Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસલોકતંત્રનો મહાપર્વ અને માનવાધિકાર સંગઠનોનું વિશ્લેષણ

લોકતંત્રનો મહાપર્વ અને માનવાધિકાર સંગઠનોનું વિશ્લેષણ

એક જાગૃત નાગરિકનું કર્તવ્ય છે કે તે જ્યારે લોકતંત્રના મહાપર્વમાં મત નાંખવા જાય ત્યારે આ આંકડા પર જરૂર ધ્યાન આપે, કેમ કે સરકારો નિરંકુશ નથી હોતી, બલ્કે આપણે આપણા લોકતાંત્રિક અધિકારોનો ખરી રીતે ઉપયોગ ન કરીને સરકારોને નિરંકુશ બનાવીએ છીએ.

દેશમાં આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, લોકતંત્રના મહાપર્વની તૈયારીઓ જોરશોર પર છે, ઉમેદવારોની લીસ્ટ જાહેર થઈ રહી છે, નામાંકન જોરશોરથી ચાલી રહ્યાં છે, સત્તાધારી પાર્ટીઓ વિકાસના ગીતો ગાઈ રહી છે, અંતરિક્ષ પર સફળતામાં પરચમ લહેરાઈ રહ્યાં છે.

આ ચૂંટણીપર્વના રંગોમાં કેટલાક એવા પણ તથ્યો છે જે આ રંગોને નબળા કરી દે છે. તે રંગો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કે વિશ્લેષણના રૂપમાં છે, જે આ જણાવે છે કે પાછલા કેટલાક વર્ષોથી દેશની એવી કોઈ છબી વૈશ્વિક સ્તર પર સકારાત્મક બની શકી નથી, જેવી કોઈ લોકતાંત્રિક દેશની હોવી જોઈએ.

તમને યાદ અપાવતો જાઉં કે માર્ચ ૨૦૧૯ના આરંભમાં સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પ્રમુખે ભારતને અવગત કરાવ્યો કે “વિભાજિનવાળી નીતિઓ”થી આર્થિક વૃદ્ધિને ઝટકો લાગી શકે છે.

હવે વિભાજનવાળી નીતિ શું છે તે સવાલ સત્તાધારી પાર્ટીઓના રાષ્ટ્રવાદી પ્રવક્તાઓથી પૂછવું જોઈએ.

આટલું જ નહી બલ્કે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પ્રમુખ મિશેલએ એ પણ કહ્યું હતું કે “મને ભય છે કે આ વિભાજનકારી નીતિઓ ન ફક્ત ઘણા લોકોને નુકસાન પહોંચાડશે, બલ્કે ભારતના આર્થિક વિકાસની વાર્તાને પણ નબળી કરશે.”

આપણાને જે આર્થિક વિકાસની વાર્તાઓ સંભળાવવામાં આવી છે, તે આ વાર્તાથી તદ્દન અલગ છે, જે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પ્રમુખે સંભળાવવી.

મિશેલએ એ પણ કહ્યું કે , “સંકુચિત રાજનીતિ એજન્ડાના લીધે સમાજમાં નબળા લોકો પહેલાથી જ ધકેલાઇ ગયા છે.”

આપણે એ જાણતા હતા કે રાજનીતિ ખૂબ જ સંકુચિત છે તથા સંકુચિત લોકોના હાથમાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને ‘સંકુચિત રાજનીતિ એજન્ડા” વિશે જણાવ્યું છે, જેનો આપણી સરકારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ગૌહત્યા અને બીફ રાખવાના શકમાં એપ્રિલ ૨૦૧૭થી જુલાઈ ૨૦૧૮ સુધી લગભગ ૧૦ મુસલમાનોની ભીડે ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી છે.

આટલું જ નહિ બલ્કે રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તર પર આ વાત કહેવામાં આવી હતી કે ભાજપાની મોદી સરકાર માં દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમમાં છે.

હ્યુમન રાઇટ્સ વોચના ૨૦૧૬ના અહેવાલમાં પણ આ કહ્યું હતું કે મોદી સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહી છે.

તમને યાદ હશે જુલાઈ ૨૦૧૮માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની પરિસ્થિત પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “નફરત અને અસહિષ્ણુતાથી આપણી રાષ્ટ્રીય ઓળખ ધૂંધળી થઈ જશે.”

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ પણ આના પર ચિંતા વ્યક્ત કરી હતી. એમનેસ્ટી ઇન્ટરનેશનલ મુજબ આમાંથી કેટલાક બનાવોમાં ભાજપાના ગૌરક્ષા અભિયાનથી પ્રોત્સાહિત તેમજ પ્રભાવિત ગૌરક્ષકોનો હાથ છે.

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટના ત્રણ ન્યાયધીશવાળી ખંડપીઠના નેતૃત્વમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે,”ભય અને અરાજકતાના બનાવોમાં, રાજ્યને સકારાત્મક કાર્ય કરવું પડશે. હિંસાની અનુમતિ નથી આપવામાં આવી શકતી.”

પાછલા કેટલાક વર્ષોમાં ભારતની છબી આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવી છે તેનો અંદાજો આ વાતથી લગાડી શકાય કે ભારતના કેન્દ્રીય કાનૂન અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદને એક સાક્ષાત્કારમાં બીબીસીના પત્રકાર સ્ટીફન સકરે પૂછ્યું હતું કે શું સ્વતંત્રતા મળ્યા પછી ભારત આજે તેના સૌથી ખરાબ યુગમાં પસાર થઈ રહ્યું છે?

એમનેસ્ટી ઇન્ટરનેશનલ અહેવાલનો હવાલો આપવા પર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, “એમનેસ્ટી ઇન્ટરનેશનલ જેવી સંસ્થા પર વિશ્વાસ ન કરવામાં આવે.”

આશ્ચર્ય છે કે વિશ્વાસ ફક્ત એ વાતોનો તથા અહેવાલનો કરવો જોઈએ જે સરકારના પક્ષમાં હોય? જો હા, તો સમજી લો કે લોકતંત્રનું સ્વાસ્થ્ય તંદુરસ્ત નથી. જ્યારે લોકતંત્રમાં સરકારની પોતાના વિરુદ્ધ કોઈ અહેવાલ કે આંકડાની સાંભળવાની શક્તિ તેમજ સહનશીલતા અંત થઈ જશે તો પછી માનવાધિકાર સંગઠનોનું શું કાર્ય રહેશે?

હ્યુમન રાઇટ્સ વોચની મીનાક્ષી ગાંગુલી અનુસાર, “અસહમતી પર ભારત સરકારનું જે વલણ રહ્યું છે તેનાથી દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની પરંપરાને ધક્કો લાગ્યો છે.”

મિશેલે યુએનમાં કહ્યું હતું કે, “અમને લોકોને એવા અહેવાલ મળી અહેવાલ મળી રહ્યાં છે કે જેનાથી સંકેત મળે છે કે લઘુમતીઓની સાથે પજવણીના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ અને ઐતિહાસિક રૂપથી વંચિત સમૂહોમાં દલિતો અને આદિવાસીઓની પજવણી વધી છે.”

મિશેલે આ વાત યુએનમાં માર્ચ ૨૦૧૯ની શરૂઆતમાં થયેલા કાર્યક્રમમાં કહી હતી અને માર્ચના અંતમાં અર્થાત્ એક મહિનાની અંદર જ દેશમાં ઘણી એવી ઘટના થઈ જે મિશેલની વાતનું સમર્થન કરે છે અને તેને ખરી સાબિત કરે છે. હાલમાં જ હોળીના દિવસે ગુરુગ્રામમાં કેટલાક ગુંડાઓ દ્વારા મુસ્લિમ પરિવાર પર હુમલાની ઘટના હોય કે પાછલા સપ્તાહ ગુજરાતના પાટણમાં એક ૧૭ વર્ષીય દલિત કિશોરને બાંધીને પીટવાની ઘટના હોય.

સરકારો આ વાતથી બેપરવાહ છે કે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ શું કહે છે, તેમણે શું મહેસૂસ કર્યું છે અને આંકડાઓ એ શું સાબિત કર્યું છે.

એટલા માટે એક જાગૃત નાગરિકનું કર્તવ્ય છે કે તે જ્યારે લોકતંત્રના મહાપર્વમાં મત નાંખવા જાય ત્યારે આ આંકડા પર જરૂર ધ્યાન આપે, કેમ કે સરકારો નિરંકુશ નથી હોતી, બલ્કે આપણે આપણા લોકતાંત્રિક અધિકારોનો ખરી રીતે ઉપયોગ ન કરીને સરકારોને નિરંકુશ બનાવીએ છીએ. સરકારોને આ આંકડાઓથી કોઈ ફરક પડે છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક જાગૃત નાગરિક પર જરૂર ફરક પડવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments