મુઝફ્ફરનગરની એક શીખ મહિલાનું કહેવું છે કે તેના પાડોશીએ તેને ધર્મ પરિવાર માટે મજબૂર કરી તેનાથી શાદી કરી. આ ફરિયાદના આધાર પર આરોપીની વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બે મુસ્લિમ યુવકો પર ધર્માંતરણનો આરોપ લગાવનારી શીખ મહિલાએ મંગળવારે પોતાનું નિવેદન પરત લીધું છે.

બે મુસ્લિમ ભાઈઓ પર 24 વર્ષીય શીખ મહિલાએ ધર્માંતરણનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે બંનેના વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડીની સાથે સાથે ધર્માંતરણ રોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મહિલાએ મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા પોતાના નિવેદનમાં આ આરોપોને નકાર્યા છે. પોલીસ અનુસાર, મહિલાનું કહેવું છે કે કેટલાક હિન્દુ સંગઠનોના દબાણમાં આવીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આના પહેલા મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પડોશમાં રહેનાર એક વ્યક્તિએ તેને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરી બાદમાં શાદી કરી. મહિલાએ યુવક પર આ પણ આરોપ લગાવ્યો કે નિકાહ માટે મુસ્લિમ મહિલા તરીકે રજૂ કરવા માટે યુવકે નકલી ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યા હતા.

મહિલાએ કથિત રીતે જે વ્યક્તિ સાથે નિકાહ કર્યા, તે અત્યારે જેલમાં છે, જ્યારે કે તેનો ભાઈ ફરાર છે.

પોલીસ સ્ટેશનના એસએચઓ એ જણાવ્યું કે, “મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાએ તેના નિવેદનમાં બંને ભાઈઓ વિરુદ્ધ લગાવેલા આરોપોને નકારી દીધા છે. મહિલાએ આરોપી સાથે શાદી કરવાની વાતથી પણ ઇનકાર કર્યો અને કહ્યું કે કેટલાક હિન્દુ સંગઠનોના દબાણ બાદ તેણીએ એફઆરઆઈ દાખલ કરાવી હતી.” જો કે મહિલાએ કોઈ હિન્દુ સંગઠનના નામનો ખુલાસો કર્યો નથી. એસએચઓનું કહેવું છે કે ફરિયાદી મહિલાએ આરોપી દ્વારા પૈસા લેવા તથા તેનું શોષણ કરવાનાં આરોપોને પણ નકાર્યા છે.

સૂત્રોનું કહેવું છે કે પોલીસ અદાલતનો રૂખ કરવા અને જેલમાં આરોપીને છોડવાના આગ્રહ પર વિચાર કરી રહી છે.

જણાવી દઈએ કે પોલીસનું કહેવું છે કે મહિલાએ રવિવારે પોલીસ સ્ટેશન પહોંચીને આરોપ લગાવ્યો હતો કે એક વ્યક્તિએ શાદીનું વચન આપીને તેનું યૌન શોષણ કર્યું અને તે વ્યક્તિ તેનાં પાંચ લાખ રૂપિયા પણ પરત કરી રહ્યો નથી. ફરિયાદી મહિલાના પતિ અને આરોપી કરિયાણાની દુકાન ચલાવે છે. મહિલાનો દાવો હતો કે તેણે મુખ્ય આરોપી સાથે મે માસમાં શાદી રચાવી હતી.

આ મહિને ફરિયાદી મહિલાને કથિત રૂપે ખબર પડી હતી કે તેના પતિએ એક મુસ્લિમ મહિલા સાથે શાદી કરી હતી, જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેના પતિ અને તેના ભાઈએ કથિત રીતે તેની સાથે મારપીટ કરી અને ધમકાવી. પોલીસમાં ફરિયાદ બાદ મહિલાનાં પતિની ધરપકડ કરી લીધી હતી અને સ્થાનિક અદાલત સમક્ષ હાજર કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

સહાયક પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય એ કહ્યું કે મહિલાએ તેની ફરિયાદ સાથે નિકાહનામા સહિત કેટલાક દસ્તાવેજ જમા કરાવ્યા હતા. તેમણે કહ્યું કે, “અમે ફરિયાદ પત્રની સાથે મહિલા દ્વારા રજુ કરેલ નિકાહનામાની ખરાઈ કરીશું. આ ડોક્યુમેન્ટનાં તપાસના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here