સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO), ગુજરાત ઝોન દ્વારા સામાજિક ક્ષેત્રે વિવિધ કાર્ય કરતાં યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોની એક ઓનલાઇન મીટિંગ યોજવામાં આવી.
SIO ગુજરાતના પ્રમુખ જાવેદ આલમ કુરેશીએ પ્રોગ્રામના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા યુવા સંગઠનો વચ્ચે સંવાદ બને અને એક સમન્વય કેળવાય એ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં ”સમાજમાં રચનાત્મક બદલાવ માટે સંઘર્ષ” વિષય ઉપર એક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેનું સંચાલન SIO ગુજરાતના મહાસચિવ મુનવ્વર હુસેન શેખ દ્વારા કરવામાં આવ્યું.
SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ મુહમ્મદ સલમાનએહમદ ખાસ ઉપસ્થિપ રહી પોતાના પ્રમુખ સંબોધનમાં આ પ્રયાસને આગળ વધારવા અને તેનો મહત્તમ ફાયદો સમાજને પહોંચે તે માટેના કેટલાક માર્ગદર્શક સૂચનો આપ્યા.
આ પ્રોગ્રામ ગુજરાતની જુદી જુદી જગ્યાએથી વિદ્યાર્થી અને યુવા સંગઠનો જોડાયા હતા.