લે. ડૉ. મુહમ્મદ રિઝવાન
વિજ્ઞાન, ધર્મ અને સમાજના ત્રિકોણમાં વિજ્ઞાનથી આગળ વધીને જ્યારે વિજ્ઞાનવાદ (Scientism)એ માનવ-જીવનની અવધારણાની રચના અને સંકલનમાં પોતાની ભૂમિકા નિભાવવાની શરૂઆત કરી તો અંતિમ સત્ય અને જ્ઞાનના સાધન બન્ને ઇન્દ્રિયોના વર્તુળમાં કેદ થઈ ગયા, અને આ રીતે માનવ-ચેતના પ્રકાશના (વહ્ય) અને ઈશ્વરીય જ્ઞાનના અસીમ લાભોથી વંચિત થઈ ગઈ.
આધુનિક માનવ સભ્યતા માટે વિજ્ઞાન અને વિજ્ઞાનવાદની વચ્ચેના અંતરને સારી રીતે સમજી લેવો જરૂરી છે, કેમકે આધુનિક માનવ-સભ્યતા વિજ્ઞાન વિના અધૂરી છે, પરંતુ વિજ્ઞાનવાદ સાથે આ સભ્યતાના સમાપ્ત થઈ જવાની આશંકાઓ છે. વિજ્ઞાનથી આગળ વધીને વિજ્ઞાનવાદે જન-માનસમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જેની દૂરગામી અસરો હવે જણાવા લાગી છે, અને ભવિષ્યમાં આ અસરો હજી પણ વધુ ગંભીર થતી જશે.
આપણી નજીક નિમ્નલિખિત ચાર ક્ષેત્રોમાં વિજ્ઞાનવાદના સ્પષ્ટ અને નિર્વિવાદ પ્રભાવોને અનુભવી શકાય છે. આ ઉપરાંત પણ ઘણું બધું છે જે વિજ્ઞાનવાદ હેઠળ વર્ણવી શકાય છે, પરંતુ એ એવો મામલો છે કે જેના પર લોકોના વિચાર અલગ અલગ છે.
૧. જ્ઞાન અને તેની પ્રાપ્તિમાં સર્વાધિકારવાદ (Totalitarianism) :
જેમકે વર્ણવાઈ ચૂક્યું છે, વિજ્ઞાનવાદ પોતાના મૂળમાં (ચાહે આપણે ગમે તે દૃષ્ટિકોણથી આનું અવલોકન કરીએ), વાસ્તવમાં ધારણા આ છે કે જ્ઞાનનું એકમાત્ર સાધન વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ ઉપરાંત જેટલા પણ જ્ઞાનના સાધન હોઈ શકે છે એ કયાં તો અપ્રચલિત (Obsolete) છે, કયાં તો અવાસ્તવિક અને અવિશ્વસનીય છે. અર્થાત્ વિજ્ઞાનવાદ જ્ઞાન અને તેની પ્રાપ્તિમાં એક પ્રકારના સર્વાધિકારવાદનો ધ્વજવાહક છે. આથી જ્ઞાનની પ્રત્યેક વિધિ જે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની કાર્ય-પદ્ધતિઓ (Methodology) ઉપર પૂરી/ખરી નથી ઊતરતી એ વિજ્ઞાનનું સાધન નથી હોઈ શકતી. ઉદાહરણ રૂપે પ્રકાશના(વહ્ય), અંતજ્ર્ઞાન, કેટલાક અવલોકનો, સામાજિક વલણોનું ઔચિત્ય, નૈતિક મૂલ્ય અને તેના નિષ્કર્ષોની વિધિ વિગેરે.
વાચકો આ ભ્રમના ભોગ ન બને કે અહીં આ બિંદુ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે કે વિજ્ઞાન અને વિજ્ઞાનવાદ કેવી રીતે એક અધિનાયકવાદી શાસનમાં સમાજની સાથે અંતઃ ક્રિયા કરે છે. ૧ (૧ Paul R. Joseph Sons In Totalitarian Science And Technology (2005), Second Edition Humanity Books, New York). ના, બલ્કે અહીં આ વાતની ચર્ચા થઈ રહી છે કે પોતાના કેટલાક રૂપોમાં દેખીતી રીતે હાનિરહિત દેખાતા વિજ્ઞાનવાદે જ્ઞાનના દરેક સાધન અને વિધિને ખોટી ઠેરવી અને આ રીતે જ્ઞાન અને જ્ઞાનના સાધન, જ્ઞાન અને જ્ઞાન-પ્રાપ્તિની વિધિ સૌ એક પ્રકારના વૈજ્ઞાનિક માળખામાં કેદ થઈ ગયા. આ વૈજ્ઞાનિક માળખું કેટલાય પ્રકારની ત્રુટિપૂર્ણ હતું, અને છે. ઉદાહરણ રૂપે અનુમાન કે પરિકલ્પના (Hypothesis) જે ભૌતિક વિજ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિની પ્રથમ સીડી છે, એ ઓછામાં ઓછી કોણોથી સાપેક્ષિક છે અને આમાં ત્રુટિની આશંકા છે. એ બે કોણ નિમ્નલિખિત છે…
(૧) વૈજ્ઞાનિકની કલ્પનાની ઉડાન કે જે અસાધારણથી સાધારણની ખરાઈ સુધી હોઈ શકે છે.
(૨) એક વૈજ્ઞાનિકની અવલોકન શક્તિ અને સમજ-બૂઝની પોતાની માનવીય સીમાઓ છે.
આવી જ રીતે અનુમાન કે પરિકલ્પના વૈજ્ઞાનિકના સામાજિક-રાજકીય, નૈતિક અને અન્ય સંદર્ભો (Context)માં જન્મ લે છે. અર્થાત્ એ એક વિશેષ સમય અને સ્થાનના માળખામાં બંધ થાય છે અને આ રીતે કોઈ પરિકલ્પના અને તેની સ્થાપનામાં જ અસાધારણ ભિન્નતા હોઈ શકે છે અને હોય છે. વૈજ્ઞાનિકોના હવાલાથી ઉપરોકત બિંદુઓના કારણે પરિકલ્પનામાં દરેક પ્રકારની ખામીઓ ઉત્પન્ન થઈ શકે છે, અને થાય છે. કેટલાક વિજ્ઞાનોમાં બીજો તબક્કો પરીક્ષણનો છે.
પરીક્ષણ સંબંધે પણ કેટલાય કોણોથી સાપેક્ષતા (Relativity) આવે છે અને ખામી સર્જાવાની આશંકા હોય છે. ઉદાહરણ રૂપે..
(૧) પ્રયોગમાં માનકો અને માત્રાઓ પર આધારિત પ્રણાલીનું નિર્માણ અને તેમાં હસ્તક્ષેપ (Intervention).
(૨) શોધનું પરીક્ષણથી અલગ ન હોવું, બલ્કે આ પરીક્ષણનો ભાગ હોવો.
(૩) પરીક્ષણના પરિણામો પર સમય અને વિશેષ વાતાવરણનો પ્રભાવ હોવો. (જો કે આના પર કાબૂ મેળવવા માટે વૈજ્ઞાનિક પ્રયોગોમાં તપાસ અને સંતુલનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ત્રણેય ઉપરાંત, પરીક્ષણ એ સંજોગો અને સંદર્ભોમાં થાય છે જે સ્થાપિત માન્યતાઓના સંજોગો તથા સંદર્ભોથી દૂર થાય છે. દાખલા તરીકે, બિગ બૈંગ પછી જમીની પરિસ્થિતિઓ કેવી રહી હશે? પૃથ્વીનું તાપમાન શું રહ્યું હશે? કયા પ્રકારના તત્ત્વો રહ્યા હશે? રાસાયણિક વાતાવરણ કેવું રહ્યું હશે? તમામ ધારણાઓ અત્યધિક સાપેક્ષિક (Relative) થઈ જાય છે, જેના લીધે સાપેક્ષતાની શક્યતા ખૂબ જ વધી જાય છે.
ત્રીજો તબક્કો પરિણામોની પ્રાપ્તિ અને આ પરિણામોના આધારે અનુમાન અને નિષ્કર્ષ કાઢવાનો હોય છે. અહીં પણ …
(૧) પરિણામોમાં ધારણાઓ મુજબ આના પ્રત્યે સકારાત્મક કે નકારાત્મક વલણ.
(૨) પરિણામોને મૂલ્ય-તટસ્થ (Value Neutral) રાખવા માટે બનાવવામાં આવેલ તપાસ અને સંતુલનમાં ઘૂસપેઠ-પ્રવેશ.
અર્થાત્ ભૌતિક વિજ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિધિ અપનાવવામાં આવે છે, એ વિધિના પ્રત્યેક તબક્કામાં ભૂલોની પ્રબળ શક્યતાઓ મૌજૂદ છે. આથી જ્ઞાનની આ પદ્ધતિને અંતિમ સત્ય માનવી નાદાની છે, પરંતુ આનો અર્થ આ નથી કે આ વિધિ નિરર્થક છે. આનો સીધો અર્થ આ છે કે વિજ્ઞાનવાદ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે પદ્ધતિને અંતિમ કસોટી સમજે છે એ પોતે સાપેક્ષિક છે.
ઉપરોક્ત બિંદુઓનો અર્થ આ નથી કે વિજ્ઞાન પૂરી રીતે અચૂક થઈ જાય છે, અથવા વૈજ્ઞાનિક પદ્ધતિ બિલકુલ જ બેકાર છે, જેવું કે કેટલાક ઉગ્ર વિદ્ધાનો, વિચારકો તથા સંશોધકોનું માનવું છે. બલ્કે વિજ્ઞાન અને તેના પર આધારિત ટેકિનક બુદ્ધિને આશ્ચર્યચક્તિ કરી દેનારા આના આવિષ્કાર અને બ્રહ્માંડ વિષે આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આમાં છુપાયેલા હજારો રહસ્યો પરથી પડદો ઊંચકવાની આની ક્ષમતા આ વાતનું પ્રમાણ છે કે આ એક અસાધારણ પ્રયાસ (Enterprise) છે.
પરંતુ આમનાથી આ વાત કયાં પુરવાર થાય છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાપ્ત થનારી વાતો જ એકમાત્ર સત્ય છે? અને આનાથી પ્રાપ્ત થનાર જ્ઞાન જ પૂર્ણ જ્ઞાન છે. અને આ કે જ્ઞાનની આ પદ્ધતિથી પ્રાપ્ત થનારી જાણકારી મનુષ્યના માર્ગદર્શન માટે પ્રયાપ્ત છે. વિશેષરૂપે માર્ગદર્શન જે અનુભૂતિઓના વર્તુળથી પર જેવા વિશ્વાસ, નૈતિકતા, વ્યવહાર અને બ્રહ્માંડ વિષે છે.
સંતુલિત રીતે જો વિજ્ઞાનવાદના આ દાવાને જોવામાં આવે તો સમજમાં આવી જાય છે કે જ્ઞાનના અન્ય સાધન અને જ્ઞાન પદ્ધતિઓમાં જે દોષ કે કમીઓ જોવા મળે છે, એક કે બે અપવાદોને છોડીને, વત્તા ઓછા અંશે આ જ વાત વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર પણ લાગુ થાય છે. કોઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો આ ગુણ છે કે વૈજ્ઞાનિક પરિકલ્પનાઓને પરીક્ષણની કસોટી પર પારખી શકાય છે. ધાર્મિક માન્યતાઓને પરીક્ષણની કસોટી પર નથી પારખી શકાતી, પરંતુ જે હોય તે તેમને “Reason” તર્ક અને બુદ્ધિના હવાલાથી ચકાસી શકાય છે. •••