ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતા ઉન્નાવના એસપી શશિ શેખર સિંહે જણાવ્યું કે દુકાન બંધ કરાવવાને લઈને બોલચાલ થઈ, ત્યાર બાદ પોલીસકર્મીઓએ 4-5 થપ્પડો મારી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. તબિયત બગડવા પર તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેની મોત થઈ ગઈ. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ “હેડ ઈંજરી” જણાવ્યું છે.
નવી દિલ્હી | ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉમાં લોકડાઉન નું પાલન કરાવવા નીકળેલી પોલીસ દ્વારા ફૈસલ નામના યુવકને મારપીટ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. યુવકને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. દોષી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તે લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.
મૃતકનું નામ મોહમ્મદ ફૈસલ (17 વર્ષ) જે મોહમ્મદ ઈસ્લામનો પુત્ર છે. જે બાંગરમઉના વિસ્તાર ભટપુરીનો રહેવાવાળો હતો. મૃતક ફૈસલ શાકભાજી વિક્રેતા હતો. જેની દુકાન બંધ કરાવવાને લઈને પોલીસ દ્વારા તેને પહેલાં દુકાન પર અને પછી પોલીસ મથકે કથિત રૂપે ખરાબ રીતે માર્યો જેના પછી તેની મોત થઈ ગઈ.
ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતાં ઉન્નાવના એસપી શશિ શેખર સિંહે જણાવ્યું કે દુકાન બંધ કરાવવાને લઈને બોલચાલ થઈ, ત્યાર બાદ પોલીસકર્મીઓએ 4-5 થપ્પડો મારી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. તબિયત બગડવા પર તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેની મોત થઈ ગઈ. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ “હેડ ઈંજરી” જણાવ્યું છે.
મૃતકના ભાઈ સલમાને ઈન્ડિયા ટુમોરોને જણાવ્યું કે, “ફૈસલના શરીર પર ઘા (વાર)ના ઘણાં બધા નિશાનો હતા, જેને પછી પત્રકારોએ પણ જોયાં અને બતાવ્યાં છે. ફૈસલને ખરાબ રીતે મારવામાં આવ્યો અને તેની મોત પોલીસ સ્ટેશનમાં જ થઈ ગઈ હતી.”
ઘટના શુક્રવારની છે. જ્યાં પોલીસકર્મી દ્વારા લોકડાઉનમાં શાકભાજી માર્કેટમાં ખુલ્લી દુકાનો બંધ કરાવવામાં આવી રહી હતી. ત્યાં ફૈસલની ખુલ્લી જોઈને સિપાહીઓએ તેને માર્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતાં મૃતક ફૈસલના ભાઈ સલમાન હુસૈને જણાવ્યું કે પોલીસવાળા જેવા દુકાન બંધ કરાવવા આવ્યાં, તેમાંથી એક વ્યક્તિએ ફૈસલની દુકાન પર રાખેલી શાકભાજીઓને પગથી લાત મારીને ઢોળી નાંખી. તે કશું કહે તેના પહેલાં જ પોલીસ તેને મારવા લાગી.
સલમાને જણાવ્યું કે, “પોલીસવાળાઓએ ફૈસલને પહેલાં દુકાન પર માર્યો અને પછી બાઈક પર પોલીસ મથકે લઈ ગયાં અને ત્યાં ખરાબ રીતે તેની સાથે મારપીટ કરી, ત્યાર બાદ તેનું મોત થઈ ગયું.”
સલમાને જણાવ્યું કે, “જ્યારે ફૈસલને પોલીસવાળા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા તો ડોક્ટરોએ કહ્યું કે અહીંયા શા માટે લાવ્યા છો આની તો પહેલાંથી જ મોત થઈ ગઈ છે, જેના પછી તે બધા લોકો ફરાર થઈ ગયા.”
ઘટનાની ખબર સાંભળીને સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી નાંખ્યો અને દોષી પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરવા લાગ્યા. મામલાને વધતાં જોઈ કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ બળને બાંગરમઉ તૈનાત કરવામાં આવ્યા.
દોષી પોલીસકર્મી વિરુદ્ધ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર યુવકને પ્રતાડીત કરવાનાં આરોપને નકારતા 2-4 થપ્પડ મારવાની વાત સ્વીકાર કરી રહ્યાં છે. જો કે દોષીઓ વિરુદ્ધ કેસ દાખલ થઈ ચૂક્યો છે.
ઉન્નાવના સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા પ્રશાસનની સ્ક્રિપ્ટનો ઇન્કાર કરતાં 2-4 થપ્પડની વાતને પાયાવિહોણી જણાવી રહ્યાં છે.
ઉન્નાવના સામાજિક કાર્યકર્તા મોહમ્મદ અહમદ એ ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતા કહ્યું કે, “શું 2-4 થપ્પડ મારવાથી કોઈ યુવકની મોત થઈ શકે છે?” તેમણે કહ્યું કે, “મૃતકના શબ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોઈને કોઈપણ આ વાતનો અંદાજો લગાવી શકે છે કે તેને કેવી રીતે પ્રતાડિત કરવામાં આવ્યો હશે.”
ઉન્નાવના જ MIMના સક્રિય સભ્ય મોહમ્મદ સૈફએ ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતાં કહ્યું કે, “પોલીસકર્મીઓએ ફૈસલની દુકાન પર રાખેલા સામાનને લાત મારી. જેનો વિરોધ કરવાં પર તેને ખરાબ રીતે મારવાં લાગ્યાં અને બાદમાં તેને પોલીસ મથકે લઇ જઇને પ્રતાડિત કર્યો.”
AIMIMના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉન્નાવની આ ઘટનાનું કારણ મુસ્લિમો પ્રત્યે નફરતનું જણાવી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “17 વર્ષીય મુસ્લિમ યુવાન જો લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે તો તેને મારપીટ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે, આ યુપી પોલીસનું વર્તન છે.”
શશિ શેખર સિંહ, એડિશનલ એસપી, ઉન્નાવે ઈન્ડિયા ટુમોરોને ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે આ મામલામાં તપાસ બેસાડવામાં આવી છે. હાલમાં મૃતકને મારપીટ કરવાવાળા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. વધુમાં ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, “આ ફરિયાદ મળી હતી કે શાકભાજી માર્કેટમાં દુકાનો ખુલ્લી છે, ખૂબ જ ભીડ છે અને લોકડાઉન પાલન થઈ રહ્યું નથી. લોકડાઉનનું પાલન કરાવવા માટે સિપાહી અને હોમગાર્ડ ગયાં અને લોકોને દુકાન બંધ કરાવી રહ્યાં હતાં. જ્યારે સિપાહીઓએ દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું તો કેટલાક લોકોએ દુકાનો બંધ કરી દીધી. પરંતુ મૃતક અને પોલીસની વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેમાં પોલીસકર્મીઓએ તેને 4-5 થપ્પડ માર્યા અને ત્યાર બાદ તેને પોલીસ મથકે લઇ ગયાં.”
તેમણે જણાવ્યું કે, “જ્યારે ફૈસલને પોલીસ સ્ટેશન લઈ ગયાં ત્યારે તેને ચક્કર આવવા લાગ્યાં અને તે બેહોશ થઈ ગયો. તેનાં પર પાણી છાંટવામાં આવ્યું. પછી હોશમાં આવ્યો ત્યારે તેને ઘરે જવાનું કહ્યું પરંતુ 20-25 પગલાં જવા પછી વૃક્ષ સાથે ઊભો રહી ગયો, જેના પછી પોલીસે તેને લઈને હોસ્પિટલમાં દાખલ કર્યો જેના પછી તેની મૃત્યુ થઈ ગઈ.”
આ બનાવના આરોપી પોલીસકર્મીઓ વિશે તેમણે જણાવ્યું કે 302 હેઠળ હત્યાનો મામલો નોંધાઈ ગયો છે અને અવલોકન ચાલુ છે.