Thursday, March 28, 2024
Homeસમાચારમોડાસાની રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી

મોડાસાની રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી

તા. ૧૭/૦૨/૨૦૧૯ના રોજ મોડાસાની રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિકોત્સવનું કોલેજના ભા. મા. શાહ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ડ્રામા, આર્ટ અને કલ્ચરલ પરફોર્મન્સ, જુડો સ્ટંટ, નાત, કવ્વાલી વગેરે જેવી પ્રવૃતિઓ દ્વારા વાલીઓ અને સમાજના અગ્રણીઓથી ચિક્કાર ભરાયેલ ઓડીટોરિયમને અર્થ-સભર સંદેશાઓ આપીને દિલ જીતી લીધા હતા.

કાર્યક્રમની શરૂઆત કુરઆનની તિલાવત અને તેના અનુવાદથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાનો તેમજ વાલીઓનું અભિવાદન કરતા સંસ્થાના પ્રમુખ મુહમ્મદ અમીન શેઠે કહ્યું હતું કે સંસ્થાનું વિઝન સમાજના બાળકોનું શિક્ષણ દ્વારા એવી રીતે ઘડતર કરવાનું છે કે તેઓ સમાજ અને દેશને નિષ્ઠાવાન નેતૃત્વ પૂરું પાડી શકે અને શાળા એ દિશામાં આગળ વધી રહી છે.

શાળાના પ્રિન્સીપાલ ઉબૈદુલ્લાહે ટુંકમાં વર્ષ દરમ્યાનની વિવિધ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરીને વાલીઓને શાળાના પ્રયાસોમાં સહયોગ આપવા માટે અપીલ કરી.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ વડોદરા શહેરના નામાંકિત ફીઝીશ્યન અને બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ ડો. મુહમ્મદ હુસૈને કહ્યું હતુ કે મેડિકલ અને એન્જિનિયરિંગની સાથે સાથે અન્ય ક્ષેત્રો પણ ખૂબ મહત્વના છે. તે તરફ પણ શાળા અને સમાજે ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કુરઆન અને હદીસનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે માતા-પિતાએ બાળકની દુનિયા અને આખીરત બંનેની સફળતા માટેના પ્રયત્નો કરવા પડશે.

આણંદથી પધારેલ પારુલ યુનિવર્સિટી, વાધોડીયાના લો વિભાગના ડાયરેક્ટર અને મુસ્લિમ મજલીસે મુશાવરતના ગુજરાત શાખાના ઉપપ્રમુખ ડો. અકીલ અલી સૈયદે પોતાની આગવી શૈલીમાં બાળકોના સર્વાંગી ઘડતર અને વિકાસમાં પિતાની ભૂમિકા બાબતે મુસ્લિમ સમાજમાં ખૂબ બેદરકારી જોવા મળે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પિતા વાસ્તવમાં પુત્ર હોય કે પુત્રી તેના માટે તેના માટે સાચો રોલ મોડલ હોય છે, તેથી તેણે માતા જેટલો જ બાળકના ભણતર અને ગણતરમાં ભાગ લેવો જોઈએ.

જમાતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અધ્યક્ષ શકીલ અહમદ રાજપૂત હૃદયસ્પર્શી શૈલીમાં બીજ અને વૃક્ષનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે બીજ સારું હોય, જમીન સારી હોય, ખેડૂત સારો હોય પણ વાતાવરણ સારું ન હોય તો બીજ ક્યારેય વૃક્ષ બની શકતું નથી. દરેક બાળકમાં કુદરતે ક્ષમતા મુકેલી જ હોય છે, જમીન રૂપે રેડિયન્સ શાળા પણ ફળદ્રુપ છે, ખેડૂત તરીકે શિક્ષક પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે, જો ઘર પરિવાર અને સમાજ બાળકને યોગ્ય અને તંદુરસ્ત વાતાવરણ પુરું પાડવાની ઉઠાવી લે તો આપણું ભાવિ ખૂબ આશાસ્પદ છે.

વર્ષ દરમ્યાન શૈક્ષણિક ઉપરાંત વિવિધ પ્રવૃતિઓમાં અને સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આભાર પ્રદર્શન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments