શ્રીલંકામાં ઈસાઈઓ પર હુમલો નિંદનીય છે. કોઈ પણ ધર્મ સ્થળ પર તથા તેના અનુયાયીઓ પર આતંકી હુમલો એક કાયરતાપૂર્ણ પગલું છે. આ હુમલામાં મરનારાઓમાં પાંચ ભારતીય પણ સામેલ છે. બધા પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના…!
આ પ્રકારના આતંકી હુમલા આપણને વિચારવા મજબૂર કરી દે છે કે આખરે ક્યા વિચાર માનવ હત્યા માટે પ્રેરિત કરે છે. આખરે વિશ્વના અલગ દેશોમાં રહેનારા અલ્પસંખ્યકો સાથે આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો શા માટે થઈ રહ્યો છે? તે અલ્પસંખ્યક શ્રીલંકાના ઈસાઈ હોય કે પાકિસ્તાનના હિન્દુ, ન્યુઝીલેન્ડના મુÂસ્લમ હોય કે બર્માના રોહિંગ્યા, બાંગ્લાદેશના અલ્પસંખ્યક હોય કે ભારતના અલ્પસંખ્યક, બધા દેશોમાં અલ્પસંખ્યકોની સુરક્ષા એક સળગતો પ્રશ્ન છે.
બધા દેશોએ વિકાસના મોડેલને અપનાવીને ખૂબ તરક્કી કરી છે તથા કરી રહ્યા છે, પરંતુ આ વિકાસના મોડેલમાં કેટલાક એવા વિચારોનો પણ વિકાસ થયો છે, જે પોતાના સ્વાર્થ પૂર્તિ માટે માનવ હત્યાને ખરાબ નથી સમજતો. હવે સ્વાર્થ ચાહે સત્તા પ્રાપ્ત કરવાનો હોય કે કોઈ આબાદીનું દમન. મોટા ભાગે આ દેશમાં સંગઠિત કે અસંગઠિત રૂપે અલ્પસંખ્યકની હત્યાને ખરાબ નથી સમજતી અને ક્યાંક બોમ્બ ધડાકા કરીને સેંકડો ઈસાઈઓની હત્યા કરી નાંખવામાં આવે છે, ક્યારેક આપણા દેશમાં ઈસાઈઓ પર હુમલો કરી કંધમાલના રૂપમાં કલંક આ દેશના માથા પર લગાવવાનું કામ કરવામાં આવે છે, તો ક્યાંક ગૌમાંસના આરોપમાં અખલાકની બહુસંખ્યક દ્વારા મારી મારીને હત્યા કરી દેવામાં આવે છે.
દુનિયામાં સમાનતા કેટલી છે એ તો ખબર નથી, પરંતુ સમગ્ર દુનિયામાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાને જાઈને આ તો સ્પષ્ટ છે કે આ બધા હુમલામાં નફરતની સામ્યતા જરૂર છે. આ તો સ્પષ્ટ છે કે ફકત દુનિયાનું વૈશ્વિકરણ (ર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મૈજર્ટ્ઠૈંહ) નથી થયું, બલ્કે નફરતના વિચારોનું પણ વૈશ્વિકરણ થયું છે, જેનો ફાયદો જાણે અજાણે તે સરકારને પણ થયો છે, જે આવા વિચારોને પાળવા અને વેગ આપવામાં અપ્રત્યક્ષ રૂપે ભાગીદાર છે.
–•–