અમદાવાદ,
વિવિધ ધર્મોના નેતાઓ અને ગુરુઓએ તમામ સમુદાયો વચ્ચે પ્રેમ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના સર્કિટ હોઉસમાં એક સંમેલનમાં રાજ્યવ્યાપી ધાર્મિક સૌહાર્દ મંચની રચના કરી છે. આ પ્રસંગે બોલતા, તમામ ધર્મગુરુઓએ કહ્યું હતું કે ધર્મ લોકોને એક બીજાથી અલગ અને વિભાજિત કરતો નથી, તે તમામ માનવોને એક કરે છે.
દેશમાં પ્રેમ અને સૌહાર્દના વાતાવરણને મજબૂત કરવામાં ધાર્મિક ગુરુઓની ભૂમિકા પરના સમનેલનને સંબોધતા જમાત-એ-ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રો. મોહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું છે કે હિંસા ત્યારે થાય છે જ્યારે લોકો તેમના ધર્મનું યોગ્ય રીતે પાલન કરતા નથી. તેમણે કહ્યું, “એકબીજાના વિચારો અને આસ્થાઓ સાથે સહમત થવું જરૂરી નથી, પરંતુ આપણે એકબીજાના અસહમત થવાના અધિકારનું સન્માન કરવું જોઈએ. અહીં તમામ ધર્મના ગુરુઓ એક જ મંચ પર હાજર છે, હકીકતમાં આ ભારતનો અસલી ચહેરો છે.
જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલ અહમદ રાજપૂત, જયેશ બારોટ ગાયત્રી પરિવાર (ગાયત્રી શક્તિપીઠ), યોગાચાર્ય ઉમાશંકર આર્ય ,આર્ય સમાજ સુરત, ડો. ખુશરૂ ઘડિયાલી પારસી, યહૂદી ધર્મથી અવિવ દિવાકર, કૈરા સોશિયલ સર્વિસ હાંસોલના ફાધર ચાર્લ્સ, આર્કબિશપ મિર્ઝાપુરના કેથોલિક બિશપ રતના સ્વામી, મણિનગરથી રાજુ ક્રિસ્ટી, ગુજરાત કોલેજના બિશપ પ્રોટેસ્ટન્ટ, ગિરધરનગરના જૈન આચાર્ય પ્રેમ સુંદર મહારાજ, જમિઅત ઉલ્મા ગુજરાતના મુફ્તી અબ્દુલ કૈયુમ, દાઉદી વ્હોરા સમાજના ઝૈનુદ્દીન મહુવાલા, પ્રશીલ ગૌતમ બૌદ્ધ ભંતેજી ગાંધીનગર, પ્રદીપ મહારાજ હિન્દુ સંત, આનંદ આશ્રમ પાલડી, હિતેન્દ્ર વ્યાસ ભાગવત વિદ્યાપીઠ સોલા, મહંત ભરત સોલંકી ત્રિકમ સાહેબની ગાદી, ગાંધીધામ, મોતી રામ અને શબ્બિરભાઈ પાલનપુરી જેવા ધર્મગુરુઓએ મંચને સમર્થન આપી પ્રસંગને અનુરુપ પ્રવચન આપ્યા હતા. સ્વામિનારાયણ (SGVP) ગુરુકુલના સ્વામી માધવપ્રિય દાસજીએ વીડિયો સંદેશથી શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
પી .કે. લહેરી સ. નિવૃત્ત મુખ્ય સચિવ અને ટ્રસ્ટી સદવિચાર પરિવાર તથા સોમનાથ મંદિર ટ્રસ્ટ પણ હાજર રહ્યા હતા અને જવાબદારી સ્વીકારવા સંમતિ આપેલ. સભાએ તેઓને મંચના પેટ્રન ઇન ચીફ બનાવવાનું નક્કી કરેલ.
પ્રોગ્રામના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ મંચ બધા ધર્મ ગુરુઓના અધ્યક્ષમંડળથી ચાલશે.. જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના મહાસચિવ ઇકબાલઅહમદ મિર્ઝાને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પત્રકાર બંધુઓ હાજર રહ્યા હતા.