Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસત્રણમાંથી એક યુવા હાઈબ્લડ પ્રેશરની લપેટમાં

ત્રણમાંથી એક યુવા હાઈબ્લડ પ્રેશરની લપેટમાં

ઉચ્ચ રક્તચાપ અર્થાત્‌ હાઇ બ્લડ પ્રેશરથી દર ત્રણમાંથી એક વયસ્ક પ્રભાવિત છે. આ કહેવું છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું, પરંતુ વિચાર કરવા લાયક વાત આ છે કે આમાંથી ૯૦ ટકા લોકોને આની જાણ નથી કે તેમને હાઇ બ્લડ પ્રેશર છે. આથી જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હાઇપરટેંશન લીગ (WHL)એ ઈ.સ. ૨૦૦૫માં હાઇપરટેન્શન પર એક વૈશ્વિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારથી દર વર્ષે ૧૭મે ‘વર્લ્ડ હાઇપરટેન્શન ડે’ના રૂપમાં મનાવવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશર, વૈશ્વિક સ્તરે વધતી જતી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી અકે છે. આ હૃદયરોગનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે બ્લડ પ્રેશર વધવાને પહેલાં ઉંમરની સાથે થનારી એક સમસ્યા રૂપે માનવામાં આવતી હતી. જો કે હવે ઓછી ઉંમરના લોકો પણ આના શિકાર બનતા જઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર અસ્વાસ્થ્યકર જીવનશૈલીના લીધે બ્લડ પ્રેશરની સમસ્યાના શિકાર ઓછી ઉંમરના લોકો પણ થતા જઈ રહ્યા છે. નિયમિત રૂપથી શારીરિક વ્યાયામની કમી, ખોરાકમાં સોડિયમની અધિકતા, જંક ફાસ્ટ ફૂડનું વધુ પડતું સેવન તમારામાં હાઇબ્લડ પ્રેશરના જોખમને વધારી શકે છે. ગર્ભાવસ્થા દરમ્યાન પણ હાઇ બ્લડપ્રેશરનો ખતરો હોઈ શકે છે. જો તમે આ પ્રકારની લાઇફ સ્ટાઇલવાળા છો તો સતર્ક થઈ જાવ. તે તમારામાં બ્લડ પ્રેશરના ખતરાને વધારનારી હોઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ હાઇપરટેન્શન હૃદય સંબંધિત રોગો અને મૃત્યુનું મુખ્ય કારણ છે. WHLનું આ પણ કહેવું છે કે સમગ્ર વિશ્વમાં હાઇ બ્લડ પ્રેશરથી ગ્રસ્ત અડધી વસ્તી હાઇપરટેન્શનના લક્ષણોથી અજાણ છે.

હાઇપરટેન્શન શું છે અને કેમ થાય છે ?

હાઇપરટેન્શનનો અર્થ છે આપણ બ્લડપ્રેશરનું વધી જવું. અર્થાત્‌ બ્લડ વેસેલ્સ (રક્ત વાહિકાઓ)માં બ્લડ ફલો (ભ્રમણ)નું બહુ વધારે (૧૪૦-૯૦ MMHG અથવા વધારે) થવું ક્યારેક ક્યારેક બ્લડ ફ્લો વધવું સામાન્ય છે, પરંતુ જો આ સ્થિતિ લાંબા સમય સુધી બનેલી રહે અને આનો ઇલાજ કરવામાં ન આવે તો આ ગંભીર બની શકે છે. હાઇપર ટેન્શનવાળા લોકોને આના લક્ષણ મહેસૂસ નથી થતા. આની જાણકારી મેળવવાની એક માત્ર રીત છે બ્લડપ્રેશરની અવાર-નવાર કે સમયાંતરે તપાસ કરાવવી.

બ્લડ પ્રેશરને બે નંબરોનારૂપમાં લખવામાં આવે છે. પ્રથમ સિસ્ટોલિક નંબર હોય છે, જે હાર્ટબીટ દરમ્યાન બ્લડ વેસેલ્સ પર પડેલા પ્રેશરને બતાવે છે. ત્યાં જ બીજો નંબર હોય છે ડાયસ્ટોલિક, જે હૃદયના ધબકારાઓની વચ્ચે વાહિકાઓ પર પડેલા પ્રેશરને બતાવે છે. ૧૨૦/૮૦ MMHO નોર્મલ પ્રેશર રિડિગ છે. જો આનાથી વધુ રિડિંગ હોય તો હાઇપર ટેન્શનની શરૂઆત છે.

કેવી રીતે જાણશો કે તમને હાઇપરટેન્શન છે ?

હાઇપરટેન્શનના કેટલાક લક્ષણો હોય છે, જે કોઈ અન્ય રોગની જેમ દેખા નથી દેતા, કેમકે સામાન્ય રીતે આનું કેટલાય વર્ષો સુધી કે શરીરનું કોઈ મહત્ત્વપૂર્ણ ઓર્ગન (અંગ) ડેમેજ ન થઈ જાય. આ કારણે પણ હાઇ બ્લડ પ્રેશરને ‘સાઇલેન્ટ કીલર’ કહેવામાં આવે છે. આના લક્ષણો છૂપા રહે છે, જેને આપણે અવગણીએ છીએ.

હાઇપરટેન્શનથી વધી રહેલ હૃદયરોગ

કેટલાય લોકો માટે હાઇપરટેન્શનનો અર્થ ઓવર સ્ટ્રેસ, ઘભરાટ થવી છે. મેડિકલની ભાષામાં હાઇપરટેન્શનનો અર્થ બ્લડ પ્રેશરનું સતત વધવું થાય છે. આનું કારણ ગમે તે હોય. જ્યારે હાઇ બી.પી. કન્ટ્રોલ નથી થતું તો આ સ્ટ્રોક હાર્ટ ફેલ્યોર, હૃદયરોગના હુમલા અને ગંભીર સમસ્યાઓનું જોખમ વધારી દે છે.

વધતી વયના લોકોને હાઇપરટેન્શનની ફરિયાદ વધુ

ઉંમર વધવાની સાથે અને જેનેટિક કારણોથી હાઈબ્લડ પ્રેશરનો ખતરો વધી શકે છે, પરંતુ વધારે નમકવાળો ખોરાક ખાવો, શારીરિક રીતે સક્રિય ન હોવું, અને બહુ વધારે શરાબ પીવી વિ. જેવા કારણો પણ હાઇપરટેન્શનના ખતરાને વધારી શકે છે.

હાઇબ્લડપ્રેશરનો ઇલાજ શું છે ?

જો તમને હાઇબ્લડપ્રેશર છે તો તેના માટે તમારે ડૉકટર દ્વારા સૂચવેલ દવા જ લેવી જોઈએ. હાઇબ્લડપ્રેશર ચેક કરવાની સાથે ડોકટર આ પણ જોશે કે ક્યાંક તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કોઈ અન્ય સમસ્યા તો નથી. આને જોતાં તમારો આનો ઇલાજ કરવામાં આવશે.

આની સાથે તમે હાઇપરટેન્શનથી બચવા માટે પોતાની જીવન શૈલીમાં કંઈ તબ્દીલી લાવી શકો છો, જેનાથી તમારૂં બ્લડ પ્રેશર નોર્મલ બનેલ રહેશે. પોતાની જીવનશૈલીમાં કેટલોક ફેરફાર, જેમકે સ્વસ્થ આહાર લેવો, તંબાકુ-સિગારેટ વિ. છોડવું અને વધુ સક્રિય રહેવું વિ. તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે. કેટલાક લોકોને એવી દવાઓની આવશ્યકતા હોઈ શકે છે જે હાઇબ્લડપ્રેશરને અસરકારક રીતે કંટ્રોલ કરી શકે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે વધુમાં વધુ સક્રિય રહો. કસરત કરો અથવા મેડિટેશન કરો. આનાથી તમારો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. સાથે જ તમે પોતાને ફિટ અનુભવશો. જો તમે નિયમિત રીતે કસરત કરો છો તો આ ટેવ તમને ફક્ત બ્લડ પ્રેશરના ખતરાથી બચાવવા માટે મદદરૂપ હોઈ શકે છે એટલું જ નહીં બલ્કે આની સાથે હૃદયરોગ, ડાયાબિટિઝના જોખમ અને તેની જટિલતાઓને પણ ઘટાડી શકાય છે. અધ્યયનોમાં જોવા મળ્યું છે કે જે લોકો સેડેંટરી લાઇફ સ્ટાઇલ અર્થાત્‌ શારીરિક નિષ્ક્રિયતાના ભોગ બનેલા છે, તેમનામાં આ રોગોના વિકાસનું જોખમ વધુ હોય છે. કેફીન બ્લડ પ્રેશર વધારે છે અને આવામાં તમારે ચા-કોફીનું સેવન ઓછું કરી દેવું જોઈએ. સ્મોકિંગ કે ધૂમ્રપાન અને વધુ પડતું દારૂ પીવાથી પણ હાઇપરટેન્શન થાય છે. આથી આ ટેવોથી તમારે અંતર જાળવવું જોઈએ. આમ કરવાથી તમે ફક્ત તમારા બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકશો એટલું જ નહીં બલ્કે સાથો સાથ તમે આનાથી જોડાયેલ અન્ય બીમારીઓથી પણ છુટકારો પામી શકશો. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments