Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસસોફ્ટવેર એન્જીનિયર બનવા માટે ડિગ્રીની જરૂરત નથી

સોફ્ટવેર એન્જીનિયર બનવા માટે ડિગ્રીની જરૂરત નથી

શું તમે સોફ્ટવેયર એન્જીનિયરિંગમાં કેરિયર બનાવવામાં રુચિ ધરાવે છે, પરંતુ તમારી પાસે અભ્યાસ માટે સમય કે ધન નથી ? તમારે તમારી આકાંક્ષાઓ છોડવા માટે કોઈ કારણ નથી. જાણકારોનું કહેવું છે કે આ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા સેંકડો લોકો પાસે પારંપરિક કોલેજની ડિગ્રી નથી.

સોફ્ટવેયર એન્જીનિયરિંગ ડિગ્રી વિના આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો પડકારભર્યો છે, પરંતુ આ કોઈ પણ રીતે અસંભવ નથી. સોફ્ટવેયર એન્જીનિયર બનવા માટે કોમ્પ્યુટર વિજ્ઞાનમાં ડિગ્રી આવશ્યક નથી. પરંતુ ડિગ્રી વિના સોફ્ટવેયર એન્જીનિયર બનવા માટે સખત મહેનત અને સમર્પણની આવશ્યકતા હોય છે. કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્ર એ લોકો માટે વિભિન્ન પ્રકારની નોકરીઓના અવસર આપે છે, જેમની પાસે ખરૂં કૌશલ્ય છે.

ડિજિટલાઇઝેશનના યુગમાં સોફ્ટવેયર એન્જીનિયરિંગ સેકટર આજકાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિભિન્ન મોબાઇલ એપ્સ, ઓનલાઇન પોર્ટલ અને વૅબસાઇટ માટે સોફ્ટવેયર એન્જીનિયરોની માગ વધી રહી છે જે પ્રોડકટ અને સર્વિસિઝ માટે તેમને વિકસિત કરે છે. આજકાલ સમગ્ર વિશ્વમાં કંપનીઓ ડિજિટલ સંસાધનોનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસને વધારવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકી રહી છે. આથી સોફ્ટવેયર એન્જીનિરિંગમાં ઘણો સ્કૉપ છે. તમે કોડિંગ એકસપર્ટ બનીને લાખો રૂપિયા એક મહિનામાં કમાવી શકો છો.

જાણકારો બતાવે છે કે આ એક એવું ક્ષેત્ર છે જે આધુનિક ટેન્કિકલ જ્ઞાનની સાથે બહેતર વેતન માટે પણ લોકપ્રિય છે. સોફ્ટવેયર એન્જીનિયરિંગમાં અધિકતમ વેતન દરેક દેશ અને કંપની અનુસાર અલગ અલગ હોય છે. જ્યારે કે પ્રારંભિક કાળમાં સોફ્ટવેયર એન્જીનિયરનું વેતન સ્કેલ ૪ (ચાર) લાખ રૂપિયાથી લઈ ૬ લાખ રૂપિયા વાર્ષિક સુધી રહે છે.

એક અનુભવી સોફ્ટવેયર એન્જીનિયરનું વેતન ૨૦-૩૦ લાખ રૂપિયા વાર્ષિક સુધી હોઈ શકે છે. ઓછા સમયમાં વધુ પ્રગતિ માટે નવીનતમ ટેન્કિક અને સોફ્ટવેયર ડેવલપમેન્ટ ટૂલની સાથે આધુનિક એક્સપીરિયંસ અને જરૂરી સ્કિલ્સની સાથે પ્રગતિ જલ્દી થઈ શકે છે.

આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા કેટલાક લોકો પાસે સોફ્ટવેયર એન્જીનિયરિંગની ડિગ્રી છે. ત્યાં જ કેટલાક ડિગ્રી વિના આ ક્ષેત્રમાં સારૂં કેરિયર બનાવી રહ્યા છે. એક સોફ્ટવેયર એન્જીનિયર સોફ્ટવેયર એપ્લીકેશન અને સિસ્ટમને ડિઝાઇન કરવો, વિકસિત કરવા, પરીક્ષણ કરવા અને અપડેટ કરવા માટે જવાબદાર હોય છે. જો તમારી પાસે કોઈ ડિગ્રી નથી, પરંતુ તમે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા ચાહો છો, તો કેટલાક સોફ્ટવેયર અનુપ્રયોગો અને પ્રોગ્રામિંગ ભાષાઓમાં નિપુણતા હાસલ કરીને તમે આમાં કૅરિયર બનાવી શકો છો.

પ્રોગ્રામિંગ ભાષામાં દક્ષતા મેળવો

સોફ્ટવેયર એન્જીનિયરો માટે સામાન્ય પ્રવેશ સ્તરની પ્રોગ્રામિંગ ભાષાઓ સામેલ છે. તમારા દ્વારા પસંદ કરાયેલ ભાષા તમારા કેરિયર લક્ષ્યો માટે પ્રાસંગિક હોવી જોઈએે. વૈકલ્પિકરૂપે, ગૅમ કે એપ ડેવલપમેન્ટમાં રુચિ ધરાવનારા ઉમેદવારો ‘જાવા’ શીખી શકે છે, જે એક પ્રોગ્રામિંગ ભાષા છે, જેનો ઉપયોગ મોટાભાગે એન્ટરપ્રાઇઝ સોફ્ટવેયર અનુપ્રયોગોમાં કરવામાં આવે છે. પ્રોગ્રામિંગ અવધારણાઓમાં એક ઠોસ આધાર બનાવવા માટે શરૂઆતના લોકો  ‘પાયથન’ શીખી શકે છે. ‘પાયથનની સરળતા, પઠનીયતા અને અનુપ્રયોગોની વિસ્તૃત શ્રંખલા આને શરૂઆતના લોકો માટે એક લોકપ્રિય વિકલ્પ બનાવે છે, જે કોઈ પણ પરેશાની વિના પોતાની કોડિંગ શરૂ કરવા ચાહે છે.

ડેટા સંરચનાઓ તથા એલ્ગોરિદ્‌મ શીખો

એકવાર જ્યારે તમે એક કે બે પ્રોગ્રામિંગ ભાષાઓમાં નિપુણતા મેળવી લે છે, તો આગામી પગલું ડેટા સંરચનાઓ અને ઍલ્ગોરિદ્‌મ શીખવાનું હોય છે. ડેટા સંરચનાઓ ડેટાને સંગ્રહીત કરવા, લાવવા અને વ્યવસ્થિત કરવાની દક્ષતામાં સુધાર કરે છે. એલ્ગોરિદ્‌મ જેને તમે સંચાલન અને નિર્દેશોના સેટના રૂપમાં વિચારી શકે છે. વાંછિત આઉટપુટ પ્રાપ્ત કરવા માટે ડેટા સંરચનાઓ પર લાગુ થાય છે. એલ્ગોરિદ્‌મ અને ડેટા સંરચનાઓ વિષે શીખવું મહત્ત્વપૂર્ણ છે, કેમકે આ ક્ષેત્રમાં આનો પ્રયોગ થાય છે અને ટેન્કિકલ કંપનીઓના કોડિંગ ઇન્ટરવ્યુઓમાં મોટાભાગે આને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

કોડિંગ શીખો અને પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કરો

જો તમારી પાસે કાર્ય-અનુભવ નથી, તો આ અનુભાગ તમારા બાયોડેટાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. ફક્ત ટેન્કિકો અને ભાષાઓને જ સૂચિબદ્ધ ન કરો, જેને તમે જાણો છો, બલ્કે આ પણ બતાવો કે તમે એમનો ઉપયોગ કેવી રીતે કર્યો છે.

પોતાના બાયોડેટામાં દરેક પ્રોજેકટ માટે એક હાઇપરલિંક જોડો. એ પરિયોજનાઓની પસંદગી કરો, જે વિભિન્ન પ્રકારના કૌશલ્ય બતાવે છે, જેમકે માનક વિભિન્ન સોફ્ટવેયરનો ઉપયોગ કરવો, ફુલ-સ્ટૈક ડેવલપમેન્ટને સમજવું, મોબાઇલ એપ બનાવવી વિ.

Git Hub ઉપર એક પોર્ટફોલિયો બનાવો

જો તમારી પાસે પ્રોફેશનલ અનુભવની કમી છે, તો Git Hub વિષે જાણો અને ઓનલાઇન પોર્ટફોલિયોની સાથે આની સુવિધાઓનો ઉપયોગ કરો. આ પ્લેટફોર્મની મદદથી તમે અન્ય ડેવલપર્સની સાથે કામ કરવા, પોતાની ટેન્કિકલ ક્ષમતાઓને નિખારવા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવાની રીતના રૂપમાં ઓપન સોર્સ પ્રોજેક્ટસમાં યોગદાન કરી શકે છે.

સતત અધ્યયન અને સેલ્ફ અપગ્રેડેશન છે જરૂરી

જાવા ડેવલપર નિતિન ગૌર કહે છે કે સોફ્ટવેયર એન્જીનિયરિંગના ક્ષેત્રમાં ટકી રહેવા માટે લેટેસ્ટ વર્ઝન અને ટેકનોલોજીનું અધ્યયન કરતા રહો. આ સ્કિલ્સ પણ આવશ્યક છે. કેમકે સોફ્ટવેયર ડેવલપમેન્ટમાં એકથી વધુ વ્યક્તિ સામેલ હોય છે. ક્લાયન્ટ્‌સની સમસ્યાઓને જલ્દી સમજો, તેમને હલ કરો (ઉકેલો) અને ટીમમાં સાથ-સહકાર આપો. આ સૌ કુશળતાઓ સોફ્ટવેયર એન્જીનિયરિંગમાં કેરિયર માટે આવશ્યક હોય છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments