એક અખબાર યાદીમાં, JIH ઉપ-પ્રમુખ પ્રો. સલીમ એન્જિનિયરે આ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા પામેલા લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવામાં ગુજરાત સરકારની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “કોઈ ચોક્કસ મતબેંકને ખુશ કરવા માટે રાજકીય લાભો મેળવવાના ઉદ્દેશ્ય ધરાવતા આવા નિર્ણયો અત્યંત વાંધાજનક છે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે સત્તાવાર સરકારી નીતિની આડમાં કરવામાં આવેલા આ ગંભીર અન્યાયને ઉલટાવી દેવા માટે સર્વોચ્ચ અદાલત આ મામલે દરમિયાનગીરી કરશે.
બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય ગુનાઓ માટે દોષિત ઠરેલા લોકો માટે નહીં, પરંતુ નાના ગુનાઓ માટે જેલમાં બંધ લોકો માટે માફી નીતિ લાગુ થવી જોઈએ, તેમ ભારપૂર્વક, JIHના ઉપપ્રમુખે કહ્યું, “જો રાજ્ય સરકારોને તેમની પસંદગીના ગુનેગારોને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવે તો, જઘન્ય ગુનાઓ માટે દોષિત હોવા છતાં માફીની નીતિથી આપણી ન્યાય વ્યવસ્થા મજાક બની જશે અને નાગરિકો ન્યાયપ્રણાલીમાંથી આશા ગુમાવી દેશે. સર્વે માટે ન્યાય એ આપણા બંધારણના કાયમી સિદ્ધાંતોમાંથી એક છે અને જો આ જ વલણ ચાલુ રહયું તો લોકશાહી નબળી પડી જશે. આ શેરીવિરો અને તેમના આકાઓને પ્રોત્સાહિત કરશે, કારણ કે તેઓ ખૂબ જ ઘૃણાસ્પદ ગુનાઓ કરવા છતાં વહેલા -મોડા, સિસ્ટમ દ્વારા જામીન મેળવવામાં વિશ્વાસ રાખશે. આ દોષિતોને જે રીતે સમ્માનિત કરવામાં આવે છે અને વખાણવામાં આવે છે તે તદ્દન નિંદનીય છે. તે નારી શક્તિના પ્રચારક અને મહિલા સન્માન અને ગૌરવના રક્ષક હોવાના અમારા દંભને પણ છતો કરે છે.”
પ્રો. સલીમે જણાવ્યું હતું કે, “બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં જેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તેઓને સીબીઆઈ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બોમ્બે હાઈકોર્ટે આ નિર્ણયને માન્ય રાખ્યો હતો. 11 દોષિતોમાંથી, માત્ર એકે સજાની માફી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત રાજ્ય સરકારને તેમની અકાળે મુક્તિ માટેની અપીલ પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, તેમણે ઉમેર્યું, “રાજ્ય સરકારે એક પેનલની રચના કરી અને તમામ 11 દોષિતોને માફ કરવાની તરફેણમાં નિર્ણય કર્યો. જ્યારે આપણે ઘટનાઓના આ ક્રમને જોઈએ, તો તે નિર્વિવાદપણે એક ખતરનાક ઉદાહરણ પ્રસ્તુત કરે છે, જે આપણી ન્યાયપ્રણાલીના પાયાને જ હચમચાવી નાખશે. જો આપણે લોકશાહી અને કાયદાના શાસનને જાળવવા માગતા હોઈએ તો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.”