કોમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ કરનારા લોકોમાં મુખ્ય સમસ્યા ડ્રાય આઈ સિન્ડ્રોમની હોય છે, આમાં આંખોમાં ભીનાશ ઓછી થવા લાગે છે.

ઘણા લાંબા સુધી મોબાઇલના ઉપયોગથી પણ આંખોને નુકસાન થઈ શકે છે. કેમકે લાંબા સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી તેની સ્ક્રીનથી નીકળનારા ઇલેકટ્રોમેગ્નેટિક કિરણો આંખોના વિભિન્ન ભાગો જેવા કે રેટિના અને કોર્નિયા પર પોતાની અસર નાખે છે.

પલકોને ન ઝપકાવવી
આપણી પલકો કુદરતી રીતે દિવસમાં હજારો વખત ઝપકે છે, જેથી આંખોને જરૂરી ભીનાશ મળી શકે. આથી આંખોમાં તનાવ-દબાણને દૂર કરવાની સૌથી સરળ રીત છે દર થોડી થોડી વારમાં પલકોને ઝપકાવવી. આનાથી આંખોમાં મૌજૂદ ટૉક્સિન્સ પણ નીકળી જાય છે. નિષ્ણાતો કહે છે કે મોબાઇલ કે પછી અન્ય ગેઝેટ્‌સનો ઉપયોગ કરતી વખતે આપણે એટલા ડૂબી જઈએ છીએ કે પલકોને ઝપકાવવાનું ભૂલી જઈએ છીએ, જેનાથી આંખો ડ્રાય થઈ જાય છે અને થાકવા લાગે છે.

તમે જોયું હશે કે સતત કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરતા રહેવાથી તેમનામાં અસહજતા, ખુજલી મહેસૂસ થવા લાગે છે. સામાન્ય રીતે આંખો એક મિનિટમાં ૧૨-૧૫ વખત પલકાય કે ખોલ-બંધ થાય છે. પરંતુ કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરનારા લોકો એક મિનિટમાં ૪-૫ વખત જ પલકાવે (ખોલ-બંધ કરે) છે. આંખોને ઓછી ઝપકાવવી અને વધુ સમય સુધી કામ કરતા રહેવાથી ડ્રાય આઈ સિન્ડ્રોમ તથા ખુજલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ત્યાં જ બીજી બાજુ કોમ્પ્યુટર પર સતત કામ કરનારાઓની આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા પણ થઈ જાય છે. કેમકે આંખો નહીં ઝપકાવવાથી ચિકાશ (લ્યુબ્રિકેન્ટ) યોગ્ય રીતે આંખોમાં ફેલાતું નથી, અને તેનાથી ખુજલી થાય છે, અને પાણી વહે છે.

સતત ટી.વી. જોવાથી આંખોની દૃષ્ટિ (તેજ,પ્રકાશ) ઘટવા લાગે છે, કેમકે ટી.વી.માંથી નીકળનારા ઘાતક કિરણો આપણી આંખોને બહુ જ વધારે હાનિ પહોંચાડે છે. કયારેય પણ બહુ નજીક કે બહુ દૂર અને સૂઈને પણ ટી.વી. જોવું ન જોઈએ. વર્ષ ૨૦૦૭માં થયેલ એક સંશોધન મુજબ ઓછા વર્તુળમાં જોવાના લીધે પણ આંખોનો તેજ (રોશની) ઘટે છે. એટલે કે જ્યારે આપણે એક કેન્દ્ર કે મધ્ય-બિંદુ પર વધુ રાખીએ છીએ. અને બીજી વસ્તુઓને નથી જોતા ત્યારે પણ આપણી આંખોનો પ્રકાશ-તેજ ઘટે છે. મોટી વયના યુવાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ સંશોધન “ઇન્વેસ્ટિગેટિવ ઓપ્થોલ્મોલોજી એન્ડ વિઝ્‌અત સાયંસ”માં છપાયું હતું.

આંખોને વારંવાર મસળવી
આંખોને વારંવાર હાથ લગાવવાની ટેવ આપણ સૌને હોય છે, પરંતુ આ ટેવ આંખોને નુકસાન પહોંચાડવાનું જ કામ કરે છે. આપણી આંખોમાં કંજક્ટિવનું ખૂબ જ પાતળું પડ હોય છે, જે તેમની રક્ષા કરે છે. તીવ્રતાથી આંખોને મસળવાથી આ પડને નુકસાન પહોંચી શકે છે.

ધૂમ્રપાન છોડો
ધૂમ્રપાન તમારા ફેંફસા માટે જેટલું હાનિકારક છે એટલું જ તમારી આંખો માટે પણ છે. અધ્યયનોએ પુરવાર કર્યું છે કે ધૂમ્રપાન ઉંમરને લગતી ડાઘાદાર વિકૃતિ (મૈક્યુલર ડી જનરેશન) મોતિયા અને ઓપ્ટિક તંત્રિકાને નુકસાન પહોંચાડવાનું જોખમ વધારે છે, આ તમામ બાબતો આંખોની રોશની (તેજ, પ્રકાશ)ને ખતમ કરવાનું કારણ બની શકે છે. સિગારેટમાં લગભગ ૪૦૦૦ કેમિકલ હોય છે, જે શરીરમાં જઈ શરીરના અન્ય અંગોની સાથોસાથ આંખોને પણ નુકસાન પહોંચાડે છે. વધારે સિગારેટ પીવાથી આંખોમાં લાલ ડાઘા પડવાની સાથો સાથ આંખોથી જોડાયેલ અન્ય રોગોનો ખતરો પણ વધે છે. રેટિનાના કેન્દ્રને મૈક્યુલા કહેવામાં આવે છે. આપણે પોતાની આંખોની સીધમાં જે વસ્તુઓને જોઈએ છીએ, તેના માટે મૈક્યૂલા જવાબદાર હોય છે. ઉંમર વધવાથી ખાસ કરીને ૬૦ વર્ષની વય પછી મૈક્યૂલાની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે, પરંતુ જો તમે ધૂમ્રપાન કરો છો તો મૈક્યૂલાની કાર્યક્ષમતા સમયથી બહુ પહેલાં જ ઘટી જાય છે, અને તમારી આંખો ખરાબ થઈ જાય છે.

બહુ વધારે આલ્કોહોલ પીનારા લોકોની આંખોને પણ એટલી જ હાનિ પહોંચે છે જેટલી કે લીવરને. કેટલાય સંશોધનોથી આ વાત પુરવાર થઈ ચૂકી છે કે બહુ વધારે દારૂ પીનારા લોકોની આંખો તો કમજોર થાય જ છે, પરંતુ સાથે જ તેમની આંખોમાં લાલાશ (રતાશ) ઝડપી ગતિની વસ્તુઓ દેખાવી, રંગો પ્રત્યે સંવેદનશીલતા જેવી કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.

આંખોની સમસ્યાને ઇગ્નોર કરવી
કેટલીય વખત એવું થાય છે કે તમે પોતાની આંખોને લગતી સમસ્યાઓ, જેમકે ઓછું દેખાવું અથવા જાેતી વખતે તકલીફ પડવી વિ.ને હળવાશથી લો છો. આ સમસ્યા તમને બહુ મોટી નથી લાગતી, પરંતુ જો તમે આનો ઇલાજ સમયસર જો નથી કરાવડાવતા તો આ સમસ્યાઓ ચોક્કસપણે મોટો તથા ભયાનક રૂપ ધારણ કરી શકે છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments