Thursday, October 10, 2024
HomeસમાચારAMU ઉપર હિંદુત્વના હુમલાની ન્યાયિક તપાસની એસ.આઈ.ઓ.ની માંગ

AMU ઉપર હિંદુત્વના હુમલાની ન્યાયિક તપાસની એસ.આઈ.ઓ.ની માંગ

નવી દિલ્હી સ્થિત જમાઅતે ઇસ્લામી હિંદના કાર્યાલયમાં પ્રેસને સંબોધિત કરતાં વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્‌સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન આૅફ ઇન્ડિયાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટૂડન્ટ્‌સ યુનિયનના કેબીનેટ મેમ્બર્સ ઉપર ૨, મેના રોજ થયેલા હિંદુત્વના હુમલા ઉપર નિંદા વ્યક્ત કરે છે અને આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરે છે. અલીગઢના વિદ્યાર્થીઓ ઉપર આ હુમલો મુસલમાનોની ભાવના ઉપર પણ હુમલો છે. વિદ્યાર્થી સંગઠન એસ.આઇ.ઓ.એ આ સમગ્ર મામલા પાછળ એક પૂર્વ આયોજિત ષડયંત્રને જવાબદાર ઠેરવ્યું છે.

થોડા દિવસો પહેલાં અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીના યુનિયન હાલમાં લાગેલી મુહમ્મદ અલી જિન્નાની તસવીરને લઈને ભાજપના આઈટી સેલ દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી અને તેના આધારે જ કેમ્પસને નિશાન બનાવવાનું આવ્યું. પોલીસે પણ પરવાનગી વિના કેમ્પસમાં આ આવેલા હિન્દુ યુવા વાહિનીના ભગવા ગુંડાઓની ધરપકડ કરવાના બદલે શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર લાઠી ચાર્જ શરૂ કરી દીધો હતો.

એસ.આઇ.ઓ.ના હોદ્દેદારોનું માનવું છે કે ઘટના મુહમ્મદ અલી જિન્નાહની તસવીરનું નહીં બલ્કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ઉપર હુમલાનું છે. રાજ્યનું વહિવટી તંત્ર પણ આ સમગ્ર ઘટના ઉપર તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હજી સુધી પોલીસે અપરાધિયો ઉપર એફઆઇઆર પણ નોંધી નથી અને તેઓ સ્વતંત્ર ફરી રહ્યા છે. આ માટે એસ.આઇ.ઓ. આૅફ ઇન્ડિયા આ સમગ્ર ઘટનાની વાજબી ન્યાયિક તપાસ કરાવવા ઇચ્છે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments