Monday, June 24, 2024
Homeઓપન સ્પેસરક્તરંજિત ગાઝા - માનવતાનું મોત શું છે ઉપાય ???

રક્તરંજિત ગાઝા – માનવતાનું મોત શું છે ઉપાય ???

દરરોજના સમાચાર વાંચીને દુઃખ થાય છે કે નિર્દોષ પેલેસ્ટાઈનીઓના કત્લેઆમ થઈ રહ્યો છે. રોજ સેંકડો લોકો ફક્ત એટલા માટે મૃત્યુ પામી રહ્યા છે કે તેઓ મુસ્લિમ છે અને પેલેસ્ટાઈનમાં રહે છે. ડ્રોન હુમલો, બોમ્બ બલાસ્ટ અને શું નહીં…. અને કોના પર…. નિર્દોષ મુસ્લિમો પર !!! તેઓનો ગુનો ફ્કત એટલો જ કે તેઓ એક અલ્લાહ પર શ્રદ્ધા ધરાવે છે અને મુહમ્મદ (સ.અ.વ.)ને અલ્લાહના પૈગમ્બર (સંદેશવાહક) તરીકે સ્વીકારે છે!!! તેમનો ગુનો ફક્ત એટલો જ કે તેઓએ પોતાના મહેમાનને ખુલ્લા મનથી તે સમયે અવકાર્યો હતો જ્યારે હિટલરે તેમને (યહૂદીઓને) તેમના દેશમાંથી ફેંકી દીધો હતો. હવે તે જ યહૂદીઓ જમીન પર (ગેરકાયદેસર) કબ્જો કરી રહ્યા છે જે તેમને એવા સમયે રહેવા માટે આપવામાં આવી હતી જ્યારે કોઈએ તેમની મદદ માટે હાથ લાંબો નહોતો કર્યો.

હું પૂછુંં છું ક્યાં ગયા એ માનવ હક્કોના કાર્યકર્તાઓ અને સંસ્થાઓ??? અત્યાર સુધી શું કર્યું રાષ્ટ્રસંઘે??? બીજા દેશો શું કરી રહ્યા છે??? નર્યો દંભ….આ નરસંહારના સમાચારોને તેમના રાષ્ટ્રીય ચેનલ પર દર્શાવતા પણ ડર લાગી રહ્યો છે… કાં તો તેઓ મુઠ્ઠીભર યહૂદીઓથી ડરે છે કાં તો પછી તેઓ ઇસ્લામથી નફરત કરે છે અને મુસ્લિમોને ધિક્કારે છે. જો ક્યાંય પણ કોઈપણ પ્રકારની ઘટના ઘટે કે તરત મીડિયા તેને કેપ્ચર કરી ટી.વી પર દર્શાવી દે છે પરંતુ દાયકાઓથી ઇઝરાયલ નિર્દોષ બાળકો અને સ્ત્રીઓની કતલેઆમ કરી રહ્યો છે. છતાં કોઈ હ્યુમનરાઈટ સંસ્થા કંઈ બોલવા પણ આગળ નથી આવી રહી, તેમના માટે લડવાની વાત તો જવા દો.

માનવતાનું આપણી પાસે શું સ્તર છે??? શું આપણે એટલા નીચ થઈ ગયા કે બાળકોના લોહીને ભેદભાવની નજરે જોઈએ અને તેનું કારણ એટલું જ કે તેઓ મુસ્લિમ છે!!! આપણે તેની અવગણના એટલા માટે કરીએ છીએ કે તેઓ પેલેસ્ટાઈનમાં રહે છે!!! અમે કેવી આશા તમારાથી રાખીએ??? ના અમને કોઈ આશા નથી તમારાથી… ફક્ત અલ્લાહ… અલ્લાહ તેનોે ફેંસલો તમારા પર મોકલે ત્યાં સુધી રાહ જુઓ…

તમે મુસ્લિમોનો ઇતિહાસ વાંચો… જ્યારે તેઓ અલ્લાહ સિવાય કોઈનાથી નહોતા ડરતા, ત્યારે તેઓએ દુનિયા પર રાજ કર્યું, તે સમયમાં તેઓ દિશાદર્શક હતા. આજે જ્યારે અલ્લાહે બધું આપ્યું છે – તેલ, ધન-સંપત્તિ, જમીન, વસ્તી… ત્યારે આપણે બધા મેદાનમાં પાછળ અને દુનિયા ભરમાં આપણી ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે!!! અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ સાચું કહ્યું હતું કે “મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવશે અને તેઓ કમજોર થશે જ્યારે તેઓ દુનિયાને પ્રેમ કરતા અને મૃત્યુને ધિક્કારતા થઈ જશે” (અબૂદાઉદ-૪૨૮૪)

મુસ્લિમ દુનિયામાં આજે આ બની રહ્યું છે. વેરવિખેર મુસ્લિમો એવા સમયે એક થવામાં રસ ધરાવતા નથી જ્યારે બીજા મુસ્લિમ ભાઈઓ ગાજર-મૂળાની જેમ કપાતા હોય. આપણે જાણી જોઈને કુઆર્નને પીઠ પાછળ ફેંકી દીધો અને અહંકારી થઈ ગયા. આ પરિસ્થિતિમાં તમે બીજી કઈ આશા સેવી શકો? જ્યારે આપણે હંમેશાં એક બીજાને જ ભાંડતા હોઇએ!!!

કુઆર્ન એકતા વિષે કહે છે અને એક થવા માટે બહુ જ સુંદર ફોર્મ્યુલા રજૂ કરે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! આજ્ઞાપાલન કરો અલ્લાહનું અને આજ્ઞાપાલન કરો રસૂલનું અને તે લોકોનું જે તમારા પૈકી જવાબદાર (આદેશ આપવાના અધિકારી) હોય, પછી જો કોઈ મામલામાં તમારા વચ્ચે ઝઘડો પડે તો તેને અલ્લાહ અને રસૂલના તરફ રજૂ કરો જો તમે ખરેખર અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન ધરાવતા હોવ. આ જ એક સાચી કાર્ય-પદ્ધતિ છે અને પરિણામની દૃષ્ટિએ પણ વધુ સારી છે. ” (સૂરઃ નિસા -૫૯)

આપણે અલ્લાહ અને તેના રસૂલને અનુસરવું છે અને તેમને પણ જે આપણા આગેવાનો છે. પરંતુ જો આગેવાનો અંદરો અંદર વિરોધાભાસી હોય તો કુઆર્ન અને સુન્નત તરફ વળી જવામાં જ ઉપાય છે. અને જો આપણે અલ્લાહ અને તેના રસૂલ તરફ ન વળીએ તો આપણે અલ્લાહના સાચા બંદા પણ ન હોઈ શકીએ અને આખેરતના દિવસને માનનારા પણ ન હોઈ શકીએ.

જ્યારે આપણે ઇસ્લામના સિદ્ધાંતોને અનુસરીએ છીએ ત્યારે તે આપણા અમલમાં દેખાવા જોઈએ, તે આપણા વ્યવહારમાં પ્રતંબિંબિત થવા જોઈએ પછી તે આપણું વ્યક્તિગત જીવન હોય, આપણો ધંધો હોય કે પછી રાજનૈતિક જીવન હોય. દરેક મુસ્લિમે મુસ્લિમોને એકજૂટ કરવા માટે કાર્ય કરવું જોઈએ અને કુઆર્નમાં દર્શાવ્યા મુજબની ફોર્મ્યુલામાં પોતાને મૂકવા જોઈએ. કુઆર્ન, સુન્નત અને ખલીફાએ રાશીદા મુજબ આપણે એક જૂટ થઈને ફરી દુશ્મનોથી લડવું જોઈએ.

દુનિયાના મુસ્લિમ રાષ્ટ્રોએ પોતાની નીતિમાં ઇસ્લામને પ્રસ્તુત કરવું જોઇએ; ખાસ કરીને વિદેશ નીતિમાં મુસ્લિમ રાષ્ટ્રોએ એક થઈ કુદરત દ્વારા નવાજવામાં આવેલા સાધનોને અસરકારકતાથી ઉપયોગમાં લેવા જોઈએ. કુઆર્ન અને સુન્નતના જ્ઞાનની સાથે તેલ સંપત્તિની શક્તિ અમૂલ્ય છે. આપણે આપણા મહાન શાસકોને અને દેશને ચલાવવાની તેમની નીતિને તેમજ બીજા શાસકોને એક રાખવાની નીતિને સમજવાની જરૃર છે. જો આપણે ખિલાફતે રાશિદાને અનુસરીએ તો આપણા દુશ્મનોને આસાનીથી ધમકાવી શકાય અને તેમના પર કાબૂ મેળવી શકાય.

દુનિયામાં ૫૦ થી વધુ મુસ્લિમ રાષ્ટ્રો છે જે તેમના આંતરિક અને સરહદને લગતા ઝઘડાઓમાં જ પડયા રહે છે. યહૂદીઓના ગ્રેટર ઇઝરાયલ સ્થાપવામાં અને મુસ્લિમ દુનિયાને ખતમ કરવાના મેલા ઇરાદાને આપણે સમજવું જોઇએ. જો આ પરિસ્થિતિમાં આપણે એક ન થઈએ તો મુસ્લિમ રાષ્ટ્રોનો એક પછી એક પતન નિશ્ચિત છે અને લોકો માત્ર એરકંડિશન્ડ રૃમમાં કોફી પીતા પીતા માનવ હક્કો પર ચર્ચા જ કરતા રહી જશે.

કુઆર્નમાં આલ્લાહ આપણને ચેતવે છે, “જુઓ, તમને લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે અલ્લાહના માર્ગમાં ધન ખર્ચ કરો. તેમ છતાં તમારામાં કેટલાક લોકો છે જેઓ કંજૂસી કરી રહ્યા છે, જો કે જે કંજૂસી કરે છે તે વાસ્તવમાં પોતાના જ સાથે કંજૂસી કરી રહ્યો છે. અલ્લાહ તો ગની (અપેક્ષા-મુક્ત) છે, તમે જ તેના મોહતાજ છો. જો તમે મોઢું ફેરવશો તો અલ્લાહ તમારા સ્થાને કોઈ બીજી કોમને લઈ આવશે અને તેઓ તમારા જેવા નહીં હોેય.” (સૂરઃ મુહમ્મદ ઃ ૩૮).

ખિલાફતે રાશિદાના જમાનાની જેમ જ આપણી રાજનૈતિક હિલચાલમાં પણ ઇસ્લામની ઝલક દેખાવી જોઈએ અને જો આપણે અલ્લાહનો માર્ગથી ખસ્યા તો અલ્લાહ આપણી સરહદોને નાબૂદ કરી એવા લોકોને સત્તા સોંપશે જે આપણાથી સારા હશે.

મુસ્લિમ આગેવાનોએ ઇઝરાયેલ સાથે વાતનો દોર શરૃ કરવો જોઈએ અને તેને ધમકી આપવી જોઇએ કે તે ગંભીર પરિણામ માટે તૈયાર રહે, પછી ભલેને તે કોઈ મુસ્લિમ રાષ્ટ્ર પર યુદ્ધ કરવાને વિચારે. દરેક મુસ્લિમ રાષ્ટ્રે એક થઈ પોતાના દુશ્મનથી એક સાથે લડવાનો કરાર કરવો જોઇએ. તેઓની પાસે ‘United Muslim Nations’ નામનો સંગઠન હોવો જોઈએ. જે વ્યપારની નીતિઓ ઘડે અને વ્યવહારને ઇસ્લામી ચલણમાં સ્વીકારે, આ રીતે ઇઝરાયલ અને પશ્ચિમી દેશોનું અર્થતંત્ર પડી ભાંગશે અને મુસ્લિમ રાષ્ટ્રોને મજબૂત કરવામાં મદદરૃપ નીવડશે. કોઈ પણ રાષ્ટ્રની કરોડરજ્જુ તેનો અર્થતંત્ર હોય છે તેથી મુસ્લિમ રાષ્ટ્રોએ એક થઈ પોતાના અર્થતંત્રને મજબૂત બનાવવું જોઈએ.

મુસ્લિમ રાષ્ટ્રો તેમના વચનોમાં સ્પષ્ટ હોવા જોઈએ, જેમ કે દિવ્ય કુઆર્નમાં આદેશ છે, “હે ઈમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને સીધી વાત કહો. અલ્લાહ તમારા કર્મો દુરસ્ત કરી દેશે અને તમારા ગુનાઓને ક્ષમા કરશે. જે વ્યક્તિ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે તેણે મોટી સફળતા પ્રાપ્ત કરી.” (સૂરઃઅહઝાબઃ૭૦-૭૧).

જો આપણે નિર્ભયતાથી પ્રત્યક્ષ રીતે મુદ્દાની વાત કરીએ તો અલ્લાહ આપણી પ્રતિષ્ઠા પાછી અપાવશે. હું યાદ કરૃં છું કિંગ ફૈસલને, જ્યારે તેણે પશ્ચિમને તેલ આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું “અમે અને અમારા પૂર્વજો ખજૂર અને દૂધ પર જીવ્યા છીએ અને અમે તેની તરફ પાછા ફરી જઈશું” જ્યારે હેન્રી કિસીંગ્ગરે કહ્યું “મારો પ્લેન તેલ વગરનો છે, શું આપ સાહેબ તેલ પહોંચાડવાનો હુકમ કરશો? અમે તેના માટે અંતરરાષ્ટ્રીય કીંમત અપવા તૈયાર છીએ” કિંગ ફૈસલે જવાબ વાળ્યો, “અને હું એક ઘરડો માણસ છું અને ઇચ્છું છું કે મસ્જિદે અકસામાં મરતાં પહેલા નમાઝ પઢું તો શું તમે મને મારી ઇચ્છા પૂરી કરવામાં મદદ કરશો?” આ છે એક સાચા મુસ્લિમ નેતાની ખરી ભાવના!!! જે અલ્લાહ સિવાય કોઈનાથી ડરતો નહોતો.

છેલ્લે હું પેલેસ્ટાઈનના મારા ભાઈઓ અને બહેનોને અલ્લાહનો સંદેશો પહોંેચાડવા ઇચ્છું છું કે, “નાસીપાસ ન થાવ, દુઃખી ન થાવ, તમે જ વર્ચસ્વ પ્રાપ્ત કરશો જો તમે ઈમાનવાળા હોવ.” (સૂરઃ આલે ઇમરાન -૧૩૯)

સાભાર – http://www.passionatewriters.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments